હવે પ્રી-મેચ્યોર ડિલીવરી રોકી શકશે:પ્રી મેચ્યોર બર્થની ભવિષ્યવાણી સંભવ બની, વૈજ્ઞાનિકોએ પ્રેગ્નન્સીના10મા અઠવાડિયે કરાતો નવો ટેસ્ટ ડેવલપ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની કિંગ્સ કોલેજ લંડનના સંશોધકોએ આ નવો ટેસ્ટ ડેવલપ કર્યો
  • પ્રેગ્નન્સીના 10મા અઠવાડિયાંમાં સર્વિક્સ સેમ્પલ લઈ તપાસ કરાશે

'પ્રી મેચ્યોર બર્થ' અર્થાત સમય કરતાં પહેલાં બાળકનો જન્મ થાય તો નવજાતમાં મૃત્યુનું જોખમ 50% સુધી રહે છે. પ્રેગ્નન્સીના 37 અઠવાડિયાં પહેલાં બાળકનો જન્મ થાય તો તેને 'પ્રી મેચ્યોર બર્થ' કહેવાય છે. સમય પહેલાં જન્મ લેનારાં બાળકોમાં અનેક જોખમ રહેલું હોય છે. તેથી ડિલીવરી પહેલાં જ આ આ જોખમ પર પૂર્ણ વિરામ લગાવવા માટે વૈજ્ઞાનિકોએ એક ટેસ્ટની સલાહ આપી છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પ્રેગ્નન્સીના 10મા અઠવાડિયાંમાં જ એક ખાસ પ્રકારના બેક્ટેરિયા અને કેમિકલની કપાસ કરી પ્રી મેચ્યોર બર્થ થશે કે કેમ તેની ભવિષ્યવાણી કરી શકાશે.

રિસર્ચ કરનારી ઈંગ્લેન્ડની કિંગ્સ કોલેજ લંડનના મહિલા રોગ નિષ્ણાત પ્રો. એન્ડ્ર્યુ શેનનું કહેવું છે કે, પ્રી મેચ્યોર બર્થની ભવિષ્યવાણી કરવી ઘણી મુશ્કેલ છે. તેમની ટીમે આ ભવિષ્યવાણી કરવાની એક રીત શોધી કાઢી છે. તે સમયસર માતાને અલર્ટ કરશે.

કેવી રીતે પ્રી મેચ્યોર બર્થની ભવિષ્યવાણી કરવામાં આવે છે, પ્રી મેચ્યોર બર્થને કારણે બાળકને શું જોખમ છે તેને કેવી રીતે રોકી શકાય આવો જાણીએ...

નુક્સાનકારક કેમિકલથી પ્રી-મેચ્યોર બર્થની ભવિષ્યવાણી થશે
રિસર્ચ કરનારા બ્રિટિશ વૈજ્ઞાનિકોનએ ગર્ભાશયના મુખ પર એવા બેક્ટેરિયા અને કેમિકલની ઓળખ કરી જે સંક્રમણ અને સોજો વધારે છે. આ સંક્રમણ અને સોજા જ પ્રી મેચ્યોર બર્થ માટે જવાબદાર છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે, એક નવા ટેસ્ટની મદદથી બેક્ટેરિયા અને કેમિકલની ઓળખ કરી નવજાતનાં મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.

રિસર્ચમાં સર્વેક્સ સેમ્પલની તપાસ થઈ
બ્રિટિશ સંશોધકોએ રિસર્ચ માટે ઈંગ્લેન્ડની હોસ્પિટલની 364 માતાઓનો ડેટા લીધો. તેમાંથી 60ની પ્રી મેચ્યોર ડિલીવરી થઈ હતી. સંશોધકોએ 10થી 15 અઠવાડિયાંની ગર્ભવતી મહિલાઓના સર્વિક્સ સેમ્પલ લઈ બેક્ટેરિયાની તપાસ કરી. 16થી 23માં અઠવાડિયે ફરી તપાસ કરવામાં આવી. ત્યારબાદ ગર્ભાશયના મુખની લંબાઈની તપાસ કરાઈ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મહિલાઓમાં 34માં અઠવાડિયાં પહેલાં લીધેલા સેમ્પલમાં ગ્લુકોઝ, એસ્પાર્ટેટ, કેલ્શિયમ અને બેક્ટેરિયાની પુષ્ટિ કરવામાં આવી. આ નુક્સાનકારક બેક્ટેરિયાને પ્રી મેચ્યોર બર્થ માટે જવાબદાર ગણવામાં આવ્યા.

આ કારણે પ્રી મેચ્યોર ડિલીવરી થાય છે
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગર્ભાશયના મુખને સર્વિક્સ કહેવાય છે. લેબરપેન દરમિયાન નવજાતના ડિલીવરી સમયે સર્વિક્સનો આકાર વધે છે જેથી બાળક કોઈ બાધા વગર બહાર આવી શકે, પરંતુ બેક્ટેરિયા અને કેટલાક ખાસ રસાયણોને કારણે સર્વિક્સમાં સંક્રમણ ફેલાય છે. આમ થવા પર પ્રેગ્નન્સી દરમિયાન સોજો આવે છે. તેને કારણે ગર્ભાશયનું મુખ નબળું પડે છે અને સંપૂર્ણ રીતે ખૂલી શકતું નથી. આ સ્થિતિમાં બાળકને કોઈ તકલીફ ન પડે તેથી સર્જરી કરી ડિલીવરી કરવામાં આવે છે.

પ્રી મેચ્યોર ડિલીવરીને કારણે બાળકોમાં મૃત્યુ સાથે ઘણી બીમારીઓનું જોખમ પણ વધે છે. એક અન્ય રિસર્ચ પ્રમાણે, ભવિષ્યમાં આવાં બાળકોનો IQ લેવલ ઘટે છે.

હાલ બ્રિટનનની સ્વાસ્થ્ય એજન્સી NHS પ્રી મેચ્યોર ડિલીવરની 2 સ્થિતિમાં ભવિષ્યવાણી કરે છે. સર્જરી દરમિયાન સર્વિક્સ ડેમેજ થઈ ગઈ હોય તો અથવા સર્વિક્સનો આકાર નાનો થયો હોય. તેની જાણ પ્રેગ્નન્સીના ઘણા સમય બાદ થાય છે પરંતુ નવાં રિસર્ચથી તે વહેલી તકે જાણી શકાશે. હવે પ્રેગ્નન્સીમાં જ સર્વિક્સની સ્થિતિને આધારે પ્રી-મેચ્યોર બર્થની ભવિષ્યવાણી કરી શકાશે. અત્યાર સુધી પ્રી-મેચ્યોર બર્થ રોકવા માટે હોર્મોન મેડિસીન અને સર્વિક્સનું સ્ટીચિંગ કરવામાં આવતું હતું.