ફાયદા / સાઇકોલોજિકલ સ્ટ્રેસ માત્ર નુકસાનકારક જ નહીં ફાયદાકારક પણ છે, મેમરી શાર્પ થાય છે

Psychological stress is not only harmful but also beneficial, memory is sharpened

Divyabhaskar.com

Aug 13, 2019, 12:22 PM IST

હેલ્થ ડેસ્કઃ સ્ટ્રેસનું નામ સાંભળતા જ મગજમાં નકારાત્મક વિચારો આવવા લાગે છે. કારણ કે, સ્ટ્રેસને સામાન્ય રીતે નેગેટિવ જ માનવામાં આવે છે. પરંતુ આ સ્ટ્રેસ ક્યારેક શરીર માટે સારો પણ બની શકે છે. સ્ટ્રેસના બે પ્રકાર હોય છે ગુડ સ્ટ્રેસ અને બેડ સ્ટ્રેસ.
ગુડ સ્ટ્રેસ વ્યક્તિ માટે સારો માનવામાં આવે છે કારણ કે, આ શારીરિક અને માનસિક બંને રીતે વ્યક્તિના શરીરને ફાયદો પહોંચાડે છે. દાખલા તરીકે, જે રીતે વેક્સિન લગાવવા પર વ્યક્તિની એ રોગને લઇને રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે, એ જ રીતે જો યોગ્ય પ્રમાણમાં સ્ટ્રેસ હોય તો વ્યક્તિ ભવિષ્યમાં એ તણાવને નકારાત્મક બનવાથી અટકાવવામાં સફળ રહે છે. આ ઉપરાંત પણ ગુડ સ્ટ્રેસના અનેક ફાયદા છે.

ગુડ સ્ટ્રેસના ફાયદા

 • ગુડ સ્ટ્રેસના કારણે વ્યક્તિ સરળતાથી મુશ્કેલીઓનો સામનો કરી શકે છે.
 • તણાવની સ્થિતિમાં આવ્યા બાદ વ્યક્તિ ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સંભાળી લે છે.
 • વ્યક્તિને પોતાની જાતને તણાવમુક્ત રાખતા આવડી જાય છે.
 • વ્યક્તિ એ નિર્ણય કરવામાં અને મગજને સમજાવવામાં સક્ષમ થઈ જાય છે કે તેણે કઈ વાતનો સ્ટ્રેસ લેવાનો છે અને કઈ વાતનો નહીં.
 • ગુડ સ્ટ્રેસના કારણે વ્યક્તિની ડિપ્રેશનમાં આવવાની આશંકા બહુ ઓછી થઈ જાય છે.
 • આ પરિસ્થિતિમાંથી નીકળ્યા બાદ કોન્ફિડન્સ લેવલ વધી જાય છે.
 • સ્ટ્રેસ જો યોગ્ય માત્રામાં હોય તો કામનાં પરફેક્શનનું લેવલ પણ વધી જાય છે.
 • કોઈપણ પરિસ્થિતિમાં સરળતાથી ઢળી જવાય છે.
 • સ્ટ્રેસમાંથી પસાર થયા બાદ જીવનને લઇને દૃષ્ટિકોણ સકારાત્મક બની જાય છે.
 • શોર્ટ ટર્મ સ્ટ્રેસ રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
 • મગજ સ્ટ્રેસને પ્રતિક્રિયા આપે છે. તેનાથી બ્રેન સેલ્સ મલ્ટિપ્લાય થાય છે અને યાદશક્તિ સારી થાય છે. પડકારજનક સ્થિતિમાં ગુડ સ્ટ્રેસ એનર્જી પણ આપે છે.
X
Psychological stress is not only harmful but also beneficial, memory is sharpened
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી