તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 2019માં 8.37 લાખ લોકોના મૃત્યુ કેન્સરથી થયા હતા. 2019માં દેશમાં 16 લાખથી વધારે લોકો કેન્સરના ત્રીજા સ્ટેજમાં હતા. વર્ષ 2020માં કોરોનાના કારણે સમસ્યાઓ વધુ વધી ગઈ.
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, દર વર્ષે 18 વર્ષથી ઓછી ઉંમરના 60 હજાર બાળકો કેન્સરનો ભોગ બને છે. છેલ્લા 6 મહિનામાં તેની સારવારમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. તેનું કારણ કોરોનાનો ડર હતો. આ કેન્સરના કેસોની વાત થઈ. હવે જાણો તેનાથી કેવી રીતે બચવું.
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કેન્સર એક્સપર્ટ્સ ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, આપણી ખોટી ખાણીપીણીથી પણ કેન્સરનું જોખમ વધે છે. કેટલીક ખાસ વસ્તુઓને ડાયટથી દૂર કરીને જોખમને ઘટાડી શકાય છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે મનાવવામાં આવે છે. કેન્સર-ડે સિરીઝમાં વાંચો એવી 5 વસ્તુઓ જે કેન્સરનું જોખમ વધારે છે...
1. પ્રોસેસિંગ મીટઃ મીટને પ્રોસેસિંગ દ્વારા લાંબા સમય સુધી ખાવા યોગ્ય બનાવવામાં આવે છે. તેના માટે મીટમાં ઘણા પ્રકારના ફ્લેવર અને કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તેના કારણે કોલોન કેન્સરનું જોખમ વધે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો ડાયટમાં આ પ્રકારનું ખાવાનું ઓછું કરવામાં આવે તો કેન્સરનું જોખમ ઘટી જાય છે. તે ઉપરાંત વધારે મીઠાવાળું ખાવાનું પણ ટાળવું જોઈએ.
2. મેંદોઃ આ એવી વસ્તુ છે જે ઘરમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેને તૈયાર કરવામાં ફૂગને નાશ કરનાર ફંગીસાઈડ અને જંતુનાશકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં, મેંદાને સફેદ રાખવા માટે ક્લોરિન ઓક્સાઈડ મિક્સ કરવામાં આવે છે. આ તમામ કેમિકલ કેન્સરનું જોખમ વધારે છે.
3. સોડાઃ તેમાં વધારે પ્રમાણમાં સુગર હોય છે તેથી વજન વધવાની સાથે શરીરમાં સોજો પણ આવે છે. તે ઉપરાંત તેમાં ઘણા પ્રકારના કેમિકલ અને આર્ટિફિશિયલ કલર (4- મેથિલિમિડાઝોલ)નો ઉપયોગ કરવામાં આવે છે જે કેન્સરનું જોખમ વધારે છે.
4. હાઈડ્રોજેનેટેડ ઓઈલઃ વનસ્પતિ તેલમાં સામાન્ય રીતે હાઈડ્રોજેનેટેડ ઓઈલ મિક્સ કરવામાં આવે છે. તેનું કેન્સરની સાથે ડાયરેક્ટ કનેક્શન છે. તેમાં ટ્રાંસ-ફેટ્સની માત્રા વધારે હોય છે. તે મેદસ્વિતા વધારે છે અને બીમારી સામે લડવાની ક્ષમતા ઘટાડે છે. ઘણા રિસર્ચમાં એ સાબિત થયું છે કે મેદસ્વિતાથી કેન્સરનું જોખમ વધે છે.
5. માઇક્રોવેવ પોપકોર્નઃ આ એવા પોપકોર્ન હોય છે કેમિકલવાળા પેકેટમાં આવે છે. તેને માઈક્રોવેવમાં તૈયાર કરવામાં આવે છે. તેને જે બેગમાં રાખવામાં આવે છે તેમાં પરફ્લોરો-ઓક્ટેનાયક એસિડ હોય છે જે લિવર, બ્લેડર, કિડની અને ટેસ્ટિસના કેન્સરનું જોખમ વધારે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચના અનુસાર, આ કેમિકલ મહિલાઓની ફર્ટિલિટી પર ખરાબ અસર પહોંચાડે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.