રિસર્ચ / સંશોધકોએ અલ્ઝાઈમર્સ ડિસીઝથી બચવા માટે નવી દવા શોધી, આ દવા જ્ઞાનતંતુઓને સ્વસ્થ રાખશે

Researchers find new drug to help prevent Alzheimer's disease

  •  અલ્ઝાઈમર બીમારીનાં અન્ય લક્ષણોથી બચાવવામાં મદદ કરે છે
  • ડ્રગ 'બીપીએન14770' એમલોઇડ બીટાના પ્રભાવોને અટકાવે છે
  • જ્ઞાનતંતુને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે અને ડિમેન્શિયાને અટકાવે છે

Divyabhaskar.com

Sep 11, 2019, 02:23 PM IST

હેલ્થ ડેસ્ક. સંશોધકોએ એક નવી દવાની શોધ કરી છે જે યાદશક્તિ જતી રહી હોય કે જ્ઞાનતંતુઓને નુકસાન થયેલું હોય અને અલ્ઝાઈમર બીમારીનાં અન્ય લક્ષણોથી બચાવવામાં મદદ કરે છે. પ્રીક્લિનિકલ રિસર્ચને જર્નલ ઓફ ફાર્માકોલોજી એન્ડ એક્સપરિમેન્ટલ થેરેપ્યૂટિક્સમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

રિસર્ચમાં જાણવા મળ્યું કે, ડ્રગ 'બીપીએન14770' એમલોઇડ બીટાના પ્રભાવોને અટકાવે છે. અમલોઈડ બીટા, અલ્ઝાઈમર પ્રોટીનનું હોલમાર્ક છે, જે તંત્રિકા કોશિકાઓ માટે ઝેરી છે. ટેટ્રા થેરેપ્યૂટિક્સના વિકાસ હેઠળ 'બીપીએન14770' તે પ્રક્રિયાઓને સક્રિય કરવામાં મદદ કરી શકે છે જે જ્ઞાનતંતુને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે અને ડિમેન્શિયાને અટકાવે છે.

બફેલો યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર સંશોધનકાર યિંગ ઝુએ જણાવ્યું હતું કે, અવલોકનનો અર્થ એ છે કે અલ્ઝાઇમર્સની પેથોલોજીને અમુક હદ સુધી મગજ દ્વારા અમુક અંશે રિપેર કરી શકાય છે.

યિંગ ઝુના જણાવ્યા અનુસાર, અમારા રિસર્ચ પ્રમાણે, 'બીપીએન14770' મલ્ટિપલ બાયોલોજિકલ પ્રક્રિયાઓને સક્રિય કરવામાં સક્ષમ થઈ શકે છે, આ પ્રક્રિયા મગજની ઓછી યાદશક્તિ, જ્ઞાનતંતુનાં નુકસાન, અને બાયોકેમિકલ નુકસાનને રોકે છે.

X
Researchers find new drug to help prevent Alzheimer's disease
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી