ઉનાળાની બળબળતી ગરમીમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જેમાં સનબર્ન, ખીલ જેવી સમસ્યા તો સામાન્ય થઇ જાય છે. તો ગરમીના કારણે ઘણી મહિલાઓ ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યાથી પરેશાન હોય છે. આ પાછળનું મુખ્ય કારણ ધૂળ-માટી પસીનો, હોર્મોન્સમાં બદલાવ છે. ત્યારે સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. અનુરાગ આર્યાએ જણાવ્યું હતું કે, ચહેરા પર સેબેસીયસ ગ્રંથિઓ હોય છે. જેના કારણે ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા રહે છે. આ સિવાય કેટલીક મહિલાઓને પીઠ અને હાથ પર ખીલ અને ફોલ્લીઓ પણ થાય છે, જેનું મુખ્ય કારણ સીબુમ અને ઓઈલ ગ્રંથીઓમાંથી નીકળતું કુદરતી તેલ છે. ડેન્ડ્રફ અને ફિટ કપડા પહેરવાથી પણ આ સમસ્યાઓ થાય છે.
ફક્ત ઉનાળામાં જ પીઠ અને હાથ પર કેમ થાય છે ફોલ્લીઓ ?
કેટલીક મહિલાઓને ઉનાળાની ઋતુમાં જ પીઠ અને હાથ પર ફોલ્લીઓ થાય છે, જેને તબીબી ભાષામાં મિલિયા કહેવામાં આવે છે. ઘણી મહિલાઓને ઉનાળામાં વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે ત્વચાના છિદ્રો ભરાઈ જાય છે. આ માટે ત્વચા નિષ્ણાતો તેમને બે વાર સ્નાન કરવું, સુતરાઉ કપડાં પહેરવાની અને કેલામાઈન લોશન લગાવવાની સલાહ આપે છે.
દવાઓના વધુ પડતા ઉપયોગથી પણ થાય છે મિલિયા
જે મહિલાઓ વધુ પડતું પ્રોટીન અને સ્ટીરોઈડ લે છે તેમને આ સમસ્યા વધુ થઈ શકે છે. કેટલાક લોકોને થોડા સમય માટે આ સમસ્યા રહે છે. જે મહિલાઓને આ સમસ્યા હોય અને તેઓ સ્પોર્ટ્સ પર્સન હોય તો તેઓ સારી બ્રાન્ડના સ્પોર્ટ્સ ડ્રેસ પહેરી શકે જેથી તેઓ પરસેવો શોષી લે. તો અન્ય મહિલાઓ જે આ સમસ્યાથી પીડિત હોય તો સુતરાઉ કપડાં પહેરી શકે છે.
જો તમને ખીલ અથવા મિલિયા હોય તો શું કરવું
જો તમે ઉનાળામાં ખીલની સમસ્યાથી પરેશાન છો તો એવા ફેસ વૉશનો ઉપયોગ કરો જેનું pH લેવલ તમારી ત્વચા જેટલું હોય, કારણ કે મોટાભાગના ફેસ વૉશ આલ્કલાઇન હોય છે. જેના કારણે ત્વચા ડ્રાય થઈ જાય છે. આ સિવાય જો તમે ખીલ, ફોલ્લી અને મિલિયાથી પરેશાન છો તો વાળમાં ઓછામાં ઓછું તેલ લગાવો. વાળનું તેલ પર તમારા ચહેરા પર અસર કરી શકે છે.
ઓયલી વસ્તુ, ફાસ્ટફૂડ અને મીઠી વસ્તુઓને કહો અલવિદા
જો તમારી ત્વચા પર ફોલ્લી હોય તો ઓયલી અને ફાસ્ટફૂડ ખાવાનું ટાળો. આ સિવાય ખીલના દર્દીએ વધુ પડતી મીઠાઈ એટલે કે હાઈપર ગ્લાઈસેમિક ફૂડનું સેવન ન કરવું જોઈએ. જો કોઈને આવી સમસ્યા હોય તો તમારે એક વખત સ્કિન સ્પેશિયાલિસ્ટની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને તમે તેને જલ્દીથી કંટ્રોલ કરી શકો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.