તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું જોખમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ લેવી આવશ્યક છે. અપૂરતી ઊંઘને લીધે સ્વાસ્થ્યને નુક્સાન થાય છે. ‘એક્સપ્રિમેન્ટલ સાયકોલોજી’નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ મુજબ 7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગ થવાનું જોખમ રહેલું છે.


અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં પુરવાર થયું છે કે, 7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી વાસ્ક્યુલર હેલ્થને જાળવી રાખતાં સાયકોલોજી રેગ્યુલેટર્સ અથવા માઈક્રોRNA જે જિન્સના એક્સપ્રેશનને ઈન્ફ્યુલન્સ કરે છે તેના પર વિપરિત અસર પડે છે.


અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટી ક્રિસ્ટોફર ડિસોઝા જણાવે છે કે, ‘આ રિસર્ચ દર્શાવે છે કે ઊંઘમાં અનિયમિતતાથી હૃદય અને સાયકોલોજી પર અસર પડે છે.’ આ રિસર્ચમાં અનિયમિત ઊંઘ અને ઓછી ઊંઘ લેતા 44થી 62 ઉંમરના લોકોના લોહીના નમૂના લેવામા આવ્યા હતા. રિસર્ચમાં સામેલ કેટલાક લોકો રાત્રિ દરમિયાન 8.5 કલાકની ઊંઘ લેતા હતા જ્યારે કેટલાક લોકો 5થી 6.8 કલાકની ઊંઘ લેતા હતા.


આ રિસર્ચમાં પુરવાર થયું કે પૂરતી ઊંઘ લેતા લોકોમાં miR-125A, miR-126, and miR-146aનું  40થી 60% લેવલ ઓછું જોવા મળ્યું હતું. ક્રિસ્ટોફર ડિસોઝા જણાવે છે કે, ‘ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી આવશ્યક છે, તેનાથી શરીરમાં microRNAનું  સ્તર જળવાઈ રહે છે.’

અન્ય સમાચારો પણ છે...