ઘણા લોકો ન્યૂઝપેપરમાં રોટલી લપેટીને ટિફિનમાં લાવે છે, ઘણાં ઘરમાં મહિલાઓ કેસરોલમાં પેપર રાખે છે અને એની ઉપર રોટલી મૂકે છે. માર્કેટમાં સમોસાં, કચોરી અને પકોડી જેવા સ્ટ્રીટ ફૂડ પેપરમાં મૂકીને રાખવામાં આવે છે. ન્યૂઝપેપરમાં મૂકેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી હોય છે એ વિશે જણાવી રહ્યા છે ડાયટિશિયન અનિતા ઝા..
છાપામાં રોટલી કેમ મૂકવી ના જોઈએ?
ડાયટિશિયન અનિતાએ કહ્યું, ઘણીવાર લોકો ન્યૂઝપેપરમાં રોટલી કે અન્ય ફૂડ આઈટમ્સ મૂકે છે, પરંતુ કોઈપણ ગરમ વસ્તુ મૂકવાથી છાપાના પ્રિન્ટિંગમાં ઉપયોગમાં લેવાયેલી સહી ભોજન પર લાગે છે. આ સહી શરીર માટે ઘણી નુકસાનકારક હોય છે. એમાં ડ્રાય આઈસોબ્યુટાઈલ ફટાલેટ અને આઈસોસ્યુટાઈલ જેવા જોખમી કેમિકલ હોય છે. આ રસાયણ જ્યારે ગરમ ભોજનના સંપર્કમાં આવે છે ત્યારે બાયોએક્ટિવ તત્ત્વ સક્રિય કરી દે છે, આથી એ ભોજનમાં મિક્સ થઈ જાય છે અને ઝેરી તત્ત્વો આપણા પેટ સુધી પહોંચી જાય છે.
છાપામાં લપેટેલી ફૂડ આઈટેમ્સથી થતું નુકસાન
આવું ભોજન ખાવાથી પાચનતંત્ર ખરાબ થાય છે. સહીમાં રહેલું ગ્રેફાઈટ નામનું ઝેરી તત્ત્વ ભોજનમાં ભળી જાય છે. આ ખાવાથી ફેફસાંના રોગ થઈ શકે છે. શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગડે છે. આને લીધે પ્રજનન ક્ષમતા નબળી પડે છે અને નપુંસકતાનો શિકાર બની શકો છો. હાજર ઝેરી તત્ત્વો સ્કિન રોગ, પેટમાં દુખાવો અને ગેસની તકલીફ થાય છે. રોટલી ખાવાની સાચી રીત.
રોટલી કેવી રીતે મૂકવી?
રોટલી મૂકવાની સૌથી જૂની રીત સાચી છે. જે રીતે આપણી દાદી-નાની રોટલીએ ચોખ્ખા કપડામાં મૂકતાં હતાં, એ જ ફોર્મ્યુલા આપણે પણ સ્વીકારવી જોઈએ. ન્યૂઝપેપરને બદલે ચોખ્ખા કપડામાં લપેટીને ટિફિનમાં લઇ જાઓ. ઘરમાં પણ કેસરોલમાં ચોખ્ખું કપડું મૂકો અને પછી રોટલી મૂકો. ઘણા લોકો રોટલી મૂકવા માટે ફોઈલ પેપરનો ઉપયોગ કરે છે. હોટલમાંથી ભોજન ઓર્ડર કરો ત્યારે પણ રોટલી ફોઈલ પેપરમાં જ આવે છે. આ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ફોઈલ પેપરમાં રોટલી મૂકવાથી કેન્સર થઈ શકે છે. રોટલી મૂકવા માટે કપડાનો ઉપયોગ કરો, પરંતુ આ કપડું ચોખ્ખું હોવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.