નવરાત્રિમાં રોજ ખજૂર ખાવ:પ્રેગ્નન્સીમાં શરીરમાં ફોલિક એસિડ પૂરું પાડે છે, મગજને એલર્ટ અને હેલ્ધી રાખે છે

2 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

છુહારા અને ખજૂર બંને એક જ વૃક્ષની ભેંટ છે. આ બંનેની તાસીર ગરમ હોવાના કારણે ઠંડીની ઋતુમાં તેનો ઉપયોગ વધે છે. પોષકતત્ત્વોથી ભરપૂર ખજૂર ઘણી બધી બીમારીઓને દૂર કરે છે. તો ખજૂર અને છુહારાના ફાયદા વિશે ડાયટિશન અનુ અગ્રવાલ પાસેથી જાણીએ

પાચન સુધારો- ખજૂર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે.
હૃદય તંદુરસ્ત રહે- ખજૂરમાં હાજર ફાઈબર હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. તેમાં સામેલ પોટેશિયમ હૃદયના હુમલાના જોખમને ઘટાડે છે.
એન્ટી-ઈન્ફ્લેમેન્ટરી પોષકતત્ત્વોથી ભરપૂર- ખજૂરમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ મળી રહે છે. મેગ્નેશિયમના બળતરા વિરોધી ગુણધર્મો હૃદય રોગ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ આપે છે.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરો- તેમાં સામેલ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત પોટેશિયમ હાઈ બ્લડપ્રેશરને ઘટાડવાનું કામ કરે છે.
હૃદયના હુમલાથી રક્ષણ મળે- અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનની એક રિસર્ચ મુજબ કોઈ વ્યક્તિ એક દિવસમાં 100 મીલીગ્રામ મેગ્નેશિયમ લે તો હાર્ટ અટેકનું જોખમ 9 ટકા ઘટી જાય છે.
એનીમિયામાં કારગર- રેડ બ્લડ સેલ્સ અને આયર્નની કમીના કારણે લોકોને એનીમીયાની સમસ્યા થઈ શકે છે. ખજૂરમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી રહે છે, જો તમે તેને તમારા રુટિનમાં ઉમેરો તો એનીમીયાની બીમારીનું જોખમ ઘટી શકે છે.

ખજૂરનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
ખજૂરનું સેવન ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.

નર્વસ સિસ્ટમ સુધરે- ખજૂરમાં બધા જ વિટામિન્સ આવેલા છે કે, જે નર્વસ સિસ્ટમ માટે જરુરી છે. તેમાં હાજર પોટેશિયમ મગજને એલર્ટ અને હેલ્ધી રાખે છે.
પ્રેગ્નન્સીમાં ફાયદાકારક- આયર્નથી ભરપૂર ખજૂર પ્રેગ્નન્ટ માતા અને બાળક બંને માટે ફાયદાકારક છે. તેમાં હાજર પોષકતત્ત્વો યુટ્રસની મસલ્સને મજબૂત બનાવે છે.
રતાંધણાપણાનો ઈલાજ- જો તમે રતાંધણાપણાની સમસ્યાથી પીડાવ છો તો ખજૂરની પેસ્ટ તૈયાર કરીને તેને આંખોની ચારેય તરફ લગાવો, જેથી તેમાં રાહત મળે.
કેવિટી સામે રક્ષણ મળે- ખજૂરમાં એવું કેમિકલ છે કે જે દાંતમાંથી કેવિટીને દૂર કરીને દાંત મજબૂત બનાવે છે. તે ‘ટૂથ ઈનેમલ’ને પણ મજબૂત બનાવે છે.
સ્કિન અને વાળ- વિટામિન-Cથી ભરપૂર ખજૂર ત્વચાની નરમાઈશ બનાવી રાખે છે અને તેમાં સામેલ વિટામિન B-5 વાળને તંદુરસ્ત બનાવે છે.

મહિલાઓ માટે ખજૂરના ફાયદા
પોષકતત્ત્વોથી ભરપૂર ખજૂરમાં કેલરીની માત્રા ભરપૂર હોય છે. મહિલાઓ માટે તે ઘણી રીતે ફાયદાકારક છે.

ફોલિક એસિડની કમીને દૂર કરે છે
પ્રેગ્નન્સીમાં શરીરમાં ફોલિક એસિડની ઉણપ સર્જાતી હોય છે. એવામાં પ્રેગ્નન્ટ મહિલાઓએ ખજૂર ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમાં એમિનો એસિડ, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા હાડકા મજબૂત બનાવે છે. ફોલિક એસિડથી ભરપૂર ખજુર જન્મદોષના દરને ઘટાડવામાં મદદ કરે છે. તે હિમોગ્લોબિનનું લેવલ વધારે છે તથા માતા અને બાળકની ઈમ્યૂનિટી વધારે છે.

હાડકા મજબૂત બને
ખજૂર કોપર, સેલેનિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર છે. તે હાડકાને સ્વસ્થ રાખવા માટે અને તેની સાથે જોડાયેલી બીમારાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઑસ્ટિયોપોરોસિસથી પીડિત લોકોએ ખજૂર ખાવા જોઈએ. તેનાથી હાડકા મજબૂત બને અને ફેકચરનું જોખમ ઘટે

વજન ઘટે
ખજૂર વજન ઘટાડવામાં કારગર સાબિત થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે તમારું મેટાબોલિઝમ વધારે છે અને તમારું વજન ઘટાડે છે. તે તમારી ક્રેવિંગ પણ ઘટાડે છે અને વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.

માસિકની સમસ્યામાં રાહત મળે
માસિકની સમસ્યા દરમિયાન મહિલાઓએ ખજૂર ખાવા જોઈએ. તેનાથી તમારું બ્લડ સર્કયુલેશન વધી જાય અને લોહી પણ શુદ્ધ થઈ જાય. માસિક અને એનીમિયા સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ખજૂરનું સેવન ફાયદાકારક છે.

ખજૂરનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેનાથી યાદશક્તિ વધે છે અને શીખવાની ક્ષમતા વધે છે
ખજૂરનું સેવન મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેનાથી યાદશક્તિ વધે છે અને શીખવાની ક્ષમતા વધે છે

બાળક માટે છુહારા ખાવા ફાયદાકારક
બાળકોને છુહારા ખાવાથી અઢળક ફાયદા મળે છે. કેલ્શિયમથી ભરપૂર આ વસ્તુ તમારા હાડકાને મજબૂત રાખે છે, પ્રોટીન શરીરને એનર્જી આપે છે, વિટામીન-C ઈમ્યુનિટી વધારે છે. અને તેમાં સામેલ એન્ટી-ઓક્સિડન્ટ શરીરને ભરપૂર ઉર્જા આપવાનું કામ કરે છે.

તન-મનની શક્તિ

  • છુહારાની તાસીર ગરમ હોય છે એટલે તે ઠંડીના દિવસોમાં તેને ખાઈ શકો
  • છુહારા અને ખજૂર ખાવાથી હૃદયની બીમારીઓના જોખમ સામે રાહત મળશે અને શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધે છે
  • ભૂખ વધારવા માટે દૂધમાં છુહારા ઉમેરીને પકાવો
  • અસ્થમાના દર્દીઓના ફેફસામાંથી બલગમ સરળતાથી બહાર નીકળી જાય છે.
  • ખજૂર, કાળા મરી, એલચીને દૂધમાં ઉકાળીને પીવાથી શરદી અને ઉધરસ મટી જાય છે.
  • પથ્થર પર છુહારાની ગોઠલીને પીસીને ઘા પર લગાવવાથી ઘા ઝડપથી રૂઝાઈ જાય છે.

પલાળેલા છૂહારા- બાળકોને રોજ પલાળેલા છૂહારા ખવડાવવા જોઈએ. તેમાં ફાઇબરનું પ્રમાણ વધી જાય છે. જો બાળકને કબજિયાતની સમસ્યા હોય તો પણ છૂહારા ખાવાથી ફાયદો થાય છે. તેનાથી મેટાબોલિક રેટ વધે છે.

શેકેલા છૂહારા- જે બાળકોને પથારી ભીની કરવાની આદત હોય છે, તેમના માટે છૂહારા ખૂબ જ ફાયદાકારક છે. કડાઈ પર તેને શેકીને અને સૂતી વખતે બાળકને ખવડાવો. તેનાથી ધીમે-ધીમે તેમનામાં આ સમસ્યા ઓછી થશે.

છૂહારા-દૂધ- દૂધમાં છૂહારા મિક્સ કરીને તેને પીસી લો. આ દૂધને ઉકાળીને પીવો. આ દૂધ તમારી ઈમ્યુનિટી વધારે છે, હાડકાંને મજબૂત બનાવે છે અને શરદીથી બચાવે છે.

ખજૂર શેક ઉપવાસમાં ગળાને ભીનું રાખશે
ખજૂરના પાતળા ટુકડા કરી લો. ત્યારબાદ કાજુના નાના-નાના ટુકડા કરી લો. તે પછી એલચીને ક્રશ કરીને તેનો પાવડર બનાવો. ખજૂરના ટુકડાને દૂધ સાથે ઝીણા પીસી લો. હવે આ બધી વસ્તુઓને દૂધમાં મિક્સ કરી ગ્લાસમાં સર્વ કરો અને ઉપર કાજુના ટુકડા રાખીને ગાર્નિશ કરો.

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ ઉપચાર અને સામાન્ય જાણકારી પર આધારિત છે. અજમાવતા પહેલા નિષ્ણાતની સલાહ લો.