કસરત સાથે બ્રેસ્ટ કેન્સરનું જોડાણ:રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કસરત કરવાથી અને ઓછુ બેસવાથી બીમારીનું જોખમ 41 ટકા ઘટે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરરોજ કસરત કરવાના અને બેઠા હોય ત્યારે દર કલાકે 5-10 મિનિટ ઉભા થવાથી શરીરને થતા ફાયદા વિશે તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ, એક નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ બેસવાની આદતનું કેન્સર સાથેનું કનેક્શન શોધી કાઢ્યું છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત આ રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે લોકો કસરત નથી કરતા તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ અન્ય લોકોની તુલનામાં વધારે રહે છે. તે બ્રેસ્ટ કેન્સરના દરેક પ્રકાર અને તબક્કામાં લાગુ પડે છે.

1.3 મિલિયન મહિલાઓ પર સંશોધન
આ રિસર્ચમાં 1,30,957 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાંથી 69,383 મહિલાઓના શરીરમાં ટ્યુમર ફેલાઈ ચૂક્યુ હતું અને 6,667 સ્ત્રીઓમાં ટ્યુમર ફેલાયુ નહોતું. 54,452 મહિલાઓ એવી હતી કે, જેમને બ્રેસ્ટ કેન્સર ન હતું. વૈજ્ઞાનિકોએ તમામ ઉમેદવારો પાસેથી વધુ માહિતી લેવા માટે યુકે બાયોબેંકનો ટેકો લીધો હતો. આનાથી તેમની શારીરિક પ્રવૃત્તિ અને બેસવાના સમયગાળા વિશેનો ડેટા એકત્રિત કરવામાં આવ્યો.

આ પછી સંશોધકોએ મેનોપોઝની ઉંમર (માસિક સ્રાવનો તબક્કો), બ્રેસ્ટ કેન્સરનો પ્રકાર, કેન્સરનો તબક્કો અને કેન્સરના ગ્રેડની તપાસ કરી.

54,452 મહિલાઓ એવી હતી કે, જેમને બ્રેસ્ટ કેન્સર ન હતું.
54,452 મહિલાઓ એવી હતી કે, જેમને બ્રેસ્ટ કેન્સર ન હતું.

પરિણામો શું કહે છે?
એક અભ્યાસ મુજબ જે લોકોમાં શારીરિક પ્રવૃત્તિ આનુવંશિક હોય છે, તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ 41 ટકા ઓછું હોય છે. તેને તેના મેનોપોઝ, કેન્સર સ્ટેજ અને ગ્રેડ સાથે કોઈ લેવાદેવા નથી. વળી, આનુવંશિક રીતે જે લોકોમાં અઠવાડિયામાં 3-4 દિવસ સખત કસરત કરવાની વૃત્તિ હોય છે, તેમને બ્રેસ્ટ કેન્સરનું જોખમ 38 ટકા ઓછું હોય છે.

આ સાથે જ જે લોકોને લાંબા સમય સુધી બેસવાની આનુવંશિક વૃત્તિ હોય છે તેમને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનું જોખમ 104 ટકા વધારે હોય છે. આ સૌથી ખતરનાક અને દુર્લભ પ્રકારનું બ્રેસ્ટ કેન્સર છે, જે શરીરમાં ઝડપથી ફેલાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ટ્યુમરની જાણ થાય તે પહેલાં જ તે આખા શરીરમાં ફેલાઈ ગયુ હોય છે અને તેની સારવાર ખૂબ જ મુશ્કેલ છે.

જે લોકોને લાંબા સમય સુધી બેસવાની આનુવંશિક વૃત્તિ હોય છે, તેમને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનું જોખમ 104 ટકા વધારે હોય છે
જે લોકોને લાંબા સમય સુધી બેસવાની આનુવંશિક વૃત્તિ હોય છે, તેમને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરનું જોખમ 104 ટકા વધારે હોય છે

આ પહેલા પણ અભ્યાસ થઈ ચૂક્યા છે
આ પહેલા વર્ષ 2019માં મેટા-એનાલિસિસમાં સામે આવ્યું હતું કે, જો બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ નિયમિત રીતે કસરત કરે છે તો તેમને આ બીમારીથી મૃત્યુનું જોખમ અન્ય લોકોની તુલનામાં 40 ટકા ઓછું હોય છે. આવું જ કંઈક પ્રોસ્ટેટ કેન્સર અને કોલોરેક્ટલ કેન્સરના કિસ્સામાં પણ થાય છે.