પિરિયડ્સ જો આખું વર્ષે ન આવે તો મેનોપોઝ:47થી 49 વર્ષની ઉંમરમાં શરૂઆત, ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તો સંબંધ બાંધવામાં પણ સાવધાની જરૂરી છે

6 દિવસ પહેલા

આંતરરાષ્ટ્રીય લેખક શેરોન બ્લેકીએ ગયા વર્ષે ‘Hagitude: Reimagining the Second Half of Life’ નામનું પુસ્તક લખ્યું હતું. 'Hagitude'ની શરૂઆતમાં તેમણે લખ્યું હતું કે ' હું સમાજમાં દેખવું નહિ , મારો એવો કોઈ ઈરાદો નથી. હું છું અને હું આગળ પણ સક્રિય રહીશ. હું દરેક અસ્વસ્થ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છું.

આ અસ્વસ્થ પરિસ્થિતિઓ શું છે? તો અહીં અમે તમને જણાવી દઈએ કે શેરોનનો સંદર્ભ 'મેનોપોઝ' તરફ છે જેને આપણો સમાજ 'મેનોપોઝ' કહે છે. અથવા સામાન્ય સ્ત્રી તેને 'માસિક સ્ત્રાવ બંધ' તરીકે કહે છે, અને સમાજ માની લે છે કે પીરિયડ્સની ગેરહાજરી એટલે સ્ત્રીઓનું શરીર કામ કરતું બંધ થવું.

અંગ્રેજીમાં આવી સ્ત્રીઓને 'ઓલ્ડ હેગ' કહેવામાં આવે છે.

અંગ્રેજી શબ્દ 'ઓલ્ડ હેગ', જેનો ઉપયોગ ઘણીવાર આધેડ વયની મહિલાઓને અપમાનિત કરવા માટે થાય છે, તેને શેરોન દ્વારા બદલીને 'Hagitude' કરવામાં આવ્યો અને નવા શબ્દને જીવન આપ્યું. મતલબ કે આધેડ વયની સ્ત્રી સંપૂર્ણ ઉત્સાહ સાથે વૃદ્ધ થવાનો આનંદ માણશે. આજે એ જ મેનોપોઝ વિશે વાત કરીએ.

મેનોપોઝ સ્ત્રીનો સૌથી મોટો ડર છે: શું સ્ત્રી થંભી જાય છે?

સમાજ મહિલાઓને તમામ પ્રકારના ભયનું વાતાવરણ આપે છે. જેમાં મેનોપોઝનો ભય પણ સામેલ છે. આ ડરને દૂર કરવો ખૂબ જ જરુરી છે. કારણ કે ઉંમરનો આ એ જ તબક્કો છે જ્યારે એક મહિલા પીરિયડ્સ, તેની પીડા અને સમાજની રોક-ટોકથી આઝાદ થઈ જાય છે.

જો કે, મેનોપોઝ એ કુદરતી પ્રક્રિયા છે. દરેક સ્ત્રી એક ઉંમર પછી આ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દાદીમા સાથે પણ આવું થયું, માતા સાથે પણ થયું અને દરેક સ્ત્રી આ અસ્વસ્થ પરિસ્થિતિમાંથી પસાર થશે.

પણ શું સ્ત્રી ખરેખર અટકી જાય છે? આપણો સમાજ વધતી ઉંમરને પણ પસંદ કરે છે અને તેનાથી ડરનો અનુભવ પણ કરે છે. પરંતુ શું સ્ત્રીને પણ ઉંમરનો ડર લાગે છે?

આગળ વધતા પહેલા, ગ્રાફિક્સ દ્વારા મેનોપોઝના લક્ષણો જાણીએ:

હોર્મોન્સનું ઉત્પાદન સ્ત્રીઓને ચિડચીડુ બનાવે છે

સિનીયર મનોવૈજ્ઞાનિક ડૉ.અવની તિવારીના જણાવ્યા અનુસાર, વધતી ઉંમરને આપણો સમાજ ધ્યાન આપવા લાયક નથી માનતો. આ ઉંમરની સ્ત્રીઓની અવગણના કરવી અને તેમની મજાક ઉડાવવી એ સામાન્ય બાબત છે. કારણ કે તેમને હાસ્યનુ પાત્ર માનવામાં આવે છે અને આ વિચારને આપણા સમાજે પ્રોત્સાહન આપ્યું છે.

ગાયનેકોલોજિસ્ટ ડૉ. માલા પાઠકના જણાવ્યા અનુસાર, 'જ્યારે મહિલાના પીરિયડ્સ બંધ થવા લાગે છે ત્યારે તે અસ્વસ્થતા અનુભવે છે. આમાં તે શારીરિક રીતે તૈયાર નથી, પરંતુ માનસિક રીતે તૈયાર હોય છે, કારણ કે તે જાણે છે કે આ એક દિવસે થવાનું છે.

જ્યારે સ્ત્રી મેનોપોઝના તબક્કામાં પહોંચે છે ત્યારે સ્ત્રીનું શરીર કેવું અનુભવશે તેનો તેને કોઈ ખ્યાલ નથી આવતો. આ સ્થિતિમાં, તે અનિશ્ચિતતા વચ્ચે ખેંચાય છે અને આપણો સમાજ તેને અસમર્થ જાહેર કરે છે. જ્યારે પીરિયડ્સની જરૂર માત્ર બાળકોને જન્મ આપવા સાથે જોડાયેલો હોય છે.

ડૉ.અવની તિવારી કહે છે કે મેનોપોઝ દરમિયાન શરીરમાં હૉર્મોન્સનો સ્ત્રાવ થવાથી તે પોતાની જાત પર ગુસ્સે થઈ જાય છે. પરંતુ આ સમાજની વિચારસરણી છે કે તે સ્ત્રીઓને 'પાગલ ચુડેલ' તરીકે જુએ છે.

તેની નારાજગી અને ગુસ્સો ના તો ઘરમાં સમજાય છે અને ના બહાર. જ્યારે ગુસ્સા વાળા પુરુષને સમાજ મજબૂત, શક્તિશાળી અને નિર્ણાયકની સ્થિતિમાં જુએ છે.
મેનોપોઝ દરમિયાન ઘણા હોર્મોન્સ ઘટવા લાગે છે.ગ્રાફિક્સના માઘ્યમથી જુઓ:

મેનોપોઝ સમયે મન અને શરીર વચ્ચે અસમંજસ થાય છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે સ્ત્રી હંમેશા બીજાની જરૂરિયાતો પર ધ્યાન આપે છે. તબીબી સહાય મેળવવાને બદલે, તેણી તેના શરીરમાં થતા ફેરફારો સાથે શાંતિપૂર્વક સંઘર્ષ કરે છે, તેમની સાથે સંતુલિત થવાનો પ્રયાસ કરે છે.

સ્ત્રીના મન અને શરીર વચ્ચેની આ ખેંચતાણ લાંબા સમય સુધી ચાલે છે.

ઉંમરના આ સ્ટેજ પર પહોંચી ગયેલી સ્ત્રી માટે કહેવાય છે કે આ તલમાં તેલ તો નથી હોતું પણ ઉંમરની કોઈ ઉંમર હોતી નથી. લાગણીઓ પર કોઈ કરચલીઓ નથી પડતી, હા, પરંતુ સમાજના વિચારો પર કરચલી જોવા મળે છે.

અત્યાર સુધી આપણે મન પર મેનોપોઝની અસર વિશે જાણ્યુ, હવે આપણે સ્ત્રીના શરીરમાં થતા ફેરફારોને પણ સમજીએ છીએ.

દરેક દેશમાં સ્ત્રીઓ માટે મેનોપોઝની સરેરાશ ઉંમર અલગ-અલગ હોય છે.

સ્ત્રીના શરીર અને મેનોપોઝના પ્રારંભિક તબક્કાઓ
ડૉ. માલા પાઠક કહે છે કે, મેનોપોઝના સમયે સ્ત્રીઓના શરીરના તાપમાનમાં ઉતાર-ચડાવ અને પીરિયડ્સ ચાલ્યા જવાનો જ ફક્ત અનુભવ થતો નથી પરંતુ, આ સમય દરમિયાન શરીર જે-જે અનુભવે છે તેની અસર મન પર પણ પડે છે. મૂંઝવણભર્યું મન, થાક, સાંધાનો દુખાવો, છાતીમાં તાણ અને બીજુ શું-શું થઈ શકે તેનો અંદાજ જ લગાવી શકાય નહી.

અમેરિકાની ફર્સ્ટ લેડી રહી ચૂકેલી મિશેલ ઓબામા પણ પોતાના શરીરમાં મેનોપોઝ દરમિયાન થતાં ઉતાર-ચડાવ વિશે ખુલીને બોલી ચૂકી છે. જ્યારે તે મરીન-1થી ટ્રાવેલ કરી રહી હતી ત્યારે તેઓએ પોતાનો તે સમયનો અનુભવ શેર કરતા કહ્યું છે કે, તેઓને આ સમયે એવું મહેસૂસ થયું કે, જાણે તેનું શરીર ભઠ્ઠીમાં તપી રહ્યું છે. એવું કહે છે કે, મહિલાઓ વહેલી વૃદ્ધ થાય છે પણ તે નિર્ણય આપણા મગજે લેવાનો છે કે, તે પોતાની ઉંમરને કેવી રીતે સ્વીકારે છે? જો સ્ત્રી ઈચ્છે તો આ કડવી વાસ્તવિક્તાને ભૂલીને પોતાનો જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલી શકે છે.

જ્યારે 1 વર્ષ સુધી પીરિયડ્સ આવ્યા નહી તો માની લો મેનોપોઝ શરુ
ગુરુગ્રામના ક્લાઉડનાઈન હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. રિતુ સેઠીએ કહ્યું કે, ‘મેનોપોઝ એક એવો વિષય છે કે, જેના વિશે ક્યારેય પણ ખુલીને વાત કરવામાં આવી નથી. ભારતમાં 47-49 વર્ષની મહિલાઓનાં જીવનમાં મેનોપોઝ કોઈપણ સમયે આવી શકે છે. જો મહિલાઓને 1 વર્ષ સુધી પીરિયડ્સ ન આવે તો તેને મેનોપોઝ માનવામાં આવે છે. સામાન્ય રીતે લોકો માટે મહિલાઓના પીરિયડ્સ બંધ થવા એટલે મેનોપોઝ બસ વાત પૂરી. આ સમયે મહિલાઓએ કઈ-કઈ શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, તે જાણવાની કોઈ તસ્દી જ લેતું નથી. તેમાં ઓવરી ‘ડેડ’ થઈ જાય છે એટલે કે એસ્ટ્રોજન હોર્મોન બનવાનું બંધ થઈ જાય છે. આ જ હોર્મોન્સનાં કારણે મહિલાઓને પીરિયડ્સ આવે છે. ’

મેનોપોઝ બે પ્રકારનાં હોય છે- ઈન્ડ્યુઝ્ડ મેડિકલ અને સર્જિકલ મેનોપોઝ
ઘણીવાર મેનોપોઝનું કારણ દવા અને સર્જરી પણ હોય છે. જો કોઈ મહિલાને કેન્સર, ટીબી કે કોઈ જેનેટિક બીમારી હોય તો તેની દવાઓના કારણે ઓવરીમાં એગ બનવાનું બંધ થઈ જાય છે. તેને ‘ઈન્ડ્યુઝ્ડ મેડિકલ મેનોપોઝ’ કહેવામાં આવે છે. બીજી તરફ જ્યારે અમુક મેડિકલ કારણોસર મહિલાની ઓવરી શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે તો તેને ‘સર્જિકલ મેનોપોઝ’ કહેવામાં આવે છે.

મેનોપોઝમાં 3 પ્રકારની સ્ટેજ હોય છે
પ્રી મેનોપોઝ- આ સ્ટેજ 40 વર્ષની ઉંમર પછી શરુ થાય છે. તે સમયે રિપ્રોડક્ટિવ હોર્મોન્સ ઓછા થવા લાગે છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિત બની જાય છે.

પેરિમેનોપોઝ- આ સ્ટેજ ત્યા સુધી ચાલે છે કે, જ્યાં સુધી પીરિયડ્સ સંપૂર્ણપણે બંધ થઈ જતા નથી. અમેરિકન મેનોપોઝ સોસાયટી મુજબ આ ફેરફાર 4-8 વર્ષ સુધી ચાલે છે.

પોસ્ટ મેનોપોઝ- આ સ્ટેજમાં ઓવરી કામ કરવાનું બંધ કરી દે છે અને પીરિયડ્સ સાવ ખત્તમ થઈ જાય છે. 1 વર્ષ સુધી પીરિયડ્સ આવતા નથી તો ડૉક્ટર માની લે છે કે, મેનોપોઝ થઈ ચૂક્યું છે.

અમુક ટેસ્ટનાં માધ્યમથી મેનોપોઝ થયું કે નહી તે કન્ફર્મ કરી શકાય :

પેરિમેનોપોઝ સ્ટેજમાં પ્રેગ્નન્સી થઈ શકે
ફિલ્મ ‘બધાઈ હો’માં આયુષ્માન ખુરાનાની માતા બનેલી નીના ગુપ્તા ખૂબ જ મોટી ઉંમરે પ્રેગ્નન્ટ થાય છે. તમે પણ ઘણીવાર એવી મહિલાઓ વિશે સાંભળ્યુ હશે કે, જે 45-50 વર્ષની ઉંમરે પ્રેગ્નન્ટ થતી હોય છે. મેનોપોઝ પહેલાં મહિલાઓએ પીરિયડ્સમાં અનિયમિતતાનો સામનો કરવો પડે છે અને તે પેરિમેનોપોઝની સ્ટેજ છે.

ક્યારેક 3-4 મહિનાઓ સુધી પીરિયડ્સ આવતા નથી. એવામાં મહિલાઓને ઘણીવાર એવું લાગે છે કે, મેનોપોઝ થઈ ચૂક્યુ છે પણ જો પેરિમેનોપોઝ સ્ટેજમાં મહિલા સંબંધ બનાવે છે તો મહિલા પ્રેગ્નન્ટ પણ થઈ શકે છે. એટલા માટે ડૉક્ટર સલાહ આપે છે કે, પેરિમેનોપોઝ સ્ટેજમાં સુરક્ષિત સંભોગની જરુર છે કારણ કે, આ સમયે પ્રેગ્નન્સી સંવેદનશીલ સાબિત થઈ શકે.

ઈન્ટિમેટ રિલેશન સામાન્ય રહે છે પરંતુ તકલીફદાયી સાબિત થઈ શકે
ડૉ. રિતુ સેઠી મુજબ મેનોપોઝને સેક્સ લાઈફનું ‘ધ એન્ડ’ ન માનો પરંતુ, આ સમયે મહિલાઓ મૂડ સ્વિંગનો સામનો કરે છે. આ સમયે તેઓની અંદર સંબંધ બનાવવાની ઈચ્છામાં કમી આવે છે. જો તે સંબંધ બનાવે છે તો તે કષ્ટદાયી સાબિત થઈ શકે છે કારણ કે, શરીરમાં એસ્ટ્રોજન ન બને જેના કારણે પ્રાઈવેટ પાર્ટમાં શુષ્કતા આવી શકે છે.

યૂરિન ઈન્ફેક્શન અને ડાયાબિટીસ ચાન્સીસ વધી શકે છે
દિલ્હીનાં સર ગંગારામ હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ માલા શ્રીવાસ્તવ મુજબ મેનોપોઝ પછી હોર્મોન્સમાં ઘટાડો આવે છે એટલા માટે યૂરેથ્રલ લાઈનિંગ સેન્સેટિવ થઈને પાતળી બની જાય છે. તેનાથી યૂટીઆઈ એટલે કે યૂરિન ઈન્ફેક્શનની આશંકા વધી જાય છે. મેનોપોઝ પછી મહિલાઓએ વારંવાર યૂરિન જવાની સમસ્યા રહી શકે છે. યૂરિનને રોકી રાખવું મુશ્કેલ સાબિત થઈ શકે છે કારણ કે, તેના કારણે પેલ્વિક ફ્લોર મસલ્સ નબળી પડી જાય છે.

સ્કિન ડ્રાય અને વાળ પાતળા થવા લાગશે
મેક્સ મલ્ટી સ્પેશ્યાલિટી સેન્ટર, ન્યૂ દિલ્હીની ડર્મેટોલોજિસ્ટ ડૉ. સોની ગુપ્તાએ જણાવ્યું કે, મહિલાઓનાં શરીરમાં એસ્ટ્રોજન ખૂબ જ મહત્વપૂર્ણ રોલ નિભાવે છે. તેનું લેવલ ઓછુ થતાં શરીરમાં અનેક પ્રકારનાં ફેરફાર જોવા મળે છે.

સ્કિન ડ્રાય અને વાળ પાતળા થવા લાગે છે, જેના કારણે સ્કેલ્પ દેખાવા લાગે છે. સ્કિનની ડ્રાયનેસ દૂર કરવા માટે ઓરલ સપ્લિમેન્ટ્સ જેમ કે, વિટામિન-ઈ અને ફિશ ઓઈલ કેપ્સૂલ ખાવી જોઈએ.

મેનોપોઝ દરમિયાન એજિંગ તેજીથી વધે છે. આ સમય મહિલાઓ ડૉક્ટરની સલાહ મુજબ એન્ટી-એજિંગ ટ્રિટમેન્ટ લઈ શકે છે.
મેનોપોઝ દરમિયાન આંખો શુષ્ક અને ઓરલ કેવિટી વધી શકે છે. કેલ્શિયમનું સ્તર પણ ઘટવા લાગે છે, જેના કારણે દાંત પણ નબળા પડવા લાગે છે.
મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓએ અમુક વસ્તુઓ પર ધ્યાન દેવું જોઈએ, ગ્રાફિક્સ વાંચો:

કાનમાં ઘંટીનો અવાજ કે જીભમાં બળતરાનો અનુભવ
ડૉ. મીરા પાઠક કહે છે કે, 2 મહિલાઓનાં મેનોપોઝનો અનુભવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘એક મહિલા જ્યારે મેનોપોઝમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તેને તેની સ્કિન પર એવો અનુભવ થતો હતો કે, તેની સ્કિન પર કીડાઓ સળવળી રહ્યા છે. જેના કારણે તેઓનો સ્વભાવ ચીડિયો બની જાય છે. ક્યારેક રાતે તો ક્યારેક દિવસના સમયે આ પ્રકારનો અનુભવ થાય છે. ક્યારેક તેઓને અસહ્ય દર્દ પણ થાય છે, જેને ‘ટેક્ટાઈલ હેલ્યૂસિનેશન ’(tactile hallucination) કહે છે.

બીજી મહિલા પોતાના અનુભવ વિશે કહે છે કે, મેનોપોઝમાં તેઓેને જીભમાં બળતરા અને કાનમાં ઘંટડી વાગવાનો અવાજ સાંભળવા મળતો હતો. આ સમય દરમિયાન મોઢુ સૂકાયા રાખે છે અને તેના કારણે તમે જે પણ ખાઓ છો તેના કારણે જીભમાં બળતરા થાય છે અને કાનમાં ઘંટડી, ઘડિયાળ કે સોય કે ફોટો ક્લિક કરવા જેવી અવાજો સંભળાય છે, તેની પાછળનું એક કારણ એ પણ છે કે, આ સમયે શરીરમાં હોર્મોન્સના પ્રમાણમાં અનેક પ્રકારનાં ઉતાર-ચડાવ આવતા રહે છે.

મેનોપોઝ કઈ ઉંમરમાં થશે તે માતા પર આધાર રાખે છે
તમને તે જાણીને નવાઈ લાગશે કે, કોઈ મહિલાને મેનોપોઝ ક્યારે થશે તેનો અંદાજ તેની માતા પર આધાર રાખે છે. ગાયનેકોલોજિસ્ટ માને છે કે, મેનોપોઝનો સમય ક્યારે આવશે? તે અમુક હદ સુધી મહિલાની મોટી બહેન અને તેની માતા પર આધાર રાખે છે. મોટાભાગની મહિલાઓનો મેનોપોઝ તે જ ઉંમરમાં થાય છે, જે ઉંમરમાં તેઓની માતા કે મોટી બહેનનો થયો હોય એટલા માટે જો કોઈ મહિલાને તેની મેનોપોઝની ઉંમર જાણવી હોય તો તે તેની માતા કે મોટી બહેનને તેઓની મેનોપોઝની ઉંમર પૂછી શકે છે.

મેનોપોઝ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું? ગ્રાફિક્સમાં વાંચો

મેનોપોઝ પ્રોડક્ટ્સનું બજાર 12 હજાર કરોડ રુપિયાથી પણ મોટુ છે
સ્ત્રી બદલતી નથી પણ સમાજ વિચારે છે કે, સ્ત્રી બદલી ગઈ છે ફક્ત તેના શરીરનાં અમુક હોર્મોન્સમાં ફેરફાર આવ્યો હોય છે. જે મહિલાને કુદરત પ્રેગ્નન્સીનું સુખ આપે છે તે તેને આરામથી જીવન જીવવાનો હક પણ આપે છે. આ હોર્મોનલ ફેરફાર પોતાની સાથે અમુક અણધાર્યા પરિવર્તનો પણ લઈને આવે છે જેમ કે, સ્કિનની ચમક ઓછી થવા લાગે, ડ્રાયનેસ, વાળ-હાથ અને એડીઓ શુષ્ક બનવી.

આજે મેનોપોઝને લઈને બ્યુટી પ્રોડક્ટ્સ ઈન્ડસ્ટ્રીની આંખો ખુલી છે. અત્યાર સુધી તેઓનું ફોકસ ચમકતી સુંદરતા પર હતુ પણ હવે તે બજારમાં એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સ બહાર પાડીને મોટી ઉંમરની સ્ત્રીઓની પ્રાકૃતિક સુંદરતાને લાંબા સમય સુધી જાળવી રાખવાના પ્રોમિસ પણ કરે છે.

તેમાં હેર પ્રોડક્ટ્સથી માંડીને સ્કિન કેર ક્રિમ પણ સામેલ છે. વિશેષ તો સ્કિનનાં હાઈડ્રેશન માટે સીરમ, એન્ટી-એજિંગ ક્રિમ, આઈ થેરાપી, સ્કિન ઈલાસ્ટિસિટી માટે નાઈટ ક્રિમ, વાળ પાતળા થવા કે ખરી જવા માટે શેમ્પૂ અને કંડિશનર પણ સામેલ છે. વર્ષ 2021માં મેનોપોઝ અને એન્ટી-એજિંગ ઈન્ડસ્ટ્રી 12 હજાર કરોડ રુપિયાની હતી. આ એન્ટી-એજિંગ પ્રોડક્ટ્સની કિંમત 1 હજાર રુપિયાથી શરુ થાય છે.

આગળ વધતાં પહેલા ગ્રાફિક્સ પરથી એક મહિલાની મૂંઝવણ અને તેનું સમાધાન જાણીએ :

સમાજની વિચારસરણીમાંથી રુઢિચુસ્તતા દૂર કરવાની જરુરિયાત છે
ભારતમાં દર વર્ષે 15 કરોડ મહિલાઓ મેનોપોઝની સમસ્યામાંથી પસાર થાય છે પણ કોઈ તે વિશે વાત કરવા ઈચ્છતું નથી. મહિલાઓ પોતે પણ આ ટોપિક પર ચુપ્પી સાધી લે છે. આ તે સમય હોય છે કે, જ્યારે તે પોતાનો વિશ્વાસ ખોઈ બેસે છે અને ડિપ્રેશનમાં ચાલી જાય છે. મેનોપોઝ પછી પુરુષપ્રધાન દેશ તેઓને વૃદ્ધ સમજી લે છે.

પુરુષને 60 વર્ષની ઉંમરે પણ ‘સાઠાપાઠા’ કહેવામાં આવે છે જ્યારે જો મહિલા 40ની ઉંમર વટે એટલે તેને વૃદ્ધ ગણી લેવામાં આવે છે અને જો તે પોતાની જાતને આ ઉંમરે શણગારે છે તો લોકો તેને ‘બુઢી ઘોડી લાલ લગામ’ જેવા વાક્યોથી સંબોધે છે. મેનોપોઝની દુનિયા દરેક વિશ્વ માટે કષ્ટદાયી સાબિત થઈ શકે છે. ગ્રાફિક્સ જોઈ લો:

જ્યારે મહિલાની ઉંમરના કારણે રેપનાં આરોપીને છોડી દેવામાં આવ્યો
ઓક્ટોબર 2014માં દિલ્હી હાઈકોર્ટથી 2010ના એક કેસમાં રેપ અને મર્ડરના આરોપીને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો અને તેની પાછળનું કારણ એ જ હતું કે તે મૃતક મહિલાની ઉંમર 65-70 વર્ષ હતી એટલે કે મેનોપોઝની ઉંમર પાર કરી લીધી હતી એટલે આ ઘટનાને દુષ્કર્મ ગણી શકાય નહી. આ તર્ક પર આરોપીને છોડી દેવામાં આવ્યો.

મેનોપોઝ ટાઈમબમ નથી, પરિવારે મહિલાની ઢાલ બનવાની જરુરિયાત
મહિલાઓ માટે એ જરુરી છે કે, મેનોપોઝને ટાઈમબોમની જેમ ના લે. આપણા સમાજમાં સેક્સને જ્યારે ભારે શબ્દ માનવામાં આવે છે ત્યારે મેનોપોઝ શબ્દ કેવી રીતે હજમ થાય એ તો આપણે સમજી જ શકીએ છીએ. ઉંમરમાં 50નો આંકડો પાર થાય એટલે મુશ્કેલીઓનો સમય શરુ થઈ જાય અને મહિલાઓને પોતાના શરીર સાથે સંબંધિત થતા ફેરફારોની માહિતી અન્ય લોકો પાસેથી લેવી પડે છે. તમારા પીરિયડ્સ રોકાઈ ગયા કે? તમને કેવું લાગી રહ્યું છે? તમારી સાથે શું થયું?

જો મહિલાને પહેલાથી જ પોતાના શરીરના ફેરફાર વિશે ખ્યાલ હોય તો તેને આગળની પરિસ્થિતિને સંભાળવી સરળ બની જાય છે અને તે ડિપ્રેશનની શિકાર બનતી નથી. આ સમયે મહિલા એક જ વસ્તુ ઈચ્છતી હોય છે કે, પૂરા પરિવારનો સપોર્ટ. જો તેને તે મળી જાય અને પરિવાર આ સમયે મહિલાની ઢાલ બની જાય તો તે આ મુશ્કેલ સમયનો સરળતાથી સામનો કરી લે છે.