હેલ્થ ટિપ્સ:લાલ-લીલું મરચું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, પરંતુ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો નુકસાનની શક્યતા

16 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

દરેક લોકોનો ખાવાનો સ્વાદ અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે ભારતીયો તીખું ખાવાનું પસંદ કરે છે. ખાવા-પીવામાં મરચાંનું પોતાનું અલગ જ સ્થાન છે. ઘણા લોકો રોજ લીલા મરચાં ખાતા હોય છે. પરંતુ સ્વાદની પ્રક્રિયામાં વધુ પડતું મરચું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આવો જાણીએ આયુર્વેદાચાર્ય ડો.સિદ્ધાર્થ સિંહ પાસેથી મરચાં ખાવાથી થતા ફાયદા અને ગેરફાયદા વિશે.

લીલાં મરચાં ખાવાના છે અઢળક ફાયદા
મરચાં ખોરાકનો સ્વાદ વધારવાનું કામ કરે છે. લીલા મરચાંમાંથી વિટામિન એ, બી6, સી, આયર્ન, કોપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત અનેક પોષક તત્ત્વો હોય છે. જેની લીલા મરચાં ખાવાથી સ્વાસ્થ્યમાં અનેક પ્રકારના ફેરફાર થાય છે. આવો જાણીએ ફાયદા.

વજન ઓછું કરે
જો તમે વજન ઓછું કરવા ઇચ્છતા હો તો, લીલા મરચાંને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. આ પાછળનું કારણ એ છે કે, મરચાંમાં કેલરી હોતી નથી અને તે ખાવાથી શરીરને પોષક તત્ત્વો મળે છે.

આંખ માટે પણ ફાયદાકારક
મરચાંમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન એની ઉણપને કારણે આંખોની રોશની ઘણી વખત નબળી પડી જાય છે, તેથી લીલા મરચાં અચૂક ખાવા જોઈએ.

કેન્સરને દૂર રાખે
મરચાંથી કેન્સરને ઘી હદ સુધી દૂર રાખી શકાય છે. મરચાંમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે શરીરની આંતરિક સફાઇની સાથે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવીને કેન્સરનું જોખમ ઘટાડે છે.

મૂડ બુસ્ટર
લીલું મરચાંમ મગજમાં એન્ડોર્ફિનનો સંચાર કરે કરે છે, જેનાથી મૂડ ખૂબ જ ખુશ રહે છે છે અને ગુસ્સો તો બિલકુલ દૂર જ થઇ જાય છે.

સ્કિન કેર
વિટામિન-ઇથી ભરપૂર લીલા મરચાં ત્વચા માટે ફાયદાકારક છે. જેનાથી ચહેરોમાં ચમક આવે અને ત્વચા હંમેશા ખુબસુરત દેખાય છે.

મરચાં ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો એક પ્રમાણથી વધારે ખાવામાં આવે તો નુકસાનકારક સાબિત થઇ શકે છે. જેનાથી શરીર પર ખરાબ અસર પડે છે.

લીલા મરચાંથી થતા નુકસાન

  • લીલા મરચાં વધારે ખવામાં આવે તો પેટની ગરમી વધારે છે. તેમાં કેપ્સાસીન હોય છે, જેનાથી પેટની બીમારીઓ વધે છે.
  • લીલા મરચાંમાં ફાઈબર વધારે હોય છે, જેના કારણે ઝાડા થઈ શકે છે.
  • લીલા મરચાંમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટથી અલ્સરનું જોખમ વધી જાય છે.
  • વધારે લીલા મરચાં ખાવામાં આવે તો બ્લડ શુગરની સમસ્યા થઇ શકે છે.
  • લીલા મરચાં વધારે ખાવામાં આવે તો સ્કિનની સમસ્યા પણ થઇ શકે છે.

લાલ મરચાંના ફાયદા

  • લાલ મરચાં ખોરાકનો સ્વાદ અને તીખાશ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ભોજનને સ્વાદિષ્ટ બનાવતી આ તીખું લાલ મરચું કોઈ દવાથી ઓછું નથી. આવો જાણીએ તેના ફાયદા વિશે.
  • લાલ મરચાંમાં એન્ટીઓબેસિટી ગુણ હોય છે જે વજન પચું કરવામાં મદદ કરે છે, તેથી વજન ઓછું કરવા ઇચ્છતા હો તો ડાયટમાં લાલ મરચાંને સામેલ કરો.
  • જે લોકોને પાચનની સમસ્યા હોય તે લોકો માટે લાલ મરચાં ફાયદાકારક છે, લાલ મરચાંના સેવનથી પેટની ગરબડ, ગેસ, ડાયેરિયા જેવી સમસ્યાઓને ઓછી કરવામાં મદદરૂપ થાય છે
  • હાઈ બીપીના દર્દીઓએ ડાયટમાં લાલ મરચાંને અચૂક સામેલ કરવા જોઈએ.
  • હૃદયને સ્વસ્થ રાખવા માટે લાલ મરચું ખાવું જરૂરી છે.

સ્કિન અને વાળ માટે લાલ મરચાંથી થતા ફાયદા
ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે લાલ મરચું પણ ફાયદાકારક છે. આ સિવાય લાલ મરચાં ત્વચામાં બ્લડ ફ્લોમાં પણ વધારો કરે છે, જેનાથી ત્વચામાં ચમક આવે છે. તે કરચલીઓ, ખીલ અને ડાઘને હળવા કરવામાં પણ ફાયદાકારક હોઈ શકે છે. વાળને મજબૂત કરવાની સાથે સાથે લાલ મરચું વાળનો ગ્રોથ વધારવામાં પણ ઉપયોગી સાબિત થઇ શકે છે.

લાલ મરચાંથી થતા નુકસાન

  • પેટમાં ગરબડ અને બળતરા થઈ શકે છે
  • એલર્જીક સમસ્યાઓનું કારણ બની શકે છે
  • ગેસ્ટ્રિક સમસ્યાઓ અને અલ્સરને જટિલ બનાવી શકે છે
  • શ્વસન સંબંધી સમસ્યાઓ અને ખરજવું થવાનું જોખમ વધી જાય છે

સફેદ મરી
સફેદ મરીમાં પુષ્કળ માત્રામાં હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે જે અપચો, ગેસ, એસિડિટી અને પેટમાં ચેપ જેવી સમસ્યાઓ દૂર કરે છે. રોજ સફેદ મરીનું સેવન કરવાથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે, જેનાથી બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખ ઓછું થાય છે. સફેદ મરીનો ઉપયોગ હળવા રંગની વાનગીઓ જેવી કે સૂપ, સલાડ, થંડાઇમાં કરવામાં આવે છે.

શરદી-ખાંસી હોય તો મધમાં થોડી સફેદ મરી મિક્સ કરીને ઝડપથી ખાઈ લો. એન્ટિબાયોટિક ગુણોથી ભરપૂર સફેદ મરી શરીરમાં ગરમી પેદા કરીને શિયાળામાં સમસ્યાઓથી છુટકારો અપાવે છે. રોજ સફેદ મરીનું સેવન કરવાથી કેન્સરના જોખમ સામે રક્ષણ મળે છે.

કાળા મરીના ફાયદા
કાળા મરીમાં ઔષધીય ગુણો ભરપૂર પ્રમાણમાં હોય છે. આયુર્વેદિક અને યુનાની દવામાં કાળા મરીનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં કરવામાં આવે છે. કાળા મરીમાં આલ્કલોઇડ્સ હોય છે.

ડિસ્ક્લેમર :
આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.