વધુ એક મહામારીનું સંકટ:કોરોના બાદ Disease Xનું જોખમ, WHOના 300 વૈજ્ઞાનિકોની નજર, આવો જાણીએ શું છે આ બીમારી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને 3 વર્ષ પુરા થયા છે. કોરોનામાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. તો આ વચ્ચે વધુ એક બીમારી ભરડો લઇ રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે, એવા પ્રકારના બેકટેરિયા, વાઇરસ અને સુક્ષ્મજીવોનું નિમાર્ણ થઈ રહ્યું છે, જેના કારણે આવનારા સમયમાં ગંભીર બીમારી કે મહામારીનું જોખમ આવી શકે છે. આ પ્રોજેક્ટમાં દુનિયામાં લગભગ 300 વૈજ્ઞાનિકોની ટીમ બનાવવામાં આવી છે.

લિસ્ટમાં સામેલ ઘણા પેથોજેન્સ
WHO અનુસાર, 2017થી પ્રકાશિત થઈ રહેલી યાદીમાં ઘણા ખતરનાક પેથોજેન્સ સામેલ છે. તેમાં કોરોના વાઇરસ, ઇબોલા વાયરસ, મારબર્ગ વાઇરસ, લસા તાવ, નિપાહ વાઇરસ, ઝિકા વાઇરસ અને Disease Xનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પેથોજેન્સ એવા સજીવો છે જે અનેક રોગોનું કારણ બને છે. આ કોઈપણ વૃક્ષ, છોડ, પ્રાણી અથવા સૂક્ષ્મજીવોને બીમાર કરી શકે છે.

Disease X પર રાખવામાં આવી શકે છે નજર
WHO ટીમ Disease X પર ખાસ નજર રાખવા જઈ રહી છે. હાલમાં તો આ સાવ અજાણ્યો રોગ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ રોગ મનુષ્યો માટે અત્યંત ખતરનાક સાબિત થશે. તો આ બીમારી મહામારીનું સ્વરૂપ પણ લઈ શકે છે. આ બીમારી ગમે તે વાઇરસ અથવા બેક્ટેરિયાથી થશે તેનું સંક્રમણ કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાશે. તેથી જ તેને સમયસર શોધવું મહત્વપૂર્ણ છે.

સંશોધનથી ઇલાજમાં થશે મદદ
લિસ્ટને અપડેટ કર્યા પછી WHOના વૈજ્ઞાનિકો આ રોગો માટે સફળ ઉપચાર શોધવાનું શરૂ કરશે. બેક્ટેરિયા અને વાઇરસના જોખમને સમય પહેલા જાણીને તેમને ટાળવા માટે પરીક્ષણો અને રસી બનાવી શકાય છે. જે પેથોજેન્સ ઝડપથી ચેપ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે, તેમના સમગ્ર પરિવારને નિશાન બનાવવામાં આવશે.