રિસર્ચ / સોશિયલ મીડિયા પર ડિપ્રેશન વિશે પોસ્ટ કરવાથી વિદ્યાર્થીઓને પૂરતી મદદ મળતી નથી

Posting about depression on social media does not help students enough

  • 45% વિદ્યાર્થીઓએ તેમના ફેસબુક અકાઉન્ટ પર નકારત્મક પોસ્ટ કરે છે
  • 35% મિત્રો જ તેમના અન્ય મિત્રોની ડિપ્રેશનવાળી પોસ્ટથી ચિંતિત બને છે

Divyabhaskar.com

Jan 09, 2020, 04:27 PM IST

હેલ્થ ડેસ્કઃ યુવા પેઢી સોશિયલ મીડિયા પર પોતાની ભાવના વ્યક્ત કરવાનું પસંદ કરતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયા પર ડિપ્રેશન સહિતની માનસિક સમસ્યાઓ શેર કરવાથી મિત્રો દ્વારા મદદ મળતી નથી. ‘JMIR રિસર્ચ પ્રોટોકોલ્સ’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચ

અમેરિકાની ઓહિઓ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં આ રિસર્ચમાં 33 કોલેજના વિધાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. રિસર્ચમાં આ તમામ વિદ્યાર્થીઓએ ફેસબુક પર કયા પ્રકારની પોસ્ટ કરી હતી અને તેમના મિત્રોએ પોસ્ટ માટે કેવી પ્રતિક્રિયા આપી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ડિપ્રેશન

રિસર્ચમાં જોવા મળ્યું કે 50% વિદ્યાર્થીઓમાં મધ્યમથી વધારે ડિપ્રેશનના લક્ષણો જોવા મળ્યા હતા. તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ આત્મહત્યાના વિચારો આવવાનું પણ કબુલ્યું હતું. રિસર્ચમાં જોવા મળ્યું કે 45% વિદ્યાર્થીઓએ તેમના ફેસબુક અકાઉન્ટ પર નકારત્મક પોસ્ટ કરે છે. જયારે રિસર્ચમાં સામેલ વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થીએ પોસ્ટ કરીને ડિપ્રેશન સામે લડત આપવા માટે મદદ માગી હતી. ડિપ્રેશનથી પીડિત મોટા ભાગના વિધાર્થીઓ તેમની પોસ્ટમાં ડિપ્રેશન શબ્દનો પ્રયોગ કરવાનું ટાળે છે.

અવલોકન

રિસર્ચમાં જોવા મળ્યું કે 15% વિધાર્થીઓ સેડ સોન્ગ, 5% વિદ્યાર્થીઓ ઈમોજી અને 5% વિદ્યાર્થીઓ ક્વોટ્સ દ્વારા પોતાની ડિપ્રેશ્ડ (દુઃખી) ભાવનાઓએ વ્યક્ત કરે છે. રિસર્ચ મુજબ 35% મિત્રો જ તેમના મિત્રોની ડિપ્રેશનવાળી પોસ્ટથી ચિંતિત બને છે. રિસર્ચમાં એમ પણ જોવા મળ્યું કે સોશિયલ મીડિયા પર ડિપ્રેશનવાળી પોસ્ટ જોઈને દર વખતે પોસ્ટ કરનારના અન્ય મિત્રો મિત્રો ચિંતિત બનતા નથી.

રિસર્ચના લીડ ઓથર સ્કોટિ અનુસાર, કોલેજના વિદ્યાર્થીઓએ એ સમજવાની જરૂર છે કે તેમના મિત્રો કેમ ડિપ્રેશનની પોસ્ટ કરી રહ્યા છે અને તેને સમજીને મદદ કરવાની જરૂર છે.

X
Posting about depression on social media does not help students enough

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી