વેટ લૉસ સાયન્સ:માત્ર 7 દિવસ ઓછી ઊંઘ લેવાથી 1 કિલો વજન વધી શકે છે, જાણો વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી વેટલૉસની 5 ટિપ્સ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર લેવામાં આવતી કુલ કેલરીમાંથી જો પ્રોટીનની માત્રા 25% કરવામાં આવે તો ભૂખની ઈચ્છા 60% સુધી ઓછી થઈ જાય છે
  • રિસર્ચ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ એક અઠવાડિયાં સુધી 5 કલાકની ઊંઘ લે છે તો તેનું વજન 1 કિલો સુધી વધી શકે છે

વધારે વજન હૃદય રોગ, ડાયાબિટીસ, સ્ટ્રોક અને કેટલાક કેન્સરનું પ્રમુખ કારણ છે. તેથી વજન નિયંત્રણ કરવું જરૂરી છે. વેટ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં એક મહિનામાં 3 કિલો સુધી વજન ઓછું કરી શકાય છે. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDC (સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ પ્રિવેન્શેન) પણ તેની પુષ્ટિ કરે છે. ફોર્ટિસ હોસ્પિટલની ચીફ ક્લીનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. સીમા સિંહ પાસેથી જાણો વજન ઘટાડવાની 5 રીત...

1. નાસતામાં હાઈ પ્રોટીન લો: 60% સુધી ભોજનની ઈચ્છા ઘટશે
યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, કાર્બોહાઈડ્રેટની સરખામણીએ પ્રોટીનને પચાવામાં શરીરને વધારે કેલરી ખર્ચ કરવી પડે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનની સ્ટડી પ્રમાણે, દિવસભર લેવામાં આવતી કુલ કેલરીમાંથી જો પ્રોટીનની માત્રા 25% કરવામાં આવે તો ભૂખની ઈચ્છા 60% સુધી ઓછી થઈ જાય છે. તેનાથી કેલરી ઈન્ટેક ઘટી જાય છે.

2. વજન ઘટાડશે આ ખોરાક: દાળ, લીલી શાકભાજી અને નટ્સ
વેબ એમડીના જણાવ્યા પ્રમાણે, દાળ અને બીન્સ, પ્રોટીન અને ફાઈબરના સારા સોર્સ છે. તેનાથી કેલરી ઈન્ટેક ઘટે છે. લીલી શાકભાજીમાં હાઈ ફાઈબર અને લૉ કેલરી હોય છે. તેથી ભૂખનો ઓછો અહેસાસ થાય છે. વજન ઓછું કરવામાં મદદ મળે છે. નટ્સમાં પ્રોટીન સાથે ઘણા પોષક તત્વ હોય છે, જે વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

3. સારી ઊંઘ લો: ઓછી ઊંઘ લેવાના કારણે ભૂખ ઓછી કરતા હોર્મોન ઘટે છે, ભૂખ વધે છે
ઓછી ઊંઘ લેવાથી ભૂખ ઓછી કરનારા હોર્મોન લેપ્ટિનનો સ્ત્રાવ ઓછો થાય છે. તો ભોજન પચાવનારા હોર્મોન ઘ્રેલિન વધી જાય છે. યુનિવર્સિટી ઓફ કોલરાડોના જણાવ્યા પ્રમાણે, જો કોઈ માણસ એક અઠવાડિયાં સુધી 5 કલાકની ઊંઘ લે છે તેનું વજન 1 કિલો સુધી વધી શકે છે.

4. ધીમે ખાઓ: ઝડપથી ખાવા પર કેલરી ઈન્ટેક વધે છે, ભૂખ કન્ટ્રોલ નથી રહેતી
હેલ્થ જર્નલ 'હેલ્થ લાઈન'ના જણાવ્યા પ્રમાણે, ભોજન પચાનવારા હોર્મોન ઘ્રેલિન અને ભૂખ નિયંત્રિત કરનારા હોર્મોનના સિગ્નલને મગજ સુધી પહોંચવામાં 20 મિનિટ સુધી લાગે છે. તેવામાં ઝડપથી ખાવા પર મગજ સુધી સિગ્નલ પહોંચવા પર તમે વધારે કેલરી લઈ લો છો.

5. શુગરી ડ્રિન્ક્સ ફ્રૂટ જ્યુસથી બચો: તેનાથી 2 કિલો સુધી વજન સુધી શકે છે
હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના જણાવ્યા પ્રમાણે, શુગરી ડ્રિન્ક અને ગળ્યા ફ્રૂટ જ્યુસ વજન નિયંત્રિત કરનારી સિસ્ટમને બાધિત કરે છે. જો દરરોજ સોડા, કોલા, ફ્રૂટ પંચ, એનર્જી ડ્રિન્કમાંથી એક ડ્રિન્ક પણ પીવામાં આવે અને તેને બદલે અન્ય ભોજનથી કેલરીમાંથી કપાત કરવામાં આવે તો દર વર્ષે આશરે 2 કિલો વજન વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...