સ્મોકિંગથી મેળવો છૂટકારો:પતિના સિગારેટના વ્યસનને કારણે ગર્ભપાત-પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ; ધૂમ્રપાનની આદતથી છુટકારો મેળવવાની સરળ રીતો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પતિ-પત્નીની વચ્ચે રોમેન્ટિક સંબંધ હોય છે, પરંતુ જ્યારે સવારે ઉઠતા જ પતિ સિગારેટ પીવે છે તો આ રોમેન્ટિક મૂડ પણ સિગારેટના ધૂમાડાની જેમ જતો રહે છે. સિગારેટ ગમે તે સમયે પીવામાં આવે નુકસાન તો થાય છે.

દિલ્હીની રાજન બાબુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પલ્મોનરી મેડિસિન એન્ડ ટ્યુબરક્યુલોસિસના મેડિકલ ઓફિસર ડૉ. અનુરાગ શર્માનું કહેવું છે કે, ઘરમાં જ્યારે કોઈ સભ્ય સિગારેટ પીવે છે તો તે માત્ર પોતાને જ નહીં પરંતુ પોતાના બાળકો અને પત્નીને પણ નુકસાન પહોંચાડે છે. સિગારેટ પીનાર વ્યક્તિ જેટલું સ્મોકિંગથી નુકસાન થાય છે તેની આસપાસના લોકોને પણ એટલું જ થાય છે, કેમ કે તેમની અંદર પણ ધૂમાડો જાય છે.

શરીરના ટિશ્યુ બાળી નાખે છે સિગારેટ
દિલ્હી યુનિવર્સિટીની વલ્લભભાઈ પટેલ ચેસ્ટ ઈન્સ્ટિટ્યૂટમાં રાષ્ટ્રીય તમાકુ મુક્તિ સેવા કેન્દ્રમાં કાઉન્સિલર રહી ચૂકેલા સમીર અંસારી જણાવે છે, તમાકુ સિગારેટમાં હોય કે અન્ય કોઈપણ સ્વરૂપમાં હોય તે દરેક રીતે નુકસાનકારક છે. તમાકુમાં સાત હજાર કેમિકલ હોય છે, જેમાં 69 કાર્સિનોજન કેમિકલ હોય છે.

આ એવા કેમિકલ હોય છે જે શરીરના કોષો અને ટિશ્યુને બાળીને સડાવી દે છે. આ બળેલા-સડેલા ટિશ્યુ આગળ જઈને કેન્સરનું કારણ બને છે.

સિગારેટ માત્ર ફેફસાને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ શરીરના તમામ ભાગોને અસર કરે છે.
સિગારેટ માત્ર ફેફસાને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ શરીરના તમામ ભાગોને અસર કરે છે.

પહેલા તમે સિગારેટ પીઓ છો પછી સિગારેટ તમને
ડૉ. અનુરાગના અનુસાર, સ્મોકિંગ માત્ર ફેફસાને જ નહીં પરંતુ શરીરના કોઈપણ અંગને અસર કરી શકે છે. ઘણા પ્રકારના કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

ટ્યુબરક્યુલોસિસ, લંગ કેન્સર, બ્લેડર કેન્સર અને બ્લડ કેન્સરની સંભાવના પણ વધી જાય છે. કેટલીક સ્ટડીમાં એ પણ જાણવા મળ્યું છે કે પેસિવ સ્મોકિંગ કરનાર લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ નુકસાન પહોંચાડે છે. પેસિવ સ્મોકર તે લોકો હોય છે જે પોતે સિગારેટ નથી પીતા પરંતુ તેમની આસપાસ એક્ટિવ સ્મોકર્સનો ધૂમાડો ન ઈચ્છતા પણ ન પીતા લોકોના શરીરની અંદર જાય છે.

ઘરમાં પતિ અથવા કોઈ અન્ય પુરુષ પણ સ્મોકિંગ કરે છે તો પ્રેગ્નન્ટ મહિલા અને તેના શિશુને પણ નુકસાન થવાની સંભાવના વધી જાય છે. એબોર્શન, પ્રીમેચ્યોર ડિલીવરી, બાળકનું વજન ઓછું હોવા જેવી સમસ્યા તે મહિલાઓને પેસિવ સ્મોકિંગથી પણ થઈ શકે છે.

પત્નીએ આ રીતે પતિની આદત છોડાવી

  • દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલ અને જામિયા મિલિયા સ્લામિયામાં રિસર્ચ સ્કોલર સમીર અંસારીનું કહેવું છે કે સ્મોકિંગની આદત છોડવા માટે સૌથી જરૂરી છે ઈચ્છાશક્તિની.
  • સ્મોકિંગથી પત્ની અને બાળકોને પણ અસર થાય છે. જો પત્નિઓ અને પતિઓની સિગારેટ પીવાની આદત છોડાવા માગે છે તો સૌથી પહેલા તેમને સમજાવવાનો પ્રયાસ કરો, જો પતિ ન માને તો થોડા દિવસ વાત કરવાનું બંધ કરી દો. તેનાથી પતિને લાગશે કે તેની સિગારેટની આદત તેનું પરિવાર છીનવી રહ્યું છે.
  • સ્મોકિંગની આદતને ધીમે ધીમે છોડાઓ. એક સાથે છોડવા પર સિગારેટની આદત ટ્રિગર કરશે અને વ્યક્તિ બેચેન રહેશે અને તે સિગારેટ પીવા માટે મજબૂર બનશે.
  • સવારે 1 ગ્લાસ પાણીમાં અડધા લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીઓ. તેમાં વિટામિન સી હોય છે. તેનાથી કેન્સરના એલિમેન્ટ બહાર નીકળી જાય છે. પાન મસાલા ખાતા લોકોની આદત છોડાવવામાં પણ આ મેથડ મદદ કરે છે.
  • વરિયાળી, લીલી એલચી, આંબળા, લવિંગને પીસીને મિશ્રણ તૈયાર કરો. જ્યારે પણ સિગારેટની ક્રેવિંગ થાય ત્યારે આ મિશ્રણને ખાઓ. તેને હંમેશાં તમારા ખિસ્સામાં રાખો. તે ઉપરાંત એક ગ્લાસ પાણી અને ખાટા જ્યુસનું સેવન કરો.
  • સ્મોકિંગ ચાર્ટ તૈયાર કરો. તેનાથી તમને એ ખબર પડશે કે તમને સિગારેટની લત ક્યારે લાગે છે. જ્યારે પણ તમને લત લાગે તો તમે તેની જગ્યાએ પોતાની પસંદગીની કોઈ અન્ય વસ્તુ ખઈ લો.
  • સ્મોકિંગની આદત છોડવા માટે પતિને તે લોકોની પુસ્તકો વાંચવા માટે તૈયાર કરો જેમણે સિગારેટ પીવાની છોડી હોય. તે સફળ કહાનીઓને વાંચીને પતિને હિંમત મળશે અને સરળતાથી સિગારેટ છોડી શકશે.