તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Prepare Green From Neem, Orange From Cassava And Yellow From Turmeric, This Herbal Color Is Beneficial For The Skin, Learn How To Prepare It

કેમિકલવાળી નહીં પણ હર્બલ હોળી રમો:લીમડામાંથી લીલો, કેસૂડામાંથી કેસરી અને હળદરમાંથી પીળો રંગ તૈયાર કરો, આ હર્બલ રંગ સ્કિન માટે ફાયદાકારક છે, જાણો તેને કેવી રીતે તૈયાર કરવા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેમિકલવાળા રંગથી સ્કિન પર ખીલ, એલર્જી અને બળતરા થાય છે. તેનાથી બચવા માટે ફૂલ, પાંદાડાઓ, શાકભાજી અને મસાલામાંથી તૈયાર કરવામાં આવેલા રંગોનો ઉપયોગ કરી શકાય છે. તે સ્કિન માટે ફાયદાકારક હોય છે અને આંખોને પણ નુકસાન નથી થતું. નેચરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા જણાવે છે કે કેવી રીતે હર્બલ કલર ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે અને કેવી રીતે સેફ હોળી સેલિબ્રેટ કરવી.

​​​​​​લીલો કલરઃ લીમડાની પાંદડામાંથી બનાવો
લીમડાના પાંદડાને પીસીને તૈયાર કરેલા પેસ્ટમાંથી લીલો કલર બનાવી શકાય છે. આ પેસ્ટને પાણીમાં મિક્સ કરીને હોળી રમી શકાય છે. તે ફેસપેકની જેમ પણ કામ કરશે. લીમડો એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિએલર્જિક હોવાને કારણે સ્કિન માટે ફાયદાકારક છે અને તે ખીલ, ડાઘની સમસ્યામાં રાહત આપે છે. લીમડાના પાંદડાઓને સૂકવીને તેનો પાઉડર પણ ગુલાલની જેમ લગાવી શકાય છે.

લાલ કલરઃ બીટને ક્રશ કરીને પાણીમાં ઉકાળો
આ સિઝનમાં બીટ સરળતાથી મળે છે. તેને પીસીને પાણીમાં ઉકાળી લો અને તૈયાર છે લાલ કલર. ઘાટ્ટો પિંક કલર જોઈતો હોય તો તેમાં પાણી વધારે મિક્સ કરવું. તે સિવાય તેને ક્રશ કરીને પેસ્ટ પણ બનાવી શકાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ કલર આંખો અને મોંમાં જાય તો પણ નુકસાન નથી થતું. બાળકોને નુકસાનથી બચાવવા માટે આ કલરને પિચકારીમાં ભરીને પણ આપી શકો છો.

પીળો કલરઃ મકાઈના લોટમાં હળદર મિક્સ કરો
આ કલર બનાવવા માટે હળદર ઉપયોગી છે. હળદર એન્ટિસેપ્ટિક અને એન્ટિઈન્ફ્લેમેટરી હોય છે જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. પીળો કલર તૈયાર કરવા માટે હળદરને જવ અથવા મકાઈના લોટમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી શકાય છે. તેનો કલરની જેમ ઉપયોગ કરો. તે ડેડ સ્કિન દૂર કરીને નેચરલ સ્ક્રબની જેમ કામ કરશે. હળદરને અખરોટ અથવા ચોખાના પાઉડરમાં પણ મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે.

કેસરી કલરઃ કેસૂડો અને ગલગોટાના ફૂલનો ઉપયોગ કરો
કેસરી કલર બનાવવા માટે ગલગોટાના ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. તે સિવાય 100 ગ્રામ કેસૂડાના સૂકા ફૂલને એક ડોલ પાણીમાં ઉકાળી અથવા આખી રાત પલાળીને રાખો. સવારે તેને ગાળી લો. ડોલભરી ઘાટ્ટો કેસરી કલર તૈયાર છે. તેનો આવી રીતે જ અથવા પાતળો કરીને ઉપયોગ કરી શકાય છે.