ભોજનથી ઘટશે વજન:ડાયટિંગ કર્યા વગર જ મેદસ્વિતા ઓછી કરો, રૂટિનમાં આ 5 પ્રકારનો લોટ સામેલ કરો અને બેસ્ટ રિઝલ્ટ મેળવો

શ્વેતા કુમારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બદામનો લોટ વજન ઘટાડવા અને એનર્જેટિક રહેવા માટેનો બેસ્ટ ઓપ્શન છે

વજન ઓછું કરવા અને પોતાને ફિટ રાખવા માટે આપણે શું નથી કરતા? ભોજન પર કંટ્રોલથી લઈને વર્કઆઉટ સુધી, આપણને ફિટ અને હેલ્ધી રાખતી દરેક વસ્તુઓ આપણે ટ્રાય કરીએ છીએ. ડાયટિશિયન ડૉ. ખુશ્બુ શર્મા આજે હેલ્ધી લાઈફ સાથે જડોયાયેલી અમુક ટિપ્સ જણાવી રહ્યા છે. આ ટિપ્સમાં ભોજન ઓછું કરવાનું નથી જણાવ્યું પણ અમુક સ્પેશિયલ લોટમાંથી બનેલી રોટલી ખાવાનું કહ્યું છે.

બદામનો લોટ: બદામનો લોટ વજન ઘટાડવા અને એનર્જેટિક રહેવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. વિટામિન એ, મેગ્નેશિયમ, ફાઈબરથી ભરપૂર આ લોટ સોડિયમ ફ્રી હોય છે. આ લોટ ખાવાથી શરીરમાં સુગર વધતી નથી.

ઓટ્સનો લોટ: ઓટ્સની રોટલી ફાઈબર, આયર્ન અને ઓમેગા 6 ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ રોટલી ખાવાથી પાચન સારું થાય છે. વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આ રોટલી ઘઉંની રોટલીની જગ્યાએ ખાઈ શકાય છે. તેનાથી જલ્દી વજન ઘટે છે.

તકમરિયાનો લોટ: તકમરિયાને દળીને બનાવેલા લોટમાં ઝિંક, ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઓમેગા હોય છે. આ પોષકતત્વો શરીરની દરેક જરૂરિયાત પૂરી કરે છે. એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર આ લોટની રોટલીઓ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ગુણકારી છે. વજન ઘટાડવાની સાથે વાળ અને સ્કિન માટે પણ આ લોટ બેસ્ટ છે.

રાજગરાનો લોટ: આ લોટમાં લો ફેટ અને સોડિયમ હોય છે. તે વજન વધવા દેતું નથી. તેમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે અને આ લોટની રોટલી સરળતાથી ડાયજેસ્ટ થઈ જાય છે. વિટામિન કે અને સીથી ભરપૂર આ રોટલી ફિટ રહેવા માટે એક સારો ઓપ્શન છે.

સોયાબીનનો લોટ: મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ભરપૂર આ લોટ પણ અન્ય લોટની જેમ રોટલીનું વજન ઘટાડવા માટે સારો ઓપ્શન છે. આ લોટમાં ભરપૂર પ્રોટીન, ફાઈબર, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન બી6 હોય છે. વજન ઓછું કરવા માટે આ લોટની રોટલી ખાવી જોઈએ.

ડૉ. ખુશ્બુ શર્માએ જણાવ્યું કે, આ દરેક લોટની ખાસિયત છે કે, તેમને કોઈ પણ વધારાની મહેનત વગર સરળતાથી બાંધી શકાય છે. આ લોટમાં અન્ય કોઈ લોટ મિક્સ કરવાની જરૂર પણ નથી. સારું રિઝલ્ટ મેળવવા માટે કોઈ પણ એક પ્રકારના લોટ પર નિર્ભર ના રહો, પણ ઉપર જણાવેલા દરેક લોટનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ. જો તમને ગ્લુટેનથી એલર્જી છે કે પછી મેડિકલ હિસ્ટ્રીને લઈને કોઈ કન્ફ્યુઝન હોય તો ડાયટ શરૂ કર્યા પહેલાં ડાયટિશિયનની સલાહ લેવી જોઈએ.