• Gujarati News
  • Lifestyle
  • Health
  • Save Pregnant Women, Children And The Elderly From The Danger Of Increasing Pollution, Respiratory Patients Should Take Special Precautions

ધુમાડા અને સીઝનનું ડેડલી કોમ્બિનેશન:માતાની કોખમાં ઉછરી રહેલા બાળકના શ્વાસ ધીમા પડી રહ્યા છે, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી ‘ખરાબ હવા’ પર નજર રાખો

નિશા સિંહા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીમાં બાળકો અને વૃદ્ધજનોનું ખાસ ધ્યાન રાખો
  • નજીકમાં જવું હોય તો ટુ વ્હીલરને બદલે સાઇકલનો ઉપયોગ કરો

દુનિયામાં માતાની કોખ સૌથી સેફ જગ્યા માનવામાં આવે છે. બાળકોને આ દુનિયામાં આવતા પહેલાં દરેક ઝટકા અને નુકસાનથી બચાવે છે, પરંતુ ચારેબાજુ ફેલાયેલા પ્રદૂષણને લીધે હવે માતાની કોખ પણ સેફ નથી. દિવાળીના સમયે વધતા એર પોલ્યુશને પ્રદૂષણની તકલીફ વધારી છે, પરંતુ અમુક ઉપાયોથી આપણે પ્રદૂષણથી પણ બચી શકીએ છીએ અને તેનાથી ફેલાતા પણ અટકાવી શકાય છે.

ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, મોતની સરખામણીએ બાળકો પર પ્રદૂષણની વધારે અસર થાય છે. ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શુચિન બજાજે કહ્યું કે,બાળકોના શરીરમાં શ્વાસ સંબંધિત અંગોનો વિકાસ થતો હોય છે, આથી તેમનામાં સૌથી વધારે રિસ્ક છે. પ્રેગ્નન્ટ મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકના ફેફસાં પર પ્રદૂષણની ખરાબ અસર થાય છે. પ્રિ-મેચ્યોર ડિલિવરીની આશંકા ઘટે છે. જન્મ પછી બાળકનું વજન ઓછું થઈ શકે છે.

ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શુચિન બજાજ
ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. શુચિન બજાજ

હવામાં વધારે માત્રામાં પ્રદૂષણના કણ અસ્થમા પીડિત બાળકો માટે ખૂબ નુકસાનકારક છે. અસ્થમાના દર્દીઓમાં હાર્ટ અટેકના ચાન્સ વધી જાય છે. વધારે પ્રદૂષણમાં રહેવાની ખરાબ અસર ભવિષ્યમાં બીમારીનું સ્વરૂપ લે છે. ઉંમર વધવાની સાથે ન્યૂમોનિયા, અસ્થમા, લંગ કેન્સર અને શ્વાસ સંબંધિત બીમારીઓ દૂર થાય છે.

વૃદ્ધજનો માટે આ સમય મુશ્કેલભર્યો
એજવેલ ફાઉન્ડેશનના 2019-20 રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઠંડીના દિવસોમાં પોલ્યુશન લેવલ વધવું એ વૃદ્ધજનો માટે ચિંતાનું એક મોટું કારણ છે. શક્ય હોય તો રૂમમાં એર પ્યોરિફાયર લગાવવું. વૃદ્ધજનોને પેસિવ સ્મોકિંગથી દૂર રાખવા. બાળકોએ N 95 અને N99 માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. રૂમમાં યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ.

ટેક્નોલોજીનો ઉપયોગ કરો
હવાની શુદ્ધતા માપતા અને હવાને શુદ્ધ કરતા ઘણા સાધનો આજકાલ માર્કેટમાં અવેલેબલ છે. એર પ્યોરિફાયર અને એર ક્વોલિટી મોનિટર પોલ્યુશનથી બચાવવામાં હેલ્પફુલ ગેજેટ્સ સાબિત થયા છે. પોલ્યુશનને લઈને લોકોને જાગૃત કરતી ‘એરવેદા’ની ફાઉન્ડર નમિતા ગુપ્તાએ કહ્યું કે, વર્ષના જે મહિનામાં પ્રદૂષણનું લેવલ ચિંતાજનક વધી જાય છે, ત્યારે જ લોકો તેના નુકસાનની વાતો કરે છે પણ આ જાગૃતતા આખા વર્ષની હોવી જોઈએ.

‘એરવેદા’ની ફાઉન્ડર નમિતા ગુપ્તા
‘એરવેદા’ની ફાઉન્ડર નમિતા ગુપ્તા

નમિતાએ કહ્યું કે, એર ક્વોલિટીને અપ્રૂવ કરવાના પ્રયત્નો ઘરેથી જ શરૂ કરવા જોઈએ. બાળકોને શુદ્ધ હવાનું મહત્ત્વ સમજાવવું જોઈએ. છેલ્લા ઘણા વર્ષોમાં આવેલી જાગૃતતાને લીધે બાળકો દિવાળી પર ફટાકડા ફોડતા નથી. આનો શ્રેય ટીચર્સ અને ફેમિલીને જાય છે.

દિવાળીમાં આટલી વાતનું ખાસ ધ્યાન રાખો:

  • ​​​​​​​માર્કેટમાં ભીડને લીધે પ્રદૂષણ વધારે છે આથી ખરીદી માટે બાળકોને સાથે લઈને ના જાઓ.
  • અસ્થમાથી પીડિત બાળકોને માસ્ક પહેરાવ્યા વગર ટેરેસ પર ના મોકલો.
  • પ્રેગ્નન્ટ મહિલાઓએ શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવું. તહેવાર પછી પોલ્યુશન લેવલ વધી જાય છે. હવાની ક્વોલિટી સારી હોય તો જ ઘરની બહાર જવું જોઈએ.
  • શહેરમાં જે વિસ્તારમાં પોલ્યુશન લેવલ વધારે છે ત્યાં ના જવું.
  • ઘરની અંદર પોલ્યુશન શોષતા છોડ રોપવા જોઈએ. સ્મોકિંગ કરતા હોય તેવા લોકોની નજીક ના ઊભા રહેવું.

આ રીતે તમે પણ પોલ્યુશન ઓછું કરી શકો છો

  • ​​​​​​​નજીકમાં જવું હોય તો ટુ વ્હીલરને બદલે સાઇકલનો ઉપયોગ કરો.
  • શક્ય હોય તો ચાલતા જાઓ.
  • ઘર, બાલ્કની કે ટેરેસ પર અમુક છોડ વાવીને પોલ્યુશન લેવલ ઘટાડી શકાય છે.