તણાવ અને એકલાપણુ એ પેનિક અટેકનું સૌથી મોટુ કારણ છે. મનનો ભય કે હૃદયની વાત શેર ન કરો તો તે એક માનસિક બીમારીમાં પરિણમે છે. આ પ્રકારનાં કેસ હાલ ખૂબ જ વધી રહ્યા છે. 24 વર્ષની ઉંમર સુધીમાં પેનિક અટેકનું જોખમ સૌથી વધારે અને મહિલાઓની તુલનામાં બમણું હોય છે.
પેનિક અટેક સાથે સંબંધિત આપણે અગાઉ પણ કરી હતી, જેના પર યૂઝર્સે અવનવા પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નોમાંથી અમુક મહત્વનાં પ્રશ્નોની યાદી બનાવીને તેનાં જવાબ દિલ્હીનાં માઈન્ડ ક્લિનિકનાં કન્સલટન્ટ સાયકાઈટ્રિસ્ટ અને કો-ડાયરેક્ટર ડૉ. પરમજિતસિંહને પૂછ્યા ને જાણ્યું કે, આ સમસ્યા કેટલી ગંભીર છે? ચાલો જાણીએ આ પ્રશ્નો અને તેના જવાબો વિશે.
પ્રશ્ન- પેનિક અટેક કેમ આવે છે?
જવાબ- પેનિક અટેક શારીરિક, માનસિક અને સામાજિક કારણોની મિક્સ અસરોથી ઉત્પન્ન થાય છે. શારીરિક કારણો જેમ કે, થાઇરોઇડ કે અન્ય ગ્રંથિઓમાં કેમિકલનો અભાવ, શરીરમાં લોહી કે હિમોગ્લોબિનનો અભાવ, મગજમાં સેરોટોનિન નામનાં હોર્મોનનો અભાવ, માનસિક તાણ, ચિંતાજનક સ્થિતિ, વ્યક્તિત્વમાં ચિંતાનો સ્વભાવ વગેરે જેવા શારીરિક કારણો મુખ્ય છે. આ સાથે જ દારૂ, ગાંજો વગેરે જેવા અમુક નશા પણ પેનિક અટેક જેવી સ્થિતિ ઊભી કરે છે. આ કારણોથી મગજ પર તાણ આવે છે અને અમેગ્ડાલા નામના મગજના ભાગમાં રસાયણોનાં ફેરફારને કારણે પેનિક અટેક આવે છે.
પ્રશ્ન- પેનિક અટેકનું જોખમ યુવાઓને વધુ પડતું કેમ હોય છે?
જવાબ- પેનિક અટેક શરુ થવાની અંદાજિત ઉંમર 24 વર્ષ છે. તે યુવા લોકોમાં વધુ પડતું જોવા મળી રહ્યું છે. તેની પાછળનું કારણ યુવાઓમાં વિષમ પરિસ્થિતિ અને તણાવનો સામનો ન કરી શકવાની ક્ષમતા પણ હોઈ શકે. નશો અને ખરાબ જીવનશૈલી પણ તેનું જોખમ વધારી શકે છે.
પ્રશ્ન- માનસિક અસ્થિરતા ખૂબ જ વધુ છે, બિનજરૂરી વિચારોની શ્રેણી ચાલી રહી છે, વર્તમાનમાં નથી રહી શકતા, આ સ્થિતિને શું કહેવાય?
જવાબ- આ લક્ષણો ન્યુરોસિસ ગ્રુપની બીમારીઓનો સંકેત છે. ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાઈટી, ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસોર્ડર પણ આ પ્રકારની જ બીમારીઓ છે કે, જેમાં આ પ્રકારનાં લક્ષણો દેખાય છે. તે વધુ પડતાં તણાવની સ્થિતિમાં પણ જોવા મળી શકે.
પ્રશ્ન- કોઈ વિચાર લાંબા સમય સુધી દબાવી રાખવાના કારણે પણ શું પેનિક અટેકનું જોખમ વધી શકે?
જવાબ- હા, c. તેનાથી બચવા માટે સામાજિક પ્રવૃતિઓ વધારો. પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહો. કોઈપણ વાત મનમાં ન રાખો. પરિવારજનો સાથે વાત કરો. એકલતાથી બચવા માટે ડાયરી પણ લખી શકાય. તમારા શોખને સમય આપવાનો પ્રયત્ન કરો. શારીરિક તંદુરસ્તીનું પણ ધ્યાન રાખો.
પ્રશ્ન- શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં બળતરા થવી, ગૂંગળામણ થવી, એકાએક પરસેવો વળી જવો શું તેનાથી પેનિક અટેક આવી શકે?
જવાબ- હા, આ બધા જ લક્ષણો પેનિક અટેકમાં જોવા મળી શકે. આ સિવાય એકાએક ગભરામણ થવી અને હિંમત છોડી દેવી પણ આ બીમારીનાં લક્ષણોમાં સામેલ છે. આવું થવા પર ડૉક્ટરનો સંપર્ક સાધો.
પ્રશ્ન- શું પેનિક અટેક જીવલેણ હોઈ શકે?
જવાબ- ના, પેનિક અટેક જીવલેણ હોતો નથી. આવું થવા પર હિમ્મત રાખો અને તુરંત ઈલાજ કરાવો.
પ્રશ્ન- શું પેનિક એટેકનાં પણ હુમલા આવે છે?
જવાબ- સામાન્ય ભાષામાં લોકો પેનિક એટેકને ‘ગભરામણનો હુમલો’ પણ કહે છે પરંતુ, તે મિર્ગીનાં હુમલાથી અલગ ચિંતાનાં કારણે આવેલ હુમલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.