કેવી રીતે કેન્સરથી બચવું:પેટ અને પીઠમાં લાંબા સમય સુધી દુખાવો રહે તો એ કેન્સરનાં લક્ષણ છે, કયાં લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું જોઈએ એ જાણો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્સરના 200થી પણ વધારે પ્રકાર છે અને એનાં લક્ષણો પણ અલગ અલગ છે. જો કેન્સરની શરૂઆતમાં ખબર પડી જાય તો એની સફળ સારવારની સંભાવના 70% સુધી વધી જાય છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, તપાસથી ઘણા પ્રકારનાં કેન્સરને સમયસર ઓળખી શકાય છે.

ભારતમાં પુરુષોમાં મોઢા, અન્નનળી, ફેફસાં અને પેટનાં કેન્સરના કેસ સૌથી વધારે સામે આવે છે. મહિલાઓમાં સ્તન અને ગર્ભાશય કેન્સરના વધારે કેસ સામે આવે છે. ગળા, પેઢા, જીભ અને ગળામાં ઈજા લાંબા સમય સુધી, મટે નહીં તો એ કેન્સરના શરૂઆતનાં લક્ષણ હોઈ શકે છે. તપાસ કરાવીને એને ઓળખી શકાય છે.

ફોર્ટિસ હોસ્પિટલ, નવી દિલ્હીના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. સંદીપ મહેતા પાસેથી જાણો કયાં લક્ષણ કયા પ્રકારનાં કેન્સરની તરફ ઈશારો કરે છે...