કામના સમાચાર:ગર્ભવતી મહિલાઓ કોરોનામાં ખાસ ધ્યાન રાખવું, પ્રી-મેચ્યોર ડિલિવરી અને બાળકને સમસ્યાનું રહે છે જોખમ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

30 વર્ષની સૌમ્યા ગત વર્ષે માતા બની હતી. આ બાળકનો જન્મ ઘણી માનતાઓ અને ઈલાજ પછી થયો હતો. એપ્રિલ 2021માં કોરોનાની બીજી લહેરને કારણે ઘરનાં બધા જ લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. સૌમ્યા પણ કોરોનાને લઈને બધી જ કાળજી લઇ રહી હતી. પ્રેગ્નેન્સીમાં સૌમ્યાએ વેક્સિન ના લેતાં મે મહિનામાં કોરોના સંક્રમિત થઇ હતી. જુલાઈમાં સૌમ્યાએ દીકરાને જન્મ આપ્યો હતો.

પ્રી-ટર્મ બર્થનાં (સમય પહેલા બાળકનો જન્મ)કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ સાથે જ બાળકનું વજન ઓછું હતું અને દૂધ પીવામાં પણ તકલીફ પડી હતી. આજે બાળક પહેલાં કરતા સ્વસ્થ છે પરંતુ નોર્મલ બાળકથી ઘણું કમજોર છે.

છેલ્લા થોડા સમયથી કોરોનાનાં કેસમાં ફરી વધારો થયો છે. આ વચ્ચે નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ કોરોના સંક્રમિત થાય તો બાળક પ્રીટર્મ થઇ શકે છે. AIIMS ના ડોક્ટર પ્રદીપ ભટ્ટાચાર્ય પાસેથી જાણીએ વધુ વિગત.

પ્રી-ટર્મ બર્થ શું છે?
પ્રી-ટર્મ બર્થને જ પ્રી-મેચ્યોર ડિલિવરી કહે છે. આ એ સ્થિતિ છે બાળકનો જન્મ સમય પહેલાં થઇ જાય છે.

પ્રી-ટર્મ બર્થથી બાળકને શું તકલીફ થાય છે?
બાળકોને ભવિષ્યમાં બીમારી થઇ શકે છે, જે આજીવન ચાલી શકે છે.
પ્રી-ટર્મ બર્થની ગંભીરતા જોઈને એક્સપર્ટ સલાહ આપે છે કે, ગર્ભવતી મહિલાઓએ કોરોના સંક્ર્મણથી બચવું જરૂરી છે.

કેટલા મહિનાની પ્રેગ્નેન્સીમાં પ્રી-ટર્મ બર્થનું જોખમ વધારે છે?
ડોક્ટર પ્રદીપ ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર,

  • ગર્ભવતી મહિલાઓને ત્રીજા અને છઠ્ઠા મહિને વાયરલ ઈન્ફેક્શ અને બેક્ટેરિયલ ઇન્ફેકશનનો ખતરો સૌથી વધુ હોય છે.
  • 6 મહિનાની અંદર જો ગર્ભવતી મહિલાઓને વધુ જોખમ હોય તો એબોર્શન થઇ શકે છે પરંતુ બાદમાં જોખમ હોય તો એબોર્શન થઇ શકતું નથી.

શું કોરોના સંક્રમિત બધી ગર્ભવતી મહિલાઓને ICUમાં દાખલ કરવામાં આવે છે?
એવું નથી કે, ICUમાં દાખલ થવાનું જોખમ ઉંમર અને હાઈ બીપી પર આધાર રાખે છે. જયારે ગર્ભવતી મહિલાઓની ઉંમર વધુ હોય અથવા તો હાઇબીપી, શુગર જેવી બીમારી છે તે મહિલાઓને ICUમાં દાખલ થવાનું જોખમ વધારે રહે છે.

કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાઓમાં ICUમાં દાખલ થવાનું જોખમ કેવી રીતે ઘટાડી શકાય?
યુએસ હેલ્થ એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, ગર્ભાવસ્થા પહેલા અથવા તે દરમિયાન રસી લેવાથી કોરોનાથી બચી શકાય છે. જો ગર્ભવતી સ્ત્રીઓ રસી નથી લેતી તો બાળકના વિકાસને લગતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, સમયસર રસી લેવી અને કોરોના સંબંધિત તમામ સાવચેતીઓનું પાલન કરવું જરૂરીછે.

શું કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાના બાળક પર પણ ખરાબ અસર પડે છે?
સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શન (CDC)ના મેડિકલ એપિડેમિયોલોજિસ્ટ કેટ વુડવર્થના જણાવ્યા અનુસાર, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોરોનાથી સંક્રમિત મહિલાઓમાં જન્મેલા બાળકોમાં ચેપ લાગવો અસામાન્ય છે. એટલે કે એ જરૂરી નથી કે બાળકને પણ ચેપ લાગ્યો હોય.

પ્રી-ટર્મ બર્થ પર હાલમાં કરવામાં આવ્યું રિસર્ચ

  • અમેરિકન મેડિકલ એસોસિએશન (JAMA) ના જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, જો મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કોરોના થાય છે તો તેમને હોસ્પિટલ અને ICUમાં દાખલ થવાનું જોખમ વધારે છે.
  • કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા (UBC) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થામાં કોરોનાને કારણે બાળક સમય પહેલા જન્મી શકે છે. એટલે કે, ડિલિવરી પ્રી-ટર્મ થઇ શકે છે.

WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)અનુસાર,

  • ભારતમાં દર વર્ષ 100 પૈકી 13 બાળકો પ્રી-મેચ્યોર જન્મ લે છે
  • દુનિયાભરમાં 1.5 કરોડ બાળકોનો જન્મ સમયથી પહેલાં થાય છે.
  • દુનિયાભરમાં દર વર્ષે 10 લાખ બાળકોના મોત પ્રીટર્મ બર્થનાં કારણે થાય છે.