• Home
  • Lifestyle
  • Health
  • Scientists create an AI powered computer system that can tell if a baby is hungry or tired

રિસર્ચ / વૈજ્ઞાનિકોએ ટેક્નિક વિકસાવી, રડવાના અવાજ પરથી ખબર પડશે કે બાળક ભૂખ્યું છે કે દુખાવો થઇ રહ્યો છે

Scientists create an AI powered computer system that can tell if a baby is hungry or tired
X
Scientists create an AI powered computer system that can tell if a baby is hungry or tired

  • અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એંજિનિયર્સ અને ચીની ઓટોમેશન ગ્રુપે મળીને આ કમ્યુટર સિસ્ટમ વિકસાવી 

Divyabhaskar.com

Jun 09, 2019, 01:19 PM IST

હેલ્થ ડેસ્ક: હવે રડવાના અવાજ પરથી ખબર પડશે કે બાળક ભૂખ્યું છે કે તેને કોઈ દુખાવો થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એક એવી કમ્યૂટર સિસ્ટમ તૈયાર કરી છે જે બાળકના રડવાનું કારણ જણાવવામાં સમર્થ છે. આ સિસ્ટમને અમેરિકાની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એંજિનિયર્સ અને ચીની ઓટોમેશન ગ્રુપે મળીને બનાવી છે.

દરેક બાળકના રડવાનો અવાજ અલગ હોય

સંશોધકોનું કહેવું છે કે, દરેક બાળકનો રડવાનો અવાજ અલગ-અલગ હોય છે, પરંતુ રડવા પાછળના કારણમાં સમાનતા જરૂર હોય છે. વૈજ્ઞાનિકોએ અલ્ગોરિધમ આધારિત એક સિસ્ટમ તૈયાર કરી છે જે બાળકના રડવાના અવાજને ઓળખે છે અને તેનું કારણ પણ શોધી કાઢે છે. વિકસાવવામાં આવેલું લેન્ગવેજ રેકગ્નિશન અલ્ગોરિધમ ખાસ રીતે કામ કરે છે. તે ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ સામાન્ય અને અસામાન્ય રડવાનો અવાજ ઓળખવામાં સમર્થ છે.

2. આવી રીતે સિસ્ટમ કામ કરે છે

પહેલા અલ્ગોરિધમ રડવાના અવાજના સિગ્નલને સમજે છે, ત્યારબાદ પ્રોગ્રામિંગમાં હાજર રહેલા સિગ્નલ સાથે તેની સરખામણી કરે છે. પછી તે રડવાનું કારણ જણાવે છે. સંશોધકોનું કહેવું છે કે, ઇમરજન્સીમાં આ ઘણું ફાયદાકારક સાબિત થશે.

સંશોધક લિચુઆન લિયુનું કહેવું છે કે, રડવું પણ એક વિશેષ ભાષા છે. તેમાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી તરંગો છુપાયેલી હોય છે. આ ટેક્નિકનો ઉદ્દેશ બાળકો સ્વસ્થ રહે અને પેરેન્ટ્સ પર તેમની સારસંભાળનો ભાર ઓછો થાય તે છે. પ્રોફેસર લિયુએ જણાવ્યું કે, આને વધુ અસરકારક બનાવવા માટે હોસ્પિટલ્સ અને મેડિકલ રિસર્ચ સેન્ટરથી ડેટા એકત્ર કરવામાં આવશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી