હેલ્થ ટિપ્સ:પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ પરંતુ પેટમાં નહીં હોય બાળક, જીનમાં ગડબડને કારણે ટ્યુમર બને છે

20 દિવસ પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

માતા બનવાનો ખુશી સૌથી ખુબસુરત ખુશીહોય છે. દરેક મહીલા ઇચ્છે છે કે, ગર્ભાવસ્થામાં સ્વાસ્થ્ય બરાબર રહે અને બાળક સ્વસ્થ રહે. પરંતુ ઘણીવાર ગર્ભાવસ્થા દરમિયાન ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે. જે પૈકી એક છે મોલર પ્રેગ્નન્સી. જેને તેને હાઈડિટિફોર્મ મોલ એટલે કે, દાઢ ગર્ભાવસ્થા પણ કહેવામાં આવે છે.

આ પ્રેગ્નન્સીમાં ગર્ભનાળ નથી બનતી
મોલર પ્રેગ્નન્સી એક દુર્લભ લક્ષણ છે. જેમાં મહિલા પ્રેગ્નન્ટ તો હોય છે પરંતુ ભ્રુણ નથી બનતું. શરીરમાં બદલાવ પણ જોવા મળે છે. પેટ બહાર નીકળે છે, પરંતુ ટ્યુમર થાય છે.

જેમાં ટ્રોફોબ્લાસ્ટનો અસાધારણ વિકાસ થાય છે. ટ્રોફોબ્લાસ્ટએ કોષો છે જે બ્લાસ્ટોસિસ્ટની બાહ્ય સપાટી બનાવે છે. સરળ શબ્દોમાં કહેવામાં આવે ભ્રુણ નથી બનતું બનતું નથી અને ગર્ભાશયમાં ટ્યુમર થાય છે. આ ફક્ત ગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં જ થાય છે. ઓક્સિજન અને પોષક તત્વો ગર્ભાશયની અંદર નાળ દ્વારા બાળક સુધી પહોંચે છે.

જેનેટિક પ્રોબ્લેમને કારણે થાય છે આ પ્રેગ્નન્સી
નોઈડા સેક્ટર-110ના ભાંગેલમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ મીરા પાઠકે જણાવ્યું હતું કે, દાઢ ગર્ભાવસ્થા (મોલર પ્રેગ્નન્સી) એક જેનેટિક પ્રોબ્લમ થાય છે. તે અસામાન્ય ઇંડા અને સામાન્ય શુક્રાણુ અથવા અસામાન્ય શુક્રાણુ અને સામાન્ય ઇંડાને કારણે થાય છે. જેની અલ્ટ્રાસાઉન્ડમાં સરળતાથી ખબર પડી શકે છે.

બે પ્રકારની હોય છે મોલર પ્રેગ્નન્સી
મોલર પ્રેગ્નન્સી બે પ્રકારની હોય છે. પાર્શિયલ મોલર પ્રેગ્નન્સીમાં 2 સ્પર્મ એગ હોય છે, પરંતુ પરિણામ જોડિયા બાળકો નથી હોતા. જેમાંથી ભ્રુણ બને છે, પરંતુ એબનોર્મલ હોય છે જે જીવિત નથી રહેતું. બીજી કમ્પ્લીટ મોલર પ્રેગ્નન્સી છે, જેમાંથી ભ્રુણ નથી બનતું.

મહિલાઓના જીવને રહે છે જોખમ
ડોક્ટર મીરા પાઠકના જણાવ્યા અનુસાર, જો આ બીમારીનો ઈલાજ કરવામાં ન આવે તો મોલર પ્રેગ્નન્સીથી જીવ પણ ગુમાવવાનો વારો આવી શકે છે. નોર્મલ પ્લેસેન્ટા એટલે કે માતાના લોહીની નસ સાથે જોડાયેલ છે. જો ગર્ભના ટુકડા સ્ત્રીના લોહીમાં રહી જાય તો તે ફેફસાંમાં કે હૃદયમાં જઈને તેને બ્લોક કરી શકે છે. આ પ્રેગ્નન્સીમાં મહિલાનું બ્લડ પ્રેશર વધવા લાગે છે. થાઈરોઈડ હોર્મોન્સ વધવાથી એનિમિયા થવાનું જોખમ રહે છે. અત્યંત દુર્લભ કિસ્સાઓમાં, તે કેન્સરનું સ્વરૂપ પણ લઈ શકે છે.

લાપરવાહી થાય તો ગર્ભાશય ફાટી શકે છે
મોલર પ્રેગ્નન્સીમાં MTP (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી) કરવામાં આવે છે. તે ફક્ત પ્રોફેશનલ વ્યક્તિ દ્વારા જ કરવું જોઈએ. MTPમાં ઘણું જોખમ હોય છે તેથી થોડી બેદરકારી રાખવામાં આવે તો મોત પણ નીપજી શકે છે. ડોક્ટર મીરા પાઠકે જણાવ્યું કે તેને સક્શન ઈવેક્યુએશન ટેકનિક દ્વારા દૂર કરવામાં આવે છે. જો કાળજી લેવામાં ન આવે તો ગર્ભાશય પણ ફાટી શકે છે.

6 મહિના બાદ બીજી વાર બની શકે છે માતા
મોલર પ્રેગ્નન્સી બાદ મહિલા બીજી વાર ગર્ભધારણ કરી શકે છે, પરંતુ તેમાં પણ થોડી મુશ્કેલી છે. તો મહિલાને બીજી વાર મોલર પ્રેગ્નન્સી પણ થઇ શકે છે. ડોક્ટરની સલાહ બાદ જ બીજી વાર ગર્ભધારણની યોજના બનાવો. સર્જરીના 6 મહિના બાદ બીજીવાર ગર્ભધારણ કરી શકાય છે. પરંતુ આ પહેલાં બ્લડ અને હ્યુમન કોરિયોનીક ગોનાડ્રોપિન ટેસ્ટ જરૂરી છે.

આ પ્રકારની ઘટના બહુ જ ઓછી જોવા મળે છે.
દુનિયામાં મોલર પ્રેગ્નન્સીની ઘટના 1000 પૈકી 1 મહિલામાં જોવા મળે છે. શરૂઆતમાં આ નોર્મલ પ્રેગ્નન્સી જેવું જ લાગે છે. અમેરિકન-કેનેડિયન સિંગર અલાનીસ મોરિસેટ પણ મોલર પ્રેગ્નન્સીના દુખમાંથી પસાર થઇ ચુકી છે. વર્ષ 2020માં એક પોડકાસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. માતા બનવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. મોલર પ્રેગ્નન્સીને કારણે મિસકેરેજ પણ થયું હતું.