તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેરેથોન દોડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પહેલીવાર દોડતા હો તો પણ બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 138 મેરેથોન સ્વસ્થ રનર પર અભ્યાસ કરાયો
  • દોડવાથી ધમનીઓના બાહ્ય સ્તરો સખત થવાથી બચી જાય છે

હેલ્થ ડેસ્કઃ આજના યુવાનો ફિટનેસ માટે સજાગ બન્યા છે. તેમજ, સરકાર પણ જનતા માટે સમયાંતરે મેરેથોન દોડ આયોજિત કરી રહી છે. આ મેરેથોનમાં બાળકોથી લઇને વૃદ્ધો સુધી તમામ લોકો ભાગ લેતા હોય છે. ઘણીવાર તો દરરોજ કસરત ન કરનારા લોકો પણ મેરેથોનમાં દોડવા પહોંચી જાય છે, જે તેમના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.


તાજેતરમાં કરાયેલા એક રિસર્ચમાં સંશોધકોએ જાણ્યું કે, જે લોકો પહેલીવાર મેરેથોન દોડે છે તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટ અને યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો પહેલીવાર મેરેથોન દોડતા હોય અથવા પહેલીવાર મેરેથોનમાં દોડવા જઈ રહ્યા હોય તેમનું બ્લડ પ્રેશર તો સામાન્ય થઈ જ જાય છે પણ ધમનીઓના બાહ્ય સ્તરો પણ સખત થઈ જવાથી બચી જાય છે. જો ધમનીઓ અને તેની બાહ્ય દિવાલો સખત બને તો હાર્ટ સ્ટ્રોક આવી શકે છે.


જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત આ અભ્યાસમાં એ વાત પણ બહાર આવી છે કે, જે લોકો મેરેથોનની ટ્રેનિંગ લે છે અને આ દોડ પૂરી કરે છે તેમની ધમનીની ઉંમર એટલે કે વસ્ક્યુલર એજ 4 વર્ષ સુધી ઘટી જાય છે, જેના કારણે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.


આ અભ્યાસ માટે સંશોધકોએ 138 સ્વસ્થ એવા રનર એટલે કે મેરેથોનમાં દોડતા ગ્રુપના આંકડા તપાસ્યા જેમણે વર્ષ 2016 અથવા 2017માં લંડન મેરેથોન પૂરી કરી હતી. આ મેરેથોન રનર્સની કોઈ કાર્ડિયાક હિસ્ટ્રી નહોતી. તેઓ ફક્ત ટ્રેનિંગ માટે અઠવાડિયાંના 2 કલાકથી પણ ઓછું દોડી રહ્યા હતા. આ અભ્યાસમાં સામેલ દરેક વ્યક્તિની ઉંમર સરેરાશ 37 વર્ષ હતી અને સામેલ લોકોમાં પુરુષો અને મહિલાઓની સંખ્યા પણ સમાન હતી.


મેરેથોનની ટ્રેનિંગ શરૂ થયા પહેલાં તમામ પ્રતિભાગીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ ટ્રેનિંગ આશરે 6 મહિના સુધી ચાલી. મેરેથોન દોડ પૂરી કર્યાંના ત્રણ અઠવાડિયાંની અંદર જ તમામ પ્રતિભાગીઓનું ફરીથી ચેકઅપ અને ટેસ્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ સંશોધકોને જાણવા મળ્યું કે, પુરુષોએ સાડા ચાર કલાકમાં મેરેથોન દોડ પૂરી કરી, જ્યારે મહિલાઓએ એ જ દોડ 5 કલાક 40 મિનિટમાં પૂરી કરી.


બાર્ટ્સ હાર્ટ સેન્ટર અને યુનિવર્સિટી કોલેજ લંડનના ડોક્ટર ચાર્લોટ મિનિસ્ટીએ કહ્યું કે, અમારો અભ્યાસ જીવનશૈલીમાં થતા પરિવર્તન અને તેના મહત્ત્વ પર પ્રકાશ પાડશે. તે બતાવે છે કે જીવનશૈલીમાં ફેરફાર કેવી રીતે વૃદ્ધાવસ્થાના જોખમને ઘટાડી શકે છે. મેરેથોન તાલીમના માત્ર 6 મહિનામાં જ રક્ત વાહિનીઓ સખત થઈ જાય છે અને તેના કારણે શરીરને થતા રોગની આડઅસર ઘટાડી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો