કોરોના રી-ઇન્ફેક્શનનું વધતું જોખમ:મુંબઈમાં 4 હેલ્થવર્કર્સને 19થી 65 દિવસમાં ફરીથી સંક્રમણ થયું, પ્રથમવાર માઈલ્ડ લક્ષણો હતા, પરંતુ રિકવરી પછી એન્ટિબોડીઝ ના બન્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં 4 હેલ્થ વર્કર્સમાં કોરોના રી-ઇન્ફેક્શનનો કેસ આવ્યો છે. પ્રથમવાર સંક્રમણમાંથી સાજા થયા પછીના 19થી 65 દિવસ પછી તેઓ કોરોના સંક્રમિત થયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે તેમનામાં પ્રથમ સંક્રમણ પછી પણ એન્ટિબોડીઝ ના બન્યા. ચાર કેસમાં કોરોનાના જીનોમના રિપોર્ટમાં ખબર પડી કે, આ વાઈરસ 39 વખત મ્યુટેટ થયો એટલે કે વાઈરસે પોતાનામાં ફેરફાર કર્યા.

આ આખો કેસ સ્ટડી લેન્સેટ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો છે. ચાર કેસમાં મળેલા કોરોનાનું જીનોમ સિક્વન્સિંગ દિલ્હીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજીએ કર્યું છે. તપાસ કરનારી ટીમમાં સામેલ ડૉ. રાજેશ પાંડેએ કહ્યું કે, વાઈરસે પોતાને વહેંચ્યો છે. તે એવી રીતે ઘણીવાર મ્યુટેટ થયો છે, જેમ એક જ વૃક્ષમાંથી કૂપણો ફૂટતી હોય.

રી-ઇન્ફેક્શનની વાત ક્યારે ખબર પડી?
જ્યારે કોરોના સામે લડ્યા પછી દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવે છે. તેના થોડા સમય પછી ફરીથી સંક્રમણ થાય છે તેને રી-ઇન્ફેક્શન કહેવાય છે. કોરોનાનો રી-ઇન્ફેક્શન કેસ સૌથી પહેલા હોન્ગકોન્ગના 33 વર્ષીય IT પ્રોફેશનલમાં દેખાયો હતો.

ભારતમાં રી-ઇન્ફેક્શનનો પ્રથમ કેસ બેંગલુરુમાં આવ્યો હતો. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયાંમાં 27 વર્ષીય મહિલાને ફરીથી કોરોના સંક્રમિત થવાની ખબર પડી હતી.

દેશમાં રી-ઇન્ફેક્શનનું સૌથી મોટું ગ્રુપ
રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, મુંબઈમાં ચાર હેલ્થ વર્કર્સનો એક સમૂહ અત્યાર સુધીનું રી-ઇન્ફેક્શનનું સૌથી મોટું ગ્રુપ છે. તેમાં નાયર હોસ્પિટલના 3 ડોક્ટર અને હિંદુજા હોસ્પિટલનો એક હેલ્થ કેર વર્કર સામેલ છે.

આ ચારને પ્રથમવાર કોરોનાને ચેપ લાગ્યો ત્યારે 2-5 દિવસ પછી માઈલ્ડ લક્ષણ દેખાયા હતા, જેમ કે, ગળું સૂકાવું અને ઉધરસ. જ્યારે ફરીથી સંક્રમિત થયા ત્યારના લક્ષણ ચિંતામાં મૂકનારા હતા. તેમાં 2-3 અઠવાડિયાં સુધી તાવ, માથા અને માંસપેશીઓમાં દુખાવા જેવા લક્ષણ દેખાયા. તેમાં એક દર્દીની સ્થિતિ એટલી ખરાબ જતી કે તેને પ્લાઝ્મા થેરપી આપવી પડી.

બે દર્દીમાં કોરોનાના જોખમી સ્ટ્રેન
ડૉ. રાજેશ પાંડેના જણાવ્યા પ્રમાણે, 4માંથી 2 દર્દીમાં કોરોનાનો D614G મળ્યા છે, આ જોખમી અને દર્દી માટે ગંભીર માનવામાં આવે છે. જો કોરોનાનું મ્યુટેશન ઝડપથી થાય છે તો બની શકે કે વેક્સીન અસરકારક ન બને.

માઈલ્ડ લક્ષણવાળા દર્દીમાં એન્ટિબોડીઝ ના બન્યા
નાયર હોસ્પિટલના માઈક્રોબાયોલોજિસ્ટ ડૉ. જયંતી શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ચારેય દર્દીમાં પ્રથમ સંક્રમણ પછી એન્ટિબોડીઝ બન્યા જ નથી, માઈલ્ડ લક્ષણવાળા દર્દીઓમાં જરૂરી નથી કે એન્ટિબોડીઝ બને.

વધુમાં તેમણે કહ્યું કે, જીનોમ સિક્વન્સિંગ માટે પ્રથમ અને બીજા સંક્રમણના RNAની જરૂર હોય છે, તેને સ્ટોર કરવા સૌથી મોટું ચેલેન્જ છે. ઘણી હોસ્પિટલમાં આ સ્ટોર કરવા માટે સારી સુવિધા હોતી નથી. ડૉ. જયંતીએ આ દર્દીઓના RNA ડેટા સ્ટોર કરાવ્યો છે, જેથી આગળ રિસર્ચમાં કામમાં લાગે. રિપોર્ટ પ્રમાણે, પ્રથમવાર સંક્રમણ થયા પછી પણ RNAને સાચવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...