લગ્ન પછી ડિપ્રેશનની બીમારી:પોસ્ટ મેરેજ ડિપ્રેશન શું છે? દેશમાં મહિલાઓ અને પુરૂષોમાં પોસ્ટ મેરેજ ડિપ્રેશન થવાની શક્યતા વધુ કેમ?

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતમાં પોસ્ટ મેરેજ ડિપ્રેશન એક એવી બીમારી છે, જેના અંગે હજું પણ લોકોને વધારે જાણકારી નથી. આ બીમારીને મૂડ સ્વિંગ્સ સમજીને ઇગ્નોર કરવામાં આવે છે. ત્યાં જ, લગ્ન પછી મોટાભાગે પુરુષો ડિપ્રેશનની ભાવનાઓને દબાવવાનું વલણ ધરાવે છે.

પોસ્ટ મેરેજ ડિપ્રેશન શું છે?

પોસ્ટ મેરેજ ડિપ્રેશન અને ક્લિનિકલ ડિપ્રેશનમાં અંતર છે
પોસ્ટ મેરેજ ડિપ્રેશન અને ક્લિનિકલ ડિપ્રેશનમાં અંતર છે

આ એક એવી સ્થિતિ છે જેમાં નવદંપતી નિરાશ અનુભવ કરવા લાગે છે. આ ભાવનાઓ તેમના દૈનિક જીવનમાં બાધા સ્વરૂપ બનવા લાગે છે. ક્લિનિકલ ડિપ્રેશનની સરખામણીએ પોસ્ટ મેરેજ ડિપ્રેશન કઇંક અલગ છે. આ માત્ર લગ્ન સાથે જોડાયેલી વાતોના કારણે હોય છે. થોડા મામલે સગાઈ પછી પણ લોકોમાં ડિપ્રેશનના લક્ષણ આવી શકે છે.

પોસ્ટ મેરેજ ડિપ્રેશનના લક્ષણ

પાર્ટનર અને સાસરિયા પ્રત્યે નિરાશ પોસ્ટ મેરેજ ડિપ્રેશનના લક્ષણ છે
પાર્ટનર અને સાસરિયા પ્રત્યે નિરાશ પોસ્ટ મેરેજ ડિપ્રેશનના લક્ષણ છે
 • એન્ઝાઈટી
 • નિરાશા
 • ઊંઘ આવવામાં સમસ્યા
 • ભૂખ ન લાગવી
 • પાર્ટનર અને સાસરિયા પ્રત્યે નિરાશા, હતાશા
 • પોતાના પ્રત્યે નવા પરિવારના વ્યવહાર ઉપર શંકા થવી
 • જીવનમાં કશું જ ન બાકી રહેવાની ભાવના
 • કંટાળો
 • પ્રેરણાનો અભાવ
 • પાર્ટનર સાથે માણેલી ડેટિંગ લાઇફ યાદ આવવી
 • અસંતુષ્ટ અનુભવ થવું
 • નવા જીવનનો આનંદ ન માણવા માટે પોતાને દોષી માનવું

પોસ્ટ મેરેજ ડિપ્રેશનનું કારણ શું છે?

લગ્ન થયા પછી તરત લોકોને નવા પરિવારમાં ઢાળવામાં પરેશાની ઊભી થાય છે
લગ્ન થયા પછી તરત લોકોને નવા પરિવારમાં ઢાળવામાં પરેશાની ઊભી થાય છે

ભારતમાં પોસ્ટ મેરેજ ડિપ્રેશન થવું ખૂબ જ કોમન છે. લગ્ન થયા પછી તરત મહિલાઓને નવા પરિવારમાં ઢાળવામાં પરેશાની થાય છે. તેનાથી તેમની ઇમોશનલ અને મેન્ટલ હેલ્થ ઉપર ખરાબ અસર પડે છે. એક સિંગલ મહિલાથી વહુ બનવાની સાથે જ અનેક જવાબદારીઓનો ભાર મહિલાના ખભા ઉપર આવી જાય છે.

ભારત એક પિતૃસત્તાત્મક સમાન છે. જેના કારણે મહિલાઓ જીવનમાં અચાનક આવેલાં ફેરફારમાં એડજસ્ટ થઈ શકતી નથી. કામકાજી મહિલાઓ ઉપર બેગણા કામનો ભાર રહે છે. અનેક મામલે પતિ અને સાસરિયાઓ મહિલાની આઝાદી છીનવી લે છે. તેમના જીવનના બધા નિર્ણય લેવા લાગે છે. આ વસ્તુ ધીમે-ધીમે મહિલાઓને ડિપ્રેશન તરફ ધકેલી શકે છે.

પુરૂષોની વાત કરવામાં આવે તો લગ્ન થાય ત્યારે તેઓ પોતાના કામ અને પારિવારિક જીવન વચ્ચે ફસાયેલાં અનુભવ કરે છે. દેશમાં હજું પણ પુરૂષોને ઘરના મુખિયા સમજવામાં આવે છે, આ જવાબદારીને નિભાવવા માટે તેમના ઉપર ઘણું પ્રેશર આવી જાય છે. આ પ્રેશર સામાજિક સાથે-સાથે આર્થિક પણ હોઈ શકે છે. જેને દૂર કરવા માટે અનેક લોકો દારૂ જેવી ખરાબ આદતોની મદદ લે છે.

પોસ્ટ મેરેજ ડિપ્રેશનથી કેવી રીતે છુટકારો મેળવવો?

પોતાના પાર્ટનસ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો
પોતાના પાર્ટનસ સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવો
 • નવા જીવનમાં પોતાને ઢાળવા માટે પ્રેશર લેવું નહીં. પોતાને થોડો સમય આપવો.
 • એવી કોઈપણ વાત જે તમને પરેશાન કરી રહી છે, તેને પોતાના પાર્ટનર અને તેના પરિવાર સામે રાખો.
 • પોતાના મેરિડ મિત્રો સામે પોતાના મનની વાત રાખો.
 • મેન્ટલ સ્ટ્રેસથી બચવા માટે પોતાના પરિવાર સાથે વધારે સંપર્કમાં રહો
 • પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવો. પોતાની સમસ્યાઓનો મળીને સમાધાન શોધવાની કોશિશ કરો
 • કોઈ ગમતી એક્ટિવિટી કે નવા પ્રોજેક્ટમાં તમારું મન લગાવો.
 • હજું પરેશાની રહે તો મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પાસે જઈને પોતાનું ચેકઅપ કરાવો

(Disclaimer: આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. બચાવની રીત/ ઉપાય/ ઇલાજ અપનાવતા પહેલાં પોતાના ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી)