80% ગંભીર બીમારીઓ માટે સ્ટ્રેસ જવાબદાર:રિફ્લેક્સોલોજી થેરાપીથી તુરંત તણાવ દૂર કરો, સંધિવા અને પ્રસૂતિના દુખાવાને ઘટાડવામાં પણ અસરકારક

20 દિવસ પહેલાલેખક: દિક્ષા પ્રિયાદર્શી
 • કૉપી લિંક

પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં આવનારી સમસ્યાઓના કારણે સ્ટ્રેસ, ગુસ્સો અને એન્ઝાઈટી જીવનનો ભાગ બની ગયા છે. એનસીબીઆઈમાં છપાયેલી રિપોર્ટ મુજબ કોઈપણ બીમારી ગંભીર થાય તેનું કારણ સ્ટ્રેસ છે. કોઈપણ બીમારીના વિકાસમાં 80 ટકા સ્ટ્રેસ જવાબદાર હોય છે. ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. પ્રિયમ્બદા પાઠકની જો વાત માનીએ તો સ્ટ્રેસ ઘટાડવા માટે રિફ્લેક્સોલોજી થેરાપી બેસ્ટ છે.

તમે રિફ્લેક્સોલોજી થેરાપીને એક્યુપ્રેશર સમજી રહ્યા હશો પણ એક્યુપ્રેશર અને રિફ્લેક્સોલોજી બંને અલગ-અલગ થેરાપી છે. એક્યુપ્રેશરમાં આખા શરીરના મહત્વના પોઈન્ટ્સ પર પ્રેશર આપવામાં આવે છે જ્યારે રિફ્લેક્સોલોજીમાં હાથ, પગ અને કાનના રિફ્લેક્સ પોઈન્ટ્સ પર મસાજ કરવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આ જગ્યાઓ પર અમુક એવા પોઈન્ટ્સ હોય છે કે, જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કરતી નસો સાથે જોડાયેલ હોય છે. આ થેરાપીનો ઉપયોગ સૌથી પહેલા પ્રાચીન ઇજિપ્તના દર્દીઓના ઈલાજના સમય દરમિયાન કરવામાં આવતો હતો. મોર્ડન રિફ્લેક્સોલોજીને સૌથી પહેલા 20મી સદીની શરુઆતમાં ડૉ. વિલિયમ ફિટ્ઝગેરાલ્ડ અને ડૉ. શેલ્બી રિલે દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હતી.

ઘણા એક્સપર્ટનું એવું માનવું છે કે, રિફ્લેક્સોલોજી એક એવી થેરાપી છે કે, જે સ્ટ્રેસ ઓછો કરવામાં કારગર સાબિત થાય છે. હાલ અમેરિકાના એક સંશોધનકર્તાએ રિફ્લેક્સોલોજી થેરાપીના સાઈકોલોજીકલ બેનેફિટ્સ પર થયેલ 17 સ્ટડીનો અભ્યાસ કરીને તેનો રિવ્યુ કર્યો છે. તેમાં એ વાત સામે આવી છે કે, લોકોના માનસિક સ્વાસ્થ્યના ઉપચારમાં આ થેરાપી કારગર સાબિત થશે. આ થેરાપીથી લોકોને સામાન્ય સ્થિતિમાં લાવવામાં મદદ મળી રહેશે.

જાણો રિફ્લેક્સોલોજી થેરાપી કેવી રીતે કામ કરે છે?
રિફ્લેક્સોલોજી એસોશિએશન ઓફ અમેરિકા મુજબ આ થેરાપીમાં હાથ અને પગની માલિશ કરવામાં આવે છે. આ દરમિયાન એક્યુપ્રેશર પોઈન્ટ દબાય છે, જેના કારણે મગજના દુખાવામાં ઘટાડો થાય છે અને શાંતિ મળે છે. તેના કારણે શરીરનો સ્ટ્રેસ દૂર થાય છે અને શરીરને ભરપૂર એનર્જી મળે છે. જો કે, આ થેરાપી કેટલી ઉપયોગી સાબિત થશે, તે આપણી લાઈફસ્ટાઈલ અને ડાયટ પર આધાર રાખે છે. આ થેરાપી તમે તમારા અનુકૂળ સમયે સવારે અને સાંજે આ થેરાપી લઈ શકો છો. આખા દિવસના કામકાજ પછી સાંજના સમયે આ થેરાપી અજમાવવાથી આખા દિવસનો થાક દૂર થઈ જાય છે.

જો તમને ઊંઘ ન આવતી હોય તો રિફ્લેક્સોલોજી થેરાપી લો, તેનાથી તમને સારી ઊંઘ આવશે.
જો તમને ઊંઘ ન આવતી હોય તો રિફ્લેક્સોલોજી થેરાપી લો, તેનાથી તમને સારી ઊંઘ આવશે.

રિફ્લેક્સોલોજી થેરાપીથી થતા ફાયદા

 • રિફ્લેક્સોલોજી થેરાપીથી ડિલિવરી દરમિયાન થતા દુખાવામાં ઘટાડો થાય છે.
 • હાર્ટ સર્જરી બાદ તે તણાવને દૂર રાખવામાં મદદ કરે છે.
 • આર્થરાઈટિસના દુખાવાને દૂર કરવા માટે પણ રિફ્લેક્સોથેરાપી અસરકારક છે.
 • આ થેરાપી કેન્સર દરમિયાન થનારા માનસિક તણાવ અને શારીરિક દુખાવા સામે રાહત આપે છે.
 • જો આ થેરાપી સાંજે લેવામાં આવે તો આખા દિવસનો થાક ઉતરી જાય છે.
 • આ થેરાપી કમરદર્દ, કબજિયાત અને સાઈનસની સમસ્યામાં રાહત આપે છે.
જેમને કામમાં એકાગ્રતામાં તકલીફ હોય તેમના માટે પણ આ ટેક્નિક ખૂબ જ ફાયદાકારક છે.
જેમને કામમાં એકાગ્રતામાં તકલીફ હોય તેમના માટે પણ આ ટેક્નિક ખૂબ જ ફાયદાકારક છે.

ઓઈલથી આ રીતે મસાજ કરો
રિફ્લેક્સોલોજીને ‘ઝોન થેરાપી’ પણ કહે છે. તેમાં હાથ-પગ અને કાનની મસાજ કરીને તથા પ્રેશર પોઈન્ટ્સ દબાવીને શરીરને આરામ આપવામાં આવે છે. ચાલો જાણીએ મસાજ કરાવાની રીત

 • તમારા શરીરને રિલેક્સ કરવા માટે તમે સૌથી પહેલા એસેન્શિયલ ઓઈલને હળવું ગરમ કરી લો અને પછી હાથ-પગની માલિશ કરી લો.
 • પગના અંગૂઠા અને આંગળીઓની મસાજ કરો અને હળવા હાથે ઉપરની તરફ ખેંચો. તેનાથી ડોક, માથુ અને કાનના ભાગની આસપાસનો તણાવ દૂર થાય છે.
 • હાથની આંગળીઓને પગના તળિયે અડાડીને એક (ફૂટ બોલ) 8 બનાવો. તે તમારા હૃદય અને ફેફસાંને સ્વસ્થ રાખશે.
 • પાચન મજબૂત બનાવવા માટે આંગળીઓથી પગની વચ્ચે S બનાવો. તેનાથી ધીમે-ધીમે તમારુ પાચન મજબૂત બનશે.
 • પગને રિલેક્સ કરવા માટે બંને હાથોથી પગને પકડો અને હથેળીથી પગના નીચેના ભાગની મસાજ કરો.
 • સ્પાઈનમાં દુખાવો હોય તો હાથના અંગૂઠાથી પગના પંજાની નીચેની તરફ અંગૂઠાથી લઈને એડી સુધી મસાજ કરો. દુખાવામાં રાહત મળશે.
 • સર્વાઈકલના દુખાવામાં રાહત મેળવવા માટે પગની મોટી આંગળીના પોઈન્ટને દબાવો. તેનું કનેક્શન ગળા સાથે હોય છે એટલે આ પોઈન્ટ દબાવવાથી તુરંત રાહત મળે છે.
 • લિવરની કોઈ સમસ્યા છે તો પગના પંજાની ઉપરની તરફના અંગૂઠા અને તેની બાજુની આંગળીના વચ્ચેના ભાગને દબાવો, આરામ મળશે.