આયુર્વેદિક લાઈફસ્ટાઈલ:પ્રોટીનથી ભરપૂર સરગવો અનેક તકલીફમાં અસરકારક, શરીરમાં જમા ફેટ ઓછી કરે છે

નિશા સિંહા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આયુર્વેદમાં સરગવાના વૃક્ષને ચમત્કારી વૃક્ષના નામથી ઓળખવામાં આવે છે

આજકાલ સરવાનો ઉપયોગ એક સુપરફૂડ તરીકે કરવામાં આવી રહ્યો છે. આનો પાઉડર એટલે કે તેની ટેબ્લેટ્સ ઘણી પોપ્યુલર છે. મોટાભાગના લોકો તેના બીજ, છાલ અને પાનના ઉપયોગ વિશે જાણતા હોય છે. તેનું તેલ પણ ત્વચા માટે બેસ્ટ હોય છે.

ઘણા બધા લાભને લીધે આયુર્વેદમાં સરગવાના વૃક્ષને ચમત્કારી વૃક્ષના નામથી જાણવામાં આવે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને આફ્રિકામાં આ વૃક્ષની સંખ્યા ખૂબ વધારે છે. આફ્રિકામાં આ વૃક્ષને ફેન્ટમ ટ્રી કે ઘોસ્ટ ટ્રી કહેવાય છે. સરગવાના પાનની પેસ્ટ સ્કિન પર લગાવવામાં આવે છે. આયુર્વેદમાં તેના પાન આંખની રોશની વધારે છે તેનો ઉલ્લેખ કર્યો છે. આ પાનનો રસ કાઢીને મધ સાથે પીવાથી આંખનો રોશની સારી રહે છે.

સરગવામાં પ્રોટીન ખૂબ હોય છે. તેના પાનના ચૂર્ણને ગરમ પાણી કે પછી સ્મૂધીમાં નાખીને પી શકાય છે. આને વર્કઆઉટ પછી પીવો. જિમ જતા લોકો મસલ્સ રીપેર માટે આનો પાઉડર વાપરી શકે છે.

મેનોપોઝ દરમિયાન હોર્મોન બેલેન્સ કરવા માટે સરગવાનો પાઉડર લાંબા સમય સુધી પીવાથી હિમોગ્લોબિન વધશે, બ્લડ સુગર સારું રહેશે અને વજન નહીં વધે. સરગવાનો પાઉડર લીવર માટે બેસ્ટ છે. તે શરીરમાં જમા ફેટ ઓછી કરવામાં મદદ કરે છે. લીવર ફાઈબ્રોસિસની શક્યતા ઓછી કરે છે.

પ્રેગ્નન્સી દરમિયાન પાન, ફૂલ, છાલ અને થડનો ઉપયોગ ના કરવો જોઈએ. આ સમયે તેના પાન પણ ના ખાવા જોઈએ કારણકે તે ગર્ભાશય સંકોચવાનું કામ કરે છે. ડિલિવરી પછી આ માતાનું દૂધ વધારવાનું કામ કરે છે. તેના પાન ખાવાથી શરીરને લાભ પહોંચે છે. પ્રોટીન અને કેલ્શિયમની અછત પૂરી કરે છે.

સરગવાના કૂમળા પાન અને ફળનું શાક નબળા શરીરના લોકોને હેલ્ધી બનાવે છે. છોલે કે ચણામાં સરગવાની સીંગ નાખવાથી પાચનમાં સરળતા રહે છે. દાળ અને સાંભરમાં ઉપયોગ કરવાથી ગેસની તકલીફ નહીં રહે.

અન્ય સમાચારો પણ છે...