કાબુલી કે કાળા ચણા - ક્યારે અને કેવી રીતે ખાવા?:પ્રોટીન-આયર્નથી સમૃદ્ધ આ ફૂડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, સ્ત્રીઓમાં હોર્મોન્સને નિયંત્રિત કરે છે

20 દિવસ પહેલા
 • કૉપી લિંક

સવારના નાસ્તાની શરુઆત જો ચણાથી કરશો તો તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. દરરોજ ચણા ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જા રહે છે અને તમને આખો દિવસ ફ્રેશ રાખે છે. શું દરરોજ ચણા ખાવા ખરેખર સ્વાસ્થ્ય માટે લાભદાયી છે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે અને ચણા ખાવાના ફાયદા-નુકશાનને લઈને ડાયટિશન ડૉ. અનુ અગ્રવાલ સાથે વાત કરી.

દરરોજ એક બાઉલથી વધુ ચણા ખાવા જોઈએ નહી. 1 બાઉલ ચણામાં 330 કેલેરી હોય છે, જે શરીર માટે ખરેખર લાભદાયી છે.

ચણામાં હાજર પોષકતત્વો

 • ચણામાં ફેટની માત્રા ઓછી હોય છે
 • પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે
 • કાર્બ્સનું પ્રમાણ વધુ હોય છે
 • ડાયાબિટીક લોકો માટે લાભદાયી
 • ધુલનશીલ ફાઈબર બ્લડસુગરને નિયંત્રણમાં રાખે છે
 • ભૂખને નિયંત્રણમાં રાખે છે
 • ઈંસુલિન પ્રતિરોધમાં ફાળો આપે છે
 • ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે

હાઈ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે
કાળા ચણામાં ધૂલનશીલ ફાઈબર હોય છે, જે પિત એસિડને બાંધે છે અને તેને શરીર દ્વારા અવશોષિત થવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. લગભગ દરરોજ એક બાઉલ ચણા ખાવાથી LDL કોલેસ્ટ્રોલ અને કુલ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ મળે છે.

પ્રોટીન અને આયર્નથી ભરપૂર
આયર્નનો એક સમૃદ્ધ સ્ત્રોત હોવાના કારણે કાળા ચણા એ એનીમિયાની બીમારીને રોકવામાં સક્ષમ છે. આ ઉપરાંત તે પ્રોટીનથી ભરપૂર છે એટલે ચણાને પોસ્ટ વર્કઆઉટ ડાયટમાં સામેલ કરી શકાય. તે માંસપેશીઓને મજબૂત બનાવે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં પણ મદદ કરે છે, તે વજન ઘટાડવાની પ્રોસેસને ઝડપી બનાવવામાં પણ મદદ કરે છે.

પાચન મજબૂત બનાવે છે
ફાઈબર પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચણામાં ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે. ફાઈબર પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. તે પેટને કબજીયાતની સમસ્યા અને પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.

જો તમે પાચનતંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો સવારે કાળા ચણા ખાઓ, તે વજન ઘટાડવાની સાથે કઠોળ અને બીજા અંગો માટે પણ ફાયદાકારક છે.
જો તમે પાચનતંત્રને લગતી સમસ્યાઓથી પરેશાન છો તો સવારે કાળા ચણા ખાઓ, તે વજન ઘટાડવાની સાથે કઠોળ અને બીજા અંગો માટે પણ ફાયદાકારક છે.

કાળા ચણા ક્યારે અને કેવી રીતે ખાવા?

 • ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ 1 બાઉલ કાળા ચણા પલાળી રાખો અને તેમાં નમક અને લીંબુ મિક્સ કરીને ખાઓ.
 • બપોરના ભોજનમાં શાકભાજી, સલાડ સાથે ચણા મિક્સ કરીને ખાવાથી શરીરને ભરપૂર તાકત મળે છે. ચણાને ઉકાળીને તેમાં બ્રોકલી, ટામેટાં અને ડુંગળીને કાપીને મિક્સ કરી લો અને પછી તેમાં મસાલો ઉમેરીને તૈયાર કરો.
 • તમે કાળા ચણાને પીસીને દાળ બનાવીને પણ ખાઈ શકો છો. તેનાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.
 • તમે શેકેલા કાળા ચણા ખાઈને ક્રેવિંગ નિયંત્રિત કરી શકો છો, જ્યારે પણ કંઇક ખાવાનું મન થાય ત્યારે થોડા ચણા ખાઓ.
 • રાત્રે પણ કાળા ચણા ખાઈ શકાય છે, પરંતુ તે સૂવાના બે કલાક પહેલાં જ ખાઈ લેવા જોઈએ.

સવારે ભૂખ્યા પેટે શેકેલા ચણા ખાવા એ ઈમ્યુનિટી બૂસ્ટરથી કમ નથી. જો તમે દરરોજ શેકેલા ચણા ખાશો તો તે તમને મોસમી બીમારીઓથી દૂર રાખશે.

સવારે ભૂખ્યા પેટે શેકેલા કાળા ચણા ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે

કાળા ચણાને ઉકાળીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તમે તમારા ભોજનમાં કાળા ચણાનો સમાવેશ કરીને સ્વસ્થ રહી શકો છો.

 • રોગપ્રતિકારક શક્તિ વધારો
 • વજન કંટ્રોલમાં રાખો
 • કબજિયાત દૂર કરો
 • પાચનશક્તિ મજબૂત બનાવો
 • લોહી સાફ રહેશે​​​​​​​

કાળા ચણા ખાવાના ગેરફાયદા
દરરોજ ડાયટમાં નવી વસ્તુઓ સામેલ કરો. દરરોજ ચણા ખાવાથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. રાંધેલા ચણામાં ઘણીવાર જટિલ સુગર પણ સામેલ હોય છે, જે ગેસની સમસ્યાઓનું કારણ બને છે. ચણાને ડાયટમાં સામેલ કરો, પરંતુ દરરોજ નહીં. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તેમછતાં તમે પ્રોટીન મેળવવા માટે અન્ય પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવ.

કાબુલીમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામિન બી-6 હોય છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે જે હૃદય રોગથી દૂર રાખે છે.
કાબુલીમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામિન બી-6 હોય છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે જે હૃદય રોગથી દૂર રાખે છે.

કાબુલી ચણાના ફાયદા
પોષકતત્વોથી ભરપૂર કાબુલી ચણા અનેક બીમારીઓથી દૂર રહે છે. કાબુલીમાં સારી માત્રામાં પ્રોટીન અને વિટામિન-બી6 તેમજ ફોલેટ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો હોય છે. તેમાં રહેલા કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર તમને હૃદયરોગથી દૂર રાખે છે.

કેન્સર સામે રક્ષણ મળે:
કાબુલી ચણામાં ફોલેટ સામેલ હોય છે, જે DNAને રિપેર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ DNA કેન્સરના કોષોને રોકે છે. તેમાં સેપોનિન્સ ફાયટોકેમિકલ્સ હોય છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

હાડકાને મજબૂત કરો:
કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફેટ, આયર્ન અને વિટામિન-K શરીરમાં ભરપૂર માત્રામાં છે. આ બધા પોષક તત્વો હાડકામાં તાકત જાળવી રાખવામાં મદદ કરે છે.

પ્રેગ્નન્સીમાં લાભદાયી:
પ્રેગ્નન્સી દરમિયાન કાબુલી ચણા જરુર ખાવા જોઈએ. તેમાં સામેલ ફોલેટ, ફાઈબર, પ્રોટીન જેવા પોષકતત્વો માતા અને શિશુના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરુરી છે. તે નવજાતમાં વજન ઘટાડાના જોખમને ઓછુ કરે છે.

આંખો માટે લાભદાયી:
બીટા-કેરોટિન આંખો માટે જરુરી પોષકતત્વ છે. તે વિટામિન-Aને રેટિના સુધી લઈ જવામાં મદદ કરે છે.

મહિલાઓમાં હોર્મોન્સને કંટ્રોલ કરે:
સારી માત્રામાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ બ્રેસ્ટ કેન્સરનો ખતરો ઓછો કરે છે. એસ્ટ્રોજન હોર્મોન્સના લોહીના સ્તરને જાળવે છે અને પીરિયડ્સ દરમિયાન મૂડ સ્વિંગ્સને રાહત આપવામાં પણ મદદ કરે છે.

વાળ માટે ફાયદાકારક:
પ્રોટીન વાળને ખરતા રોકે છે અને મેંગેનીઝ વાળને મજબૂત બનાવે છે. ચણામાં વિટામિન-A અને ઝિંક પણ હોય છે, જે ડેન્ડ્રફ સામે લડે છે. ચણાને મેશ કરીને માથામાં મસાજ કરો અને 15 મિનિટ પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. તેમાં રહેલું ઝીંક વાળને પાતળા થતાં રોકે છે.

બળતરા ઓછી કરો:
અઠવાડિયામાં ઓછામાં ઓછા 4 વાર કાબુલી ચણાનું સેવન કરવાથી સોજો નથી આવતો.

એનીમિયાથી રક્ષણ મળે:
કાબુલી ચણા શરીરમાં આયર્નની ઉણપને પૂરી કરે છે. જેથી એનીમિયાથી બચી શકાય છે. ગર્ભવતી મહિલાઓને એનિમિયાના જોખમથી બચાવવા માટે કાબુલી ચણાનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

કાબુલી ચણા ખાવાના ગેરફાયદા
કાબુલી ચણા ખાધા બાદ પેટમાં ચૂંક, ગેસની સમસ્યા થતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. પાચનતંત્રમાં વધેલા ફાઇબરને કારણે ચણાનું સેવન કરવાથી પેટમાં ગરબડ થઈ શકે છે.

કાબુલીમાં સારી માત્રામાં પ્રોટીન, વિટામિન બી-6 હોય છે, તેમાં કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર પણ હોય છે જે હૃદયરોગથી દૂર રાખે છે.

ચણા અને કિશમિશ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને તમામ ફાયદા થાય છે. રોજ સવારે ચણા અને કિશમિશ પલાળીને ખાવાથી તમારા શરીરમાં હાજર ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.

 • લોહીની ઉણપ દૂર થાય
 • કબજિયાતની સમસ્યામાં રાહત મળે
 • મોટાપો દૂર થાય
 • આંખોનું તેજ વધે