• Gujarati News
  • Lifestyle
  • Health
  • Rising Air Toxins Kill 7 Million People A Year, Including Coronary And Cancer Deaths, Learn 8 Ways To Control Pollution

પોલ્યૂશન કન્ટ્રોલ ડે:હવામાં વધતા ઝેરથી દર વર્ષે 70 લાખ મૃત્યુ, તેનાથી કોરોના અને કેન્સરથી થતાં મૃત્યુમાં પણ વધારો નોંધાયો, પ્રદૂષણ કન્ટ્રોલ કરવાની 8 રીત જાણો

અંકિત ગુપ્તાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • WHO કહે છે, વિશ્વભરમાં દર 10માંથી 9 લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે
  • વિશ્વમાં એક તૃતિયાંશ મૃત્યુ એર પોલ્યૂશનને કારણે થનારા રોગોથી થઈ રહ્યાં છે

હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, એર પોલ્યુશન અને કોરોનાથી થતા મૃત્યુ વચ્ચે કનેક્શન છે. જો હવામાં પીએમ 2.4 પાર્ટિકલ્સ 1 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર પણ વધે છે તો કોરોનાથી થતા મૃત્યુની સંખ્યા 8 ટકા સુધી વધી શકે છે.

દિલ્હીમાં એર પોલ્યુશનનું લેવલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ધોરણોને વટાવી ગયું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, હવામાં વધતા નાઇટ્રોજન ઓક્સાઈડ અને કારમાંથી નીકળતો ધુમાડો ઝેરની જેમ કામ કરી રહ્યો છે. તેની સીધી અસર શ્વાસની નળી પણ થઈ રહી છે. તે કોરોનાનો પણ એન્ટ્રિ પોઈન્ટ છે, તેથી કોરોનાનું સંક્રમણ થવા પર મૃત્યુનું જોખમ વધી જાય છે.

આજે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડે છે. આ વખતે ફક્ત એર પોલ્યુશનની વાત કરવામાં આવી છે કે કેમ કે, તેનાથી ગૂંગળામણ પણ થાય છે અને કોરોનાથી થતા મૃત્યુનું જોખમ પણ વધી રહ્યું છે.

એર પોલ્યુશન શરીર પર કેવી રીતે અસર કરે છે પહેલા તેને સમજો
WHOના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરના દર 10માંથી 9 લોકો પ્રદૂષિત હવામાં શ્વાસ લઈ રહ્યા છે. ઝેરી થઈ રહેલી હવાથી દર વર્ષે 70 લાખ મૃત્યુ થઈ રહ્યા છે. દુનિયાભરમાં એક તૃતિયાંશ એર પોલ્યુશનના કારણે સ્ટ્રોક, લંગ કેન્સર અને હાર્ટ ડિસીઝ થાય છે.

પ્રદૂષિત હવામાં એકદમ નાના પાર્ટિકલ્સ હોય છે, જેને પીએમ પાર્ટિકલ્સ કહેવામાં આવે છે. શ્વાલ લેતી વખતે તે સીધા ફેફસાં સુધી પહોંચીને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત નાઈટ્રોજન ઓક્સાઈડ, સલ્ફર ડાઈ ઓક્સાઈડ અને ઓઝોન શરીરને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે.

આ બધી વસ્તુઓની પ્રારંભિક અસર શ્વાસની નળી પણ જોવા મળે છે. ફેફસાંની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે. અસ્થમાનું જોખમ વધે છે. પ્રદૂષિત હવામાં હાજર સલ્ફર હાઈ ઓક્સાઈડ આંખો અને સ્કિન પર બળતરાનું કારણ બને છે.

માથાનો દુખાવો, આંખ, નાક અને ગળામાં બળતરા થાય તો ડૉક્ટરની સલાહ લો

ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, નવી દિલ્હીના સીનિયર પલ્મોનોલોજીસ્ટ ડૉ. રાજેશ ચાવલાના જણાવ્યા પ્રમાણે- એર પોલ્યુશનની ઘણી રીતે શરીર પર ખરાબ અસર થાય છે. શ્વાસની બીમારી જેમ કે, COPD, બ્રૉન્કિયલ અસ્થમાના લક્ષણો ગંભીર થઈ જાય છે. થાક, માથાનો દુખાવો તેમજ આંખ, નાક અને ગળામાં સોજો આવી શકે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર ખરાબ અસર થાય છે. આવા લક્ષણ દેખાય તો ફિઝિશિયનની સલાહ લો.

જે જગ્યાઓએ વધુ પ્રદૂષણ હોય તેવા સ્થળોએ જવાનું ટાળવું. જો જવું જરૂરી હોય તો ચશ્મા અને માસ્ક પહેરો અને ત્યાંથી ઘરે આવ્યા બાદ સાદા પાણીથી આંખો ધોઈ લો. કેટલાક આઇ ડ્રોપ્સ પણ પ્રદૂષણની અસરને ઘટાડે છે. તમે એક્સપર્ટ્સની સલાહથી તેનો ઉપયોગ કરી શકો છો.

આ સાવચેતી એર પોલ્યૂશનની અસર ઘટાડશે
ઘરનું વેન્ટિલેશન બગડવા ન દો. થોડા થોડા સમયે ઘરની બારીઓ ખોલી નાખો. જેથી, તાજી હવા આવતી-જતી રહે.
સાવચેતી તરીકે માસ્ક પહેરો. તે કોરોના સાથે પ્રદૂષણની અસરથી પણ બચાવવાનું કામ કરશે.
આંખોમાં બળતરા અથવા ખંજવાળ આવે ત્યારે આંખો ન ચોળો. પાણી છાંટીને આંખો ધોઈ નાખો.
શિયાળામાં સવારે અને સાંજે પ્રદૂષણનું સ્તર વધુ હોય છે. તેથી, ખુલ્લામાં કસરત કરવાને બદલે રૂમમાં જ કસરત કરો.

એર પોલ્યૂશન ઘટાડવાની 8 રીત જાણી લો
વાહનનો ઉપયોગ ઘટાડી શકાય છે. નજીકમાં જવા માટે સાઇકલ પણ એક સારો વિકલ્પ છે.
લાકડાં, કચરો, સૂકાં પાંદડા અને પ્લાસ્ટિક ન બાળો, તે પ્રદૂષણના સ્તરમાં વધારો કરે છે.
ઘરમાં આવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો, જે હવાનું પ્રદૂષણ ઘટાડે છે. દા.ત. એરેકા પામ, મની પ્લાન્ટ્સ, બોસ્ટન ફર્ન, સ્પાઇડર પ્લાન્ટ.
તમે વીજળીની બચત કરીને હવાનું પ્રદૂષણ ઘટાડી શકો છો. એનર્જી બચાવવા માટે તમે ઘરે ફ્લોરોસન્ટ લાઇટનો ઉપયોગ કરી શકો છો.
એર કંડિશનર કરતાં વધારે પંખાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કારણ કે, એસીમાંથી ઘણા પ્રકારના ઝેરી વાયુઓ રિલીઝ થાય છે.
વર્ષના કેટલાક દિવસો નક્કી કરો જેમાં તમે છોડ વાવશો. પોતે પણ આ કરો અને અન્ય લોકોને પણ પ્રેરણા આપો.
રિસાઇકલ થઈ શકાય એવી વસ્તુઓનો ઉપયોગ કરો, આ વસ્તુઓ ઇકોફ્રેન્ડલી હોય છે.
ઘરના કચરા અને પાંદડાને બાળી નાખવાને બદલે તેમાંથી ખાતર તૈયાર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...