હેલ્થ ટિપ્સ:ગર્ભવતી મહિલાઓએ ત્રણ મહિના સુધી રાખવું જોઈએ ખાસ ધ્યાન, પેટના બળે સૂવાથી કે નીચે બેસીને ન્હાવાથી મિસ કેરેજની શક્યતા વધારે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક સ્ત્રી માટે માતા બનવું એ એક જીવનનો ખુબસુરત અહેસાસ હોય છે. પરંતુ આ સમય દરમિયાન ધ્યાન રાખવું પડે છે. પ્રેગ્નન્સીના સમયગાળા દરમિયાન મહિલાઓ પોતાને અને આવનારા બાળકને લઈને વધુ સતર્ક રહે છે. પરંતુ મહિલાઓ જાણે- અજાણે એ પ્રકારની ભુલો કરે છે, જે મિસ કેરેજનું કારણ બની શકે છે.

શરૂઆતના 3 મહિના રાખવું પડે છે ખાસ ધ્યાન
જ્યારે મહિલાઓ ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિના બાઇક કે રીક્ષામાં મુસાફરી કરે છે કે પછી સ્કુટર ચલાવે છે તો મિસ કેરેજની શક્યતા વધારે રહે છે. નોઇડા સેક્ટર-110ના કમ્યુનિટી હેલ્થ સેન્ટરના સ્રી રોગ નિષ્ણાત ડો.મીરા પાઠકે જણાવ્યું હતું કે. ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમિયાન સૌથી પહેલાં એગ અંડાશયમાં રહે છે. અહીંથી જ પ્રેગનન્સીને સ્થિર રાખવા માટે પ્રોજેસ્ટેરોન નામનું હોર્મોન રિલીઝ થાય છે.

9 અઠવાડિયાં બાદ નાળ બને છે અને ભ્રૂણ ગર્ભાશયમાં આવી જાય છે. આ ત્રણ મહિના દરમિયાન ગર્ભાશય નબળું થઇ જાય છે. આ સમયમાં ગર્ભવતી મહિલાઓએ બાઇક, સ્કૂટી અથવા ઓટોમાં મુસાફરી ન કરવી જોઈએ કારણ કે મુસાફરી દરમિયાન આંચકા આવે છે જેથી ગર્ભાશયને અસર થાય છે.

શારીરિક સંબંધ ન બાંધો
સ્રી રોગ નિષ્ણાત ડો.મીરા પાઠકના જણાવ્યા અનુસાર, પ્રેગનન્સીના શરૂઆતના ત્રણ મહિનામાં શારીરિક સંબંધથી દુર રહેવું જોઇએ નહી તો મિસકેરેજ થવાની શક્યતા રહે છે. ભુતકાળમાં આ પ્રકારના દર્દીઓ આવી ચુક્યા છે. શારીરિક સંબંધ દરમિયાન શરીરને ઘણા આંચકા લાગે છે. ગર્ભાવસ્થાના પહેલા 3 મહિનામાં ગર્ભાશય પર કોઈ દબાણ ન હોવું જોઈએ. ભ્રૂણ ગર્ભાશયને 3 મહિના પછી વધુ મજબૂત પણ બનાવે છે.

બિલાડીના મળથી પણ મિસકેરેજની શક્યતા
ઘણા લોકોને ઘરમાં બિલાડી રાખવાનો શોખ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે, બિલાડી પણ મિસકેરેજનું કારણ બની શકે છે? ગર્ભવતી મહિલાઓને બિલાડીથી દૂર રાખવી જોઇએ. બિલાડીના મળમાં ટોક્સોપ્લાઝમોસિજ નામનું પરોપજીવી હોય છે. જો કોઇ ગર્ભવતી મહિલા બિલાડીના મળના સંપર્કમાં આવે છે તો શ્વાસ દ્રારા શરીરમાં જાય છે અને ભ્રૂણને નુકસાન કરે છે.

પેટના બળે પણ ક્યારેય ન સૂવુ જોઇએ
ઘણી મહિલાઓને પેટના આધારે સૂવાની આદત હોય છે. પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન આ આદતને બદલી દેવી જોઇએ. પેટ પર સૂવાથી કરોડરજ્જુમાં ખેચાણની સાથે બ્રેસ્ટ અને ગર્ભાશય ઉપર પણ દબાણ આવે છે. આ સમય દરમિયાન, તમારે પડખું ફરીને સૂવું જોઈએ.

ઇન્ડિયન ટોયલેટ અને નીચા સ્ટુલનો ઉપયોગ ન કરવો જોઇએ
આજે પણ ઘણા ઘરમાં ડોલમાં પાણી ભરીને સ્નાન કરતા હોય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓએ જમીન પર કે નાના સ્ટૂલ પર બેસીને સ્નાન ન કરવું જોઇએ. તો ઇન્ડિયન ટોયલેટ ઉપયોગ પણ ન કરવો જોઇએ.

ડો.મીરા પાઠકના જણાવ્યા મુજબ કેટલીક મહિલાઓ કચરો કાઢતી વખતે સોફા કે બેડને ખેંચી લે છે. આ આદતોથી ગર્ભાવસ્થામાં ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન ભારે વસ્તુઓ ઉપાડવી જોઈએ નહીં. આ ઉપરાંત નહાતી વખતે ઊંચા સ્ટૂલ અને અંગ્રેજી ટોયલેટનો ઉપયોગ કરવો આ સમય દરમિયાન બેસ્ટ છે.

એક અભ્યાસમાં ઉનાળાને પણ બતાવ્યું મિસકેરેજનું કારણ
અમેરિકામાં સંશોધકોએ 6000 મહિલાઓની ગર્ભાવસ્થા પર અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, ગરમીમાં ગર્ભવતી મહિલાઓમાં મિસકેરેજની શક્યતા 44 ટકા વધી જાય છે. સૌથી વધુ મિસકેરેજ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં થાય છે. 8 અઠવાડિયા પહેલા મિસકેરેજની શક્યતા વધુ રહે છે.

સંશોધનમાં એ પણ સામે આવ્યું હતું કે ઓગસ્ટના અંતમાં આ પ્રકારના 31 ટકા કેસ જોવા મળ્યા હતા. અમેરિકાના દક્ષિણ અને મધ્ય પશ્ચિમી રાજ્યોમાં ગરમીની ઋતુમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે, જેનાથી ગર્ભને નુકસાન થાય છે.