સ્કિન કેર:કેમિકલ્સવાળા પ્રોડક્ટ્સને કહો ‘બાય-બાય’, આ 5 નેચરલ ફેસ પેકથી ઘરે જ મેળવો ગ્લોઈંગ સ્કિન

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ રાતે એલોવેરા જેલ અને ગ્લિસરિન જેલ લગાવવાથી સ્કિન ગ્લો થવાની સાથે ટાઈટ પણ થાય છે

સ્વસ્થ અને સુંદર રહેવું કોને ના ગમે? પરંતુ દવાઓ અને કેમિકલ્સથી ભરપૂર બ્યુટી પ્રોડક્ટ્સથી ઘણીવાર સાઈડ ઈફેક્ટ થાય છે. જો ચહેરાની યોગ્ય દેખભાળ કરવામાં ના આવે તો નાની ઉંમરે સ્કિન ઢીલી પડવા લાગે છે. જાણીએ ગ્લોઈંગ સ્કિન માટેના ઘરગથ્થુ ફેસ પેક વિશે...

1. મુલતાની માટીનું ફેસપેક: સ્કિનને ટાઈટ કરવા માટે આ સૌથી સારી અને સરળ રીત છે. મુલાતની માટીના પાઉડરમાં થોડું ગુલાબ જળ અને હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ ફેસ પેક લગાવ્યા પછી વાતચીત ના કરો.

2. પપૈયાનું ફેસ પેક: પપૈયામાં હાજર એન્ઝાઇમ સ્કિન પર કમ થયેલી અશુદ્ધિઓને દૂર કરવાનું કામ કરે છે. પપૈયાને મસળીને તેમાં ચંદન પાઉડર કે મુલાતની માટી મિક્સ કરીને પેક બનાવી લો. આ મિશ્રણ ચહેરા પર લગાવો. તે સૂકાઈ જાય એટલે ધોઈ લો. તેનાથી સ્કિન પર ઘણો ગ્લો આવે છે.

3. કોફી ફેસ પેક: કોફીમાં ખાંડ, તજ અને નારિયેળ તેલ મિક્સ કરીને આ પેક ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પર જમા થયેલી ચરબી ઓછી થઈ જશે.

4. બનાના ફેસ પેક: કેળાને સારી રીતે મેશ કરી લો. તેમાં 2 ટીપા લીંબુનો રસ ઉમેરો. એ પછી ચહેરા પર લગાવી લો. તેનાથી ચહેરો ચોખ્ખો થઈ જશે.

5. એલોવેરા: એલોવેરા આપણી સ્કિન માટે બેસ્ટ છે. તેમાં હાજર ફાઈટોકેમિકલ્સ વધતી ઉંમર, ફાઈન લાઇન્સ ઓછી કરવામાં મદદ કરે છે. રોજ રાતે એલોવેરા જેલ અને ગ્લિસરિન જેલ લગાવવાથી સ્કિન ગ્લો થવાની સાથે ટાઈટ પણ થાય છે.

ડૉક્ટરનું શું કહેવું છે?

સ્કિન સ્પેશિયાલિસ્ટ ડૉ. નિરુપમા પુષ્કરનાએ કહ્યું કે, મોટાભગના કેસમાં ઘરેલુ નુસ્ખા સુરક્ષિત હોય છે, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુના ઉપયોગથી રિએક્શન નહીં થાય અથવા તો આ વસ્તુઓ તમારી સ્કિનને નુકસાન કરશે કે નહીં. સેન્સિટિવ સ્કિન પર લીંબુનો રસ લગાવવાથી ચહેરા પર રિએક્શન થઈ શકે છે.