હેલ્થ ટિપ્સ:કોરોનાનાં સમયમાં પિરિયડસની સમસ્યાઓ વધી, સ્ટ્રેસથી પિરિયડસ બંધ થવાનું જોખમ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીની શરૂઆતથી જ મહિલાઓને પિરિયડસ સંબંધિત સમસ્યામાં વધારો થયો છે. ભારતના ડિજિટલ હેલ્થ પોર્ટલ પ્રેક્ટો મુજબ, દેશમાં દર 3 મહિલાઓ પૈકી 1 મહિલાએ લોકડાઉન દરમિયાન સ્ત્રી રોગ નિષ્ણાંતનો સંપર્ક કર્યો હતો. હાલમાં જર્નલ ઓફ વુમન હેલ્થમાં પ્રકાશિત એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, મહામારીનાં સમયમાં ચિંતાને કારણે મહિલાઓને બ્લીડિંગની સમસ્યામાં વધારો થયો હતો.

આ રીતે થયું રિસર્ચ
આ રિસર્ચ અમેરિકામાં 200 મહિલાઓ પર કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ ન તો ગર્ભવતી હતી, ન તો ગર્ભનિરોધક ગોળીઓ લેતી હતી, ન સ્તનપાન કરાવતી હતી. આ સાથે જ આ મહિલાઓને ક્યારેય પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ નથી. વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં શોધી કાઢ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જે સ્પર્ધકો વધુ તણાવમાં હતા તેઓમાં પિરિયડસ દરમિયાન બ્લીડિંગ વધી ગયું હતું. આ સાથે પિરિયડસનો સમયગાળો પણ વધ્યો હતો.

લોકડાઉનનાં કારણે બગડી પિરિયડની સાઇકલ
ડો. અર્ચના એસકેએ ધ ન્યુઝ મિનિટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાનાં કારણે આખી દુનિયામાં માનસિક સ્વાસ્થ્ય કટોકટી થઈ હતી. લોકડાઉનમાં અચાનકથી લાઇફસ્ટાઇલમાં બદલાવ આવ્યો હતો. લોકડાઉનમાં લોકોની ડાયટથી લઈને સ્લીપ સાઇકલ સુધી બધામાં બદલાવ આવ્યો હતો. આ સાથે જ સ્ટ્રેસ અને ખરાબ સ્વાસ્થ્ય પણ એક કારણ છે.

ડો.અર્ચનાના જણાવ્યા મુજબ, વધુ સ્ટ્રેસ પિરિયડસની સાઇકલ માટે નુકસાનકારક છે. ચિંતાને કારણે ઘણી મહિલાઓને પિરિયડસ જલ્દી આવી જતા હતા તો ઘણી મહીલાઓને પિરિયડસ મોડા પણ આવ્યા છે. કેટલી મહિલાઓ એવી પણ હોય છે જેમને બ્લીડિંગ અને પિરિયડનો સમયગાળો વધે છે. પિરિયડસ સંબંધિત આ બધી સમસ્યાઓ પાછળનું કારણ સ્ટ્રેસ છે.

સ્ટ્રેસ હોર્મોન રિપ્રોડક્ટિવ હોર્મોનસને દબાવે છે
એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, કોર્ટિસોલ નામનું સ્ટ્રેસ હોર્મોન્સ મહિલાઓના રિપ્રોડક્ટિવ હોર્મોનસ પર દબાણ કરે છે. જેમાં ઓવ્યુલેશનની પ્રક્રિયા અને પીરિયડ ચક્રને અસર કરે છે. બ્લીડિંગ અને પિરિયડસમાં તણાવ પણ પિરિયડસ દરમિયાન થનારા દુખાવામાં વધારો કરે છે.

જેની સાબિતી 2004માં ચીનમાં થયેલા એક સ્ટડીમાં ખબર પડી હતી. 400 મહિલાઓ પર કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે, વધુ ચિંતામાં રહેતા લોકોને પિરિયડસ દરમિયાન દુખાવો થવું એ સામાન્ય છે.

સ્ટ્રેસથી પીરિયડ્સ બંધ થવાનું છે પણ જોખમ
એક્સપર્ટ માને છે કે, આવનારા સમયમાં આપણે કોરોનાના લોન્ગ ટર્મ સાઈડ ઇફેક્ટ્સ જોવા મળી શકે છે. જેમાં મહિલાઓમાં પોલિસિસ્ટિક ઓવરી સિંડ્રોમ (PCOS)ના મામલા વધે અને લગાતાર સ્ટ્રેસને કારણે પિરિયડસ બંધ થઇ જશે.