સ્મોકિંગ કરતા લોકોથી દૂર રહેવું જરૂરી:સ્મોકિંગના ધુમાડાથી દાદર, ખરજવા અને ખંજવાળનું જોખમ : રિસર્ચ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે આપણી આજુબાજુ પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ કોઈ રોકટોક વગર સ્મોકિંગ કરતી જોવા મળે છે. સ્મોકિંગ કરતા લોકોને તો અનેક બીમારીઓ થાય છે. પરંતુ સ્મોકિંગ કરનારની આજુબાજુ રહેતા લોકોને પણ ત્વચા સાથે જોડાયેલી બીમારી જેવી કે, દાદર, ખરજવું અને સોરાયસીસ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસના આધારે આ દાવો કર્યો છે. આ અભ્યાસ સ્મોકિંગ કરનારા લોકોની પર સ્મોકિંગ ન કરનારા પર શું અસર પડે છે.

સ્મોકિંગ ન કરનારા લોકો પર શું અસર પડે છે?
આ અભ્યાસ પરથી ખબર પડી હતી કે, તમાકુના ધુમાડામાંથી નીકળતો કચરો આસપાસની સપાટી અને ધૂળ પર ચોંટી જાય છે. તે ઇન્ડોર સપાટી પર અનિશ્ચિત સમય સુધી રહી શકે છે. તે ધૂમ્રપાન કરનારા અને ધૂમ્રપાન ન કરનારા બંનેને સંભવિત હાનિકારક પદાર્થોના સંપર્કમાં લાવી શકે છે.

ધ લેન્સેટ ફેમિલી ઓફ જર્નલ્સના ઇ-બાયોમેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવેલા આ અભ્યાસ અનુસાર, સ્મોકિંગના ધૂમાડાના પ્રદૂષણના સંપર્કમાં આવવાથી માણસમાં સ્કિનના રોગોનું જોખમ અનેક ગણું વધે છે. સંશોધન સાથે સંકળાયેલા શેન સાકામાકી ચિંગે કહ્યું, 'અમને જાણવા મળ્યું છે કે કોઈ અન્ય વ્યક્તિના સ્મોકિંગ કરતા સમયે નીકળતો ધુમાડો માણસના ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે દાદર, ખરજવું અને સોરાયસિસનું જોખમ વધી જાય છે.

10 નોન-સ્મોકર્સ પર કરવામાં આવ્યું રિસર્ચ
આ રિસર્ચમાં 22થી 45 વર્ષના 10 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકો કોઈ સ્મોકિંગ કરતા ન હતા અને સંપૂર્ણ સ્વસ્થ હતા. 3 કલાક માટે આ દરેક વ્યક્તિને સ્મોકિંગથી નીકળતા ધુમાડા વાળો એક શર્ટ પહેરીને ટ્રેડમિલ પર 15 મિનિટ સુધી વોક કરાવ્યું હતું. પરસેવાને કારણે આ પ્રદુષણ વધારે જલ્દી શરીરમાં પ્રવેશી જાય છે.

આ બાદ આ સંશોધનમાં ભાગ લેનાર લોકોના બ્લડ અને યુરિનનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમના શરીરના પ્રોટીન સહિત અન્ય પરિબળોમાં ફેરફારની પણ તપાસ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ધુમાડાના પ્રદૂષણના સંપર્કમાં લોકોના ડીએનએ, લિપિડ્સ અને પ્રોટીનને નુકસાન થયું છે. તે સિગારેટ પીનારા લોકોને થયેલા નુકસાન જેવું હતું. ત્વચા આપણા શરીરનું સૌથી મોટું અંગ હોવાથી તેને પ્રદૂષણથી પણ નુકસાન થયું છે.