તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Protein calcium Deficiency In Vegan Dieters Increases The Risk Of Bone Fractures By 43%, Plant based Diets Can Reduce Nutrients

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:વીગન ડાયટ લેનારાઓમાં પ્રોટીન-કેલ્શિયમની ઊણપને કારણે હાડકાંમાં ફ્રેક્ચર થવાનું જોખમ 43% વધારે, પ્લાન્ટ બેઝ્ડ ડાયટથી પોષકતત્ત્વો ઘટી શકે છે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓક્સફર્ડ યુનિવર્સિટીનું નવું રિસર્ચ અલર્ટ કરનારું છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ફક્ત વીગન ડાયટ લે છે તેમનાં હાડકાં નબળાં થવા સિવાય ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. મીટ ખાતા લોકોની સરખામણીએ વીગન ડાયટ લેતા લોકોમાં કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ થઈ જાય છે. પરિણામે, હાડકાં 43% સુધી હાડકાં ફ્રેક્ચર થવાનું જોખમ વધારે રહે છે.

વીગન ડાયટ શું છે?
વીગન ડાયટમાં ફક્ત માંસ અથવા ઇંડા જ નહીં પરંતુ દૂધ, દહીં, ઘી, ચીઝ જેવી ડેરી પ્રોડક્ટનું પણ સેવન નથી કરાતું. આ પ્રકારના આહારમાં માત્ર છોડમાંથી મળેલી વસ્તુઓ જ ખાવામાં આવે છે જેમ કે, અનાજ, શાકભાજી, ફળો અને ડ્રાયફ્રૂટ્સ.

રિસર્ચનું ચોંકાવનારું રિઝલ્ટ
BMC જર્નલમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જણાવ્યા મુજબ, વીગન ડાયટ લેનારા 1 હજાર લોકો પર 10 વર્ષ સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે, તેમનાં હિપ, પગના હાડકાં અને કમરના હાડકાંમાં ફ્રેક્ચર થયું છે. ડાયટ એક્સપર્ટ અને રિસર્ચર ટેમી ટોન્ગનું કહેવું છે કે, મીટ ખાવાની સરખામણીએ વીગન ડાયટ લેનારાઓમાં હિપનું ફ્રેક્ચર થવાનાં કેસ 2.3 ગણા વધુ છે. 1 હજારમાં આવા 20 ગંભીર કેસ જોવા મળ્યા હતા.

રિસર્ચ કહે છે કે, વીગન ડાયટ લેનારાઓમાં બોડી માસ ઇન્ડેક્સ ઘટવાની સાથે કેલ્શિયમ અને પ્રોટીનમાં પણ ઘટાડો થાય છે. તેથી, સજાગ રહેવાની જરૂર છે.

શાકાહારી ખોરાક સાથે આ રીતે પૂરી કરો કેલ્શિયમ અને પ્રોટીનની ઊણપ

વીગન ડાયટ લેતાં હો તો આ 6 બાબતોનું ધ્યાન રાખો

 • ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ સુરભી પારીક જણાવે છે કે, 3 મહિનાથી વધારે વીગન ડાયટ ન લો. સતત પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લેવાથી શરીરમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન D અને B-12ની ઊણપ સર્જાય છે.
 • ઘણીવખત લોકો દૂધના વિકલ્પ તરીકે સોયા દૂધ, સોયા પનીર લે છે. જો આહારમાં સોયાની માત્રા વધારે હોય તો હોર્મોનલ અસંતુલિત થવાનું જોખમ રહેલું છે. પરિણામે હેરફોલ અને સ્કિન સ્પોટ્સ થઈ શકે છે. તેથી, વીગન ડાયટ લેતી વખતે એક્સપર્ટની સલાહ ચોક્કસપણે લો.
 • જો આ ખોરાક લાંબા સમય સુધી લેતા હો તો એક્સપર્ટ થોડી સપ્લિમેન્ટ્સ પ્રિસ્ક્રાઇબ કરે છે, જે કેલ્શિયમ, વિટામિન-D, B-12 અને આયર્નની ઊણપને પૂર્ણ કરે છે. ફક્ત પ્લાન્ટ બેઝ્ડ ડાયટ લેતા હો તો ઘણાં આવશ્યક પોષકતત્ત્વોની ઊણપ સર્જાય છે.
 • વિટામિન-Dની ઊણપને પૂર્ણ કરવા માટે સવારે 9 વાગ્યા પહેલાં થોડોક સમય તડકામાં બેસો. આ વિટામિન-Dની ઊણપને પૂર્ણ કરશે અને હાડકાંને મજબૂત બનાવશે.
 • વિટામિન B-12ની ઊણપથી થાક અને નબળાઇ અનુભવાય છે, તેથી, ખોરાકમાં સોયા પીણા, અનાજ લો. ફક્ત શાકભાજી અને ફળો પર આધાર રાખશો નહીં.
 • ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ સુરભીના જણાવ્યા અનુસાર, લોકો લીલાં શાકભાજીનું સેવન કરવા છતાં આયર્નની ઊણપ અનુભવી શકે છે કારણ કે, તે લો-હીમ ફૂડ છે. તેમને જરૂરી એટલું આયર્ન નથી મળી શકતું. તેના માટે વટાણાં, ટોફુ અને ડ્રાયફ્રૂટ્સનું સેવન કરો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો