રિસર્ચ / ઓછી માત્રામાં હિમોગ્લોબીન હોવાથી ડિમેન્શિયા થવાનું જોખમ

Risk of dementia due to low levels of hemoglobin

  • ઓછું હિમોગ્લોબીનનું ધરાવતા લોકોમાં ડિમેન્શિયા થવાનું જોખમ 29% વધારે જોવા મળે છે
  • એનિમિયા ધરાવતાં લોકોમાં 41% અલ્ઝાઈમર્સ ડિસીઝ થવાનું જોખમ રહેલું છે

Divyabhaskar.com

Oct 06, 2019, 04:29 PM IST

હેલ્થ ડેસ્ક: લોહીમાં હિમોગ્લોબીનની માત્રાનું સંતુલન હોવું જરૂરી છે. ઓછી માત્રામાં હિમોગ્લોબીનથી ડિમેન્શિયાની બીમારી થવાનું જોખમ વધી જાય છે. ન્યૂરોલાજી નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

આ રિસર્ચમાં સરેરાશ 65 વર્ષની ઉંમરના 12,305 લોકોને સામેલ કરાયા હતા. આ તમામ લોકોને રિસર્ચની શરૂઆતમાં ડિમેન્શિયાની બીમારી ન હતી. 12 વર્ષ સુધી આ તમામ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચ દરમિયાન 1520 લોકોમાં ડિમેન્શિયા જોવા મળ્યું હતું.

રિસર્ચમાં અલગ અલગ હિમોગ્લોબીન લેવલ ધરાવતા લોકોને 5 સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી સૌથી વધારે હિમોગ્લોબીન ધરાવતાં સમૂહમાં ડિમેન્શિયા થવાનું જોખમ 20% વધારે જોવા મળ્યું હતું. અને ઓછું હિમોગ્લોબીનનું ધરાવતા લોકોમાં ડિમેન્શિયા થવાનું જોખમ 29% વધારે જોવા મળ્યું હતું.

આ રિસર્ચમાં જોવા મળ્યું કે એનિમિયા ધરાવતાં લોકોમાં 41% અલ્ઝાઈમર્સ ડિસીઝ થવાનું જોખમ રહેલું છે. આ રિસર્ચમાં પુરવાર થયું કે ઓછું હિમોગ્લોબીન ધરાવતાં લોકોમાં ડિમેન્શિયા થવાનું જોખમ વધારે હોય છે.

આ રિસર્ચના લીડ ઓથર ઈક્રમ જણાવે છે કે, ‘આ રિસર્ચથી પુરવાર થાય છે કે ડિમેન્શિયા અને હિમોગ્લોબીન માત્ર એકબીજા સાથે સંકળાયેલા છે. પરંતુ તેનાથી હિમોગ્લોબીન લેવલ જ ડિમેન્શિયા માટે જવાબદાર છે તે સાબિત થતું નથી.’

X
Risk of dementia due to low levels of hemoglobin

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી