આજકાલ સરગવાનો ઉપયોગ એક સુપરફૂડ તરીકે કરવામાં આવી રહ્યો છે. આનો પાઉડર એટલે કે તેની ટેબ્લેટ્સ ઘણી પોપ્યુલર છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો, ફળો અને અન્ય ઘણા ભાગોનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. સરગવો 300થી વધુ રોગોની દવા છે. સરગવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે. ડો. અમિત સેન સરગવાના અઢળક ગુણ વિશે જણાવી રહ્યા છે
સરગવાના ફૂલથી યૌનક્ષમતામાં વધારો થાય છે
સરગવાના ફૂલમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટિહેલ્મિન્ટિક ગુણધર્મો જેવા કે કીટનાશક, હેપેટોપ્રોટેક્ટિવ (લિવરનું રક્ષણ) અને એન્ટિબાયોટિક્સ ગુણ હોય છે. આ ઉપરાંત તેમાં એવા ગુણ પણ હોય છે જે સોજા સમસ્યાને દૂર કરે છે અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સાથે જ યૌન ક્ષમતામાં સુધારો કરે છે અને માંસપેશીઓની સમસ્યા સામે રક્ષણ આપે છે.
અનેક પોષક તત્ત્વોનો ખજાનો
કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
ત્વચાની કરચલીઓ દૂર કરે
સરગવો અથવા તેના પાંદડાઓને ડાયટમાં પણ સમાવેશ કરી શકો છો. સરગવા ખાવાથી તમારા ચહેરા પર વૃદ્ધત્વની અસરોને ઓછી કરી શકાય છે. આ સાથે જ તેના બીજ નાની ઉંમરમાં જ ત્વચા પર વૃદ્ધત્વની અસરને ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
પેટના દુખાવા અને અલ્સરમાં ફાયદાકારક
સરગવા અને સરગવાના પાન અનેક પેટની સમસ્યા અને અલ્સરથી બચાવી શકે છે. સરગવામાં એન્ટી-અલ્સર ગુણ હોય છે, જેના કારણે તે ખાવાથી અલ્સરના જોખમ સામે રક્ષણ આપી શકે છે. આ સાથે જ લિવરની અનેક સમસ્યાઓમાં પણ રાહત મળી શકે છે. સરગવો જ નહીં પરંતુ છાલ પણ પેટ માટે ઉપયોગી છે, તે પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
સરગવાના ફૂલથી સોજા ઓછા થાય
સરગવાના ફૂલનો ઉપયોગ લાભકારી સાબિત થઇ શકે છે. સરગવાના ફૂલમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે. તે ઓક્સિડેટીવ તણાવના જોખમને ઘટાડીને ત્વચાને સ્વસ્થ રાખી શકે છે. જો કે, અત્યારે આ વિષયમાં સીધા સંશોધનની જરૂર છે.
સરગવાનાં ફૂલના છે ફાયદા
સરગવાનાં પાન પણ ફાયદાકારક
એવું નથી કે સરગવાથી ફાયદો જ થાય છે, નુકસાન પણ થાય છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.