તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Reverse Crunch Seated Rotation And Air Chop Workouts To Reduce Belly Fat And Shape The Waist, It Will Also Increase Body Flexibility.

મહિલાઓ માટે વર્કઆઉટ:પેટની ચરબી ઘટાડી કમર શૅપમાં લાવવી છે? તો આ 3 વર્કઆઉટ કરો અને ફ્લેક્સિબિલિટી વધારો

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિમ ન જઈ શકાય તો ઘરે જ રિવર્સ ક્રન્ચ, સીટેડ રોટેશન અને એર ચૉપ એક્સર્સાઈઝ કરી શકાય છે
  • દરરોજ 30 મિનિટ વર્કઆઉટ કરો અને કમરને શૅપમાં લાવો

બોડીની ફ્લેક્સિબિલિટી માટે જરૂર નથી કે વર્કઆઉટ કરવા જિમમાં જ જવું. તેના માટે મોટા ભાગની મહિલાઓ પાસે સમય પણ નથી હોતો. તેવામાં કેટલાક વર્કઆઉટ કોઈ ઈક્વિપમેન્ટ અથવા મશીન વગર મહિલાઓ ઘરે પણ કરી શકે છે. આ 3 વર્કઆઉટથી પેટ મજબૂત બને છે અને ચરબી ઘટાડી શકાય છે...

રિવર્સ ક્રન્ચ

કરવાની રીત: પીઠના બળે સૂઈ જાઓ. બંને હાથને સીધા રાખી કમર પાસે રાખો. પગને જમીનથી 45 ડિગ્રી ઉપર ઉઠાવી રાખો. હાથની પોઝિશન જાળવી જોર લગાવો. પગથી લઈને નિતંબ સુધીના ભાગને ઉપર ઉઠાવો. તેને 10થી 15 વખત રિપિટ કરો.

2. સીટેડ રોટેશન

આ રીતે કરો: સીધા બેસો અને પગને જમીનથી 90 ડિગ્રી ઉપર ઉઠાવો. હવે બંને હાથની આંગળીઓ પરસ્પર લોક કરો, બંને હાથને તસવીરમાં જણાવ્યા અનુસાર, લોક રાખી જમણી બાજુ અને પછી ડાબી બાજુ વાળો. શરીર વાળતી વખતે પ્રયત્ન કરો કે જે તરફ વળી રહ્યા છો તેની કોણી જમીનને સ્પર્શ થાય. તમારી ક્ષમતા અનુસાર, 10-10 સેટ લગાવો.

3. એર ચૉપ

આ રીતે કરો: બંને પગ વચ્ચે થોડું અંતર રાખીને સીધા ઉભા રહો. હવે બંને હાથની આંગળીઓ પરસ્પર લોક કરો. હવે સામે જોતા બંને હાથને ઉપર અને નીચે લાવીને ચેસ્ટ પાસે લાવો. તેને 5થી 10 વખત રિપિટ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો