પિરિયડ્સ દરમિયાન જેલ અને ફ્રેગ્રન્સવાળા સેનેટરિ નેપકિનનો ઉપયોગ કરતા હો તો ચેતી જજો. લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી કેન્સર થઈ શકે છે. આવા સેનેટરિ નેપકિન યુઝ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ વિશે ગાયનોકોલોજીસ્ટ ડૉ. મીરા પાઠક જણાવી રહ્યા છે.
પિરિયડ્સમાં મહિલાઓની પહેલી પસંદ સેનેટરિ નેપકિન હોય છે. તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કે નહીં તે સવાલ ઘણી મહિલાઓના મનમાં ઉઠે છે. માર્કેટમાં ઘણા પ્રકારના સેનેટરી નેપકિન ઉપલબ્ધ છે પરંતુ તેના નુકસાન વિશે કોઈને ખબર નથી હોતી.
ડૉ. મીરા પાઠક જણાવે છે કે એવા નેપકિન જેમાં લાંબા સમય સુધી શોષી લેવાની ક્ષમતા હોય અથવા જેલ અને ફ્રેગ્રન્સવાળા સિન્થેટિક નેપકિન હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમાં ડાઈઓક્સિન અને સુપર-અબ્સોર્બેન્ટ પોલિમર જેવા એજન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી થતા ઈન્ફેક્શનથી ઓવરી કેન્સર અને ઘણા પ્રકારની ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.
સેનિટરીના ઉપયોગથી જોખમ
કયા કારણે કેન્સર થાય છે
સેનેટરિ નેપકિનમાં ડાયોક્સિનનો ઉપયોગ નેપકિનને સફેદ રાખવા માટે કરવામાં આવે છે. તેના કારણે ઓવેરિયન કેન્સર, હોર્મોન ડિસફંક્શન, ડાયાબિટીસ અને થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે. તેમાં નેપકિનમાં રૂ સિવાય રેયોર્નનો પણ ઉપયોગ થાય છે. તેનો સીધો સંપર્ક અને હાઈજીન મેન્ટેન ન કરવાને કારણે ઈન્ફેક્શન થઈ જાય છે જે આગળ જઈને કેન્સરનું કારણ બની શકે છે. નેપકિનમાં હાજર ફ્રેગરેન્સથી સ્કિન એલર્જી થઈ શકે છે. લાંબા સમય સુધી નેપકિનના ઉપયોગથી વઝાઈનામાં બેક્ટેરિયા બની જાય છે. તેનાથી ડાયેરિયા, તાવ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓનું જોખમ રહે છે.
આ જોખમ રહે છે
જાણવું જરૂરી છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 2015-16ના રિપોર્ટના અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં 48.5 ટકા મહિલાઓ, શહેરોમાં 77.5 ટકા મહિલાઓ સેનેટરિ નેપકિનનો ઉપયોગ કરે છે. એકંદરે, 57.6 ટકા મહિલાઓ જ તેનો ઉપયોગ કરે છે. સવાલ એ છે કે શું જે સેનેટરિ નેપકિનનો ઉપયોગ હાઈજીન અને સુરક્ષાના નામ પર કરવામાં આવે છે તે તે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
ડૉ. મીરા જણાવે છે કે, માર્કેટમાં હાજર અલ્ટ્રા જેલ અને ફ્રેગરેન્સવાળા પેડ્સથી સ્કિનમાં એલર્જીનું જોખમ વધી જાય છે. તેથી પ્રયાસ કરવો કે ઓર્ગેનિક ક્લોથ નેપકિનનો ઉપયોગ કરવો. આ પેડ્સ રૂ અને વાંસમાંથી બને છે. તેને રાખવામાં પણ કોઈ મુશ્કેલી નથી થતી. ઉપયોગ કરવામાં આવેલા પેડ્સને ક્લિન કરીને ફરીથી ઉપયોગ કરી શકાય છે અથવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવો અને સ્વસ્થ રહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.