હેલ્થ ટિપ્સ:બાળકનાં મોઢામાંથી નીકળતી લાળ કયારેક નુકસાનકારક સાબિત થઇ શકે, ન્યુમોનિયાનું પણ રહે છે જોખમ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

નાના બાળકોનાં મોઢામાંથી લાળ નીકળવી સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે, અમુક પરિસ્થિતિમાં બાળકનાં મોઢામાંથી લાળ નીકળવી કોઈ સમસ્યા તરફ ઈશારો કરે છે. તે સમયે દરેક માતાઓને લાળ આવવાનાં કારણો અને લાળ સાથે જોડાયેલી સારી અને ખરાબ બંને વાતની જાણકારી હોવી જોઈએ.

બાળકને લાળ નીકળવી સામાન્ય બાબત
પીડિયાટ્રિક્સ એન્ડ નિયોનેટોલોજિસ્ટ, ડો. મેજર મનીષ મન્નાન જણાવે છે કે, બે વર્ષ સુધી બાળકના મોઢામાંથી લાળ નીકળવી સામાન્ય છે. લાળ નીકળવાનાં ઘણાં કારણો હોય શકે છે. જેમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે-સાથે જયારે દાંત આવે છે ત્યારે પણ લાળ નીકળે છે. તો બાળકનાં મોઢામાંથી લાળ નીકળવાનાં અસામાન્ય કારણો પણ હોય છે, જેના કારણે બાળકોના મોઢામાંથી લાળ નીકળે છે. જો તમારું બાળક બે વર્ષથી ઓછું ઉંમરનું હોય અને લાળની સમસ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ડો. મેજર મનીષ મન્નાન જણાવે છે કે, બાળકનાં મોઢામાં વધુ લાળ ભેગી થઇ જવાથી શ્વાસનળીમાં જવાનું જોખમ રહે છે, જેનાં કારણે ન્યુમોનિયા થઇ શકે છે.

બાળકને લાળ ટપકવાનું ક્યારથી શરૂ થાય છે?
જન્મનાં બાવીસ અઠવાડિયા એટલે કે પાંચ મહિનાનાં બાળકમાં લાળ ગ્રંથીઓનો ઝડપથી વિકાસ થાય છે, જેનાથી બાળકમાં લાળ બનવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. આ સમયે બાળકોને દાંત નથી હોતા તેથી મોઢામાં લાળને રોકી શકાતી નથી. આ દરમિયાન નાના બાળકોમાં લાળ ગળી જવાની ક્ષમતા પણ હોતી નથી.

શું લાળ નીકળવાથી બાળકનો વિકાસ થાય છે?
બાળકોમાં લાળ નીકળવી સામાન્ય છે. લાળ બાળકના વિકાસમાં મદદ કરે છે તે કહેવું ખોટું છે. ડૉ.મનીષ મન્નાનનાં જણાવ્યા અનુસાર, બાળકના મોંમાં રહેલ લાળ દૂધમાં ભળે છે જેથી તે પચવામાં સરળ બને અને દૂધમાં રહેલા જરૂરી પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે, જે બાળકના શરીરને પોષણ આપે છે. આ સાથે લાળ, દૂધના કારણે મોંમાં ઉત્પન્ન થતા બેક્ટેરિયાને નષ્ટ કરવામાં પણ મદદ કરે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લાળમાં હોય છે એન્ટી બેક્ટેરિયલ ગુણ
લાળમાં ઘણાં પ્રકારનાં એન્ટીબેક્ટેરિયલ ગુણથી ભરપૂર તત્વો હોય છે, જે મોઢાને સંક્ર્મણથી બચાવે છે. જયારે બાળકો ખોરાક લે છે, તે સમયે લાળ ખાદ્યપદાર્થને નરમ કરવાની સાથે-સાથે તેને ગળવાનું સરળ બનાવે છે. આ સાથે જ લાળમાં મેટાબોલિઝ્મ પ્રક્રિયાને એક્ટિવ કરીને ન્યુટ્રીશનની સાથે-સાથે ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે, જે બાળકનાં વિકાસ માટે ખુબ જ જરૂરી છે.

બાળકોને લાળ ટપકવાના સામાન્ય કારણો

 • બાળકના જન્મ પછી લાળ ગ્રંથિ ધીમે ધીમે વિકાસ પામે છે. તો બાળક માનસિક અને શારીરિક વિકાસના અભાવને કારણે ક ન તો મોંમાં લાળ રોકી શકે છે અને ન તેને ગળી શકે છે. પરિણામે બાળકોમાં લાળ બહાર આવે છે.
 • બાળકોને જયારે દાંત આવે છે તે શરીરમાં શારીરિક બદલાવ આવે છે. શારીરિક બદલાવમાં લાળ ગ્રંથિ વધુ એક્ટિવ થઇ જાય છે. આ જ કારણ છે કે, દાંત આવે છે ત્યારે બાળકોનાં મોઢામાંથી વધુ લાળ ટપકે છે.
 • મસાલેદાર ખોરાક પણ લાળ ઝડપથી બનાવે છે. ત્યારે બાળક જયારે ખોરાક ખાવાનું ચાલુ કરે છે ત્યારે પણ લાળ ટપકે છે.

અસામાન્ય કારણો

 • નર્વસ સિસ્ટમ અને મસલ્સ ડિસઓર્ડર
 • માનસિક વિકાસની ઉણપ
 • મોઢામાં ઇજા
 • એસિડિટી
 • દવાઓની અસર
 • રિલે-ડે સિન્ડ્રોમ
 • વિલ્સન રોગ (શરીરમાં વધુ પડતા કોપરને કારણે થાય છે )
 • રેટ સિન્ડ્રોમ (આનુવંશિક મગજનો વિકાર)
 • ટોન્સિલિટિસ (કાકડામાં ચેપ)
 • દાંતમાં પોલાણ
 • શ્વાસનળીમાં ઉપરનાં ભાગમાં ચેપ

વધુ લાળ ટપકે છે તો ડોક્ટર પાસે જાઓ
જો બાળક બે વર્ષથી નાની ઉંમરનું હોય અને લાળ ટપકતી હોય તમારે આ બાબતમાં બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ તે જાણવું જોઈએ કે બાળકને મોઢામાં ચાંદા અથવાકૈવિટીની સમસ્યા ન હોવી જોઈએ.જો બાળકને બે વર્ષની ઉંમર પછી લાળ ટપકે છે તો શક્ય છે કે તેના માટે કેટલાક અસામાન્ય કારણો હોઈ શકે છે. આ બંને સ્થિતિમાં તમારે બાળકને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ.

બાળકોનો લાળ ટપકવાનો આ છે ઈલાજ
શરૂઆતનાં સમયમાં વધુ પડતી લાળને કારણે બાળકનાં મોંની આસપાસ લાલ ચકામા થઈ શકે છે. આ કિસ્સામાં, હીલિંગ અથવા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકાય છે. આ બાળકની ત્વચા અને લાળ વચ્ચેનો સીધો સંપર્ક અટકાવશે. આ રીતે ત્વચા પર લાળની આડઅસરોને નિયંત્રિત કરી શકાય છે. આ સાથે, તે બાળકની ત્વચા પરની બળતરાને દૂર કરીને રાહત આપે છે. બાળકોનો વ્યવહારબદલવા માટે તેમને બેસવાનું, માથાને કંટ્રોલ કરવા અને લાળ ગળી જવા જેવી પ્રક્રિયાને શીખવવાની કોશિશ કરો.

બાળકની લાળ રોકવા માટેના ઘરગથ્થુ ઉપચાર
બાળકોમાં લાળ પડતી અટકાવવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓ અટકાવવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. ટીથિંગ ટોયની મદદથી બાળકમાં લાળ આવવાની પ્રક્રિયાને કંટ્રોલ કરી શકાય છે. ઘણીવાર લાળથી થતી ત્વચા સંબંધિત સમસ્યાઓથી બાળકોને બચાવવા માટે ડ્રૂલ બિબનો ઉપયોગ કરી શકાય છે. ડ્રૂલ બિબ્સ લાળને શોષી લે છે, જેનાથી બાળકોનાં કપડાં સુકાયેલા રહે છે. લાળ બાળકની ત્વચાનાં સીધા સંપર્કમાં નથી આવતી. બેબી ટિશ્યુની મદદથી લાળમેં સમયે-સમયે લૂછો અને શક્ય હોય તો ટીશ્યુનો બીજીવાર ઉપયોગ ના થાય. આ ઉપાય કરવાથી બાળકને લાળથી થતી ત્વચા સંબંધિત સમસ્યાઓને રોકી શકાય છે.