તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જરૂરિયાતના સમાચાર:લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધી જાય છે, થોડી મિનિટ સુધી એક્સર્સાઈઝ કરવાથી બચી શકાય છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઓફિસમાં લોકો વધારે કામ અને નક્કી સમય પહેલા તેને પૂરું કરવાના દબાણમાં કલાકો સુધી સીટ પર બેસી રહે છે. કોરોનાનાં કારણે વર્ક ફ્રોમ હોમ કરી રહેલા લોકો પણ સામાન્ય દિવસની સરખામણીએ વધારે મોડા સુધી બેસીને કામ કરવા માટે મજબૂર છે. તેને આદત કહો કે મજબૂરી, પરંતુ તેનાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી ગરદન અને ખભામાં દુખાવો થવો સામાન્ય બાબત છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આદત તમને કેન્સર જેવા ગંભીર જોખમમાં મૂકી શકે છે. આવા લોકોમાં હૃદયની બીમારીનું જોખમ પણ વધી જાય છે.

ચાર વર્ષ સુધી રિસર્ચ ચાલ્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, ઈનએક્ટિવ લોકોમાં કેન્સરનું જોખમ 82% વધારે છે
મેડિકલ જર્નલ 'જામા ઓન્કોલોજી'એ 4 વર્ષ સુધી લગભગ 8,000 લોકો પર એક ખાસ રિસર્ચ કર્યું. તેમાં લોકોની લાઈફ સ્ટાઈલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. રિસર્ચમાં લાંબા સમય સુધી બેસી રહેતા અને ફિઝિકલી ઈનએક્ટિવ લોકોમાં કેન્સરથી જીવ ગુમાવવાનું જોખમ 82% વધારે હોવાનું જાણવા મળ્યું.

બીજી તરફ એક્ટિવ રહેતા અથવા એક્સર્સાઈઝ કરતા લોકોમાં આ જોખમ ઓછું જોવા મળ્યું. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકોના રૂટિનમાં ઝડપથી ચાલવું, એક કલાકથી વધારે સાઈકિલિંગ કરવા જેવી એક્ટિવિટી સામેલ હતી, તેમનામાં કેન્સરનું જોખમ 31% ઓછું જોવા મળ્યું. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ઉઠો, ચાલો અને પોતાને સ્વસ્થ રાખો.

માત્ર 11 મિનિટ ચાલવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે
અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલી એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે જો દિવસમાં માત્ર 11 મિનિટ ચાલો છો તો તે તમને ઘણા પ્રકારની સમસ્યાથી બચાવે છે. તેમાં જાણવા મળ્યું કે જે લોકો જરા પણ ચાલતા નથી, તેમને ઓછી ઉંમરમાં મરવાનું જોખમ વધારે રહે છે. તે ઉપરાંત જે લોકો થોડું પણ ચાલે છે તેમના માટે આ પ્રકારના જોખમ ઓછા થઈ જાય છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે, ગત વર્ષની તુલનામાં કોરોનાનાં સમયમાં લોકોમાં એક્સર્સાઈઝની આદત ઓછી થઈ ગઈ અને બેસી રહેવાની આદત વધી ગઈ છે.

લાંબા સમય સુધી બેસી રહેવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે

 1. હાઈ બ્લડ પ્રેશર- લાંબા સમય સુધી બેસી રહેવાથી શરીરના ઘણા અંગોને નુકસાન થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે અને કોલેસ્ટેરોલ વધી શકે છે. બિલ્કુલ નહીં અથવા ઓછું બેસતા લોકોની તુલનામાં લાંબા સમય સુધી બેસી રહેતા લોકોને આ બીમારીઓ થવાની આંશકા બમણી રહે છે.
 2. હાર્ટ અને લંગ્સની બીમારીનું જોખમ- વધારે લાંબા સમય સુધી બેસીને કામ કરવાનું મોંઘુ પડી શકે છે. મોટાભાગે મોડા સુધી કામ કરવાથી તમારા લંગ્સ અને શરીરના બીજા અંગોમાં લોહીનો પ્રવાહ ઘટી જાય છે. તેનાથી તમારા લંગ્સમાં લોહીની ગાંઠો થવાની શક્યતા વધી જાય છે. તેની ખરાબ અસર તમારા હૃદય પર પણ પડે છે. લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી હાર્ટની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
 3. આંતરડાંના કેન્સરનું જોખમ- સ્ટડીના અનુસાર લાંબા સમય સુધી બેસી રહેવાથી કોલોન એટલે કે આંતરડાંનું કેન્સર પણ થઈ શકે છે. એટલું નહીં, કોઈપણ કારણોસર બ્રેસ્ટ અને એન્ડોમેટ્રીઅલ કેન્સર થવાનું જોખમ પણ રહે છે.
 4. સ્નાયુઓમાં કમજોરી- હંમેશાં લાંબા સમય સુધી બેસી રહેવાથી પીઠ અને પેટના સ્નાયુઓ ઢીલા પડવા લાગે છે. હિપ્સ અને પગના સ્નાયુઓ કમજોર થવા લાગે છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસવાના કારણે થઈ શકે છે કે કરોડરજ્જુના હાડકાં સંપૂર્ણ રીતે સીધા ન રહી શકે.
 5. સંધિવા- લાંબા સમય સુધી બેસી રહેવાથી લોકોનું વજન પણ વધવા લાગે છે અને તેના પરિણામે હિપ્સ અને તેની નીચેના અંગોના હાડકાં કમજોર થઈ જાય છે. શરીર ઓછું એક્ટિવ હોવાને કારણે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે સંધિવા જેવી બીમારીઓ સામાન્ય બની રહી છે.
 6. મગજ પર અસર- લાંબા સમય સુધી બેસી રહેવાથી મગજને પણ અસર થાય છે. તેની કામ કરવાની ક્ષમતા પર અસર થાય છે અને એકદમ સ્લો થઈ જાય છે. સ્નાયુઓ એક્ટિવ થવાથી મગજમાં લોહી અને ઓક્સિજન પર્યાપ્ત પ્રમાણમાં પહોંચે છે, જેનાથી મગજમાં એવા કેમિકલ બને છે જે તેને એક્ટિવ રાખે છે. પરંતુ જો આવું નથી થતું તો તે મગજ માટે જોખમી હોઈ શકે છે.
 7. બેડ પોશ્ચર સિંડ્રોમ- સતત બેસી રહેવાથી કમર પર વધારે પ્રેશર પડે છે. જો તમે લાંબા સમય સુધી બેસીને લેપટોપ અથવા કમ્પ્યુટર પર કામ કરો છો તો તમે બેડ પોશ્ચર સિંડ્રોમનો ભોગ બની શકો છો.
 8. ડાયાબિટીસનું જોખમ- ડાયાબિટીસનું એક મુખ્ય કારણ સુસ્ત જીવનશૈલી છે. નોર્વેગિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના જણાવ્યા પ્રમાણે, લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે અને સુસ્ત જીવનશૈલી જીવતા લોકોને ડાયાબિટીસનું જોખમ વધારે રહે છે.
 9. સાંધામાં તકલીફ- લાંબા સમય સુધી બેસી રહેવાથી હાથ પગ સુન્ન થઈ જાય છે. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, બેસવાથી લોહીનો પ્રવાહ ઓછો થવા લાગે છે. તેના કારણે લાંબા સમય સુધી બેસી રહેવાથી ખભા પર પણ ખરાબ અસર પડે છે. સતત હરતા ફરતા લોકોની તુલનામાં બેસીને કામ કરતા લોકો વધારે બીમાર થાય છે. આ તકલીફથી બચવા માટે તમારે દર કલાકે થોડું ચાલવું જોઈએ જેના કારણે તમારા હાથપગ સ્વસ્થ રહેશે.
 10. વજન વધવું- લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી વજન ઝડપથી વધે છે.

શરીરને ફિઝિકલી એક્ટિવ રાખવું જરૂરી છે

 • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લાંબા સમય સુધી બેસી રહેવાથી ઘણા પ્રકારની સમસ્યા થઈ શકે છે. મેદસ્વિતા, બ્લડ પ્રેશર અને બેક પેન તો સામાન્ય છે. જો તમે આઠ કલાક બેસીને કામ કરો છો તો સાંજના સમયે અડધો કલાક ચાલવું. તેનાથી ફેટ બર્ન થાય છે અને બ્લડ પ્રેશર સહિત શરીરની ઘણા અંગો સ્વસ્થ રહે છે.
 • 2016માં કરવામાં આવેલા એક રિસર્ચનો દાવો છે કે બેસી રહેવાથી જે તકલીફ થાય છે તેનાથી બચવા માટે ઓછામાં ઓછી 60થી 75 મિનિટ એક્સર્સાઈઝ કરવી. આ રિસર્ચ 10 લાખથી વધારે લોકો પર કરવામાં આવ્યું હતું.
 • રિસર્ચમાં જાણવા મળ્યું કે, મોટાભાગના લોકો વધારે બેસી રહ્યા બાદ પણ એક્સર્સાઈઝ પર ધ્યાન નથી આપતા. જેના કારણે મેદસ્વિતા અને હાઈપરટેન્શન જેવી સમસ્યા વધી રહી છે.
 • ફિટ અને એક્ટિવ રહેવા માટે એક્સર્સાઈઝ કરવી જરૂરી છે. જો તમે તેના માટે વધારે સમય નથી કાઢી શકતા તો ઓછામાં ઓછી પરંતુ એક્સર્સાઈઝ કરવી ફાયદાકારક છે.