તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Poor People Are Three Times More Likely To Have Lung Disease And Respiratory Problems Than Rich People, According To Research From Harvard Medical School.

બીમારીનું મુખ્ય કારણ ગરીબી પણ:અમીર લોકોની તુલનામાં ગરીબ લોકોમાં ફેફસાંની બીમારી અને શ્વાસ લેવામાં તકલીફ થવાનું જોખમ ત્રણ ગણું વધારે, હાર્વર્ડ મેડિકલ સ્કૂલનું રિસર્ચ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં 6થી 74 વર્ષના 2,15,399 અમેરિકન લોકો પર કરવામાં આવેલા સર્વેના આંકડાને સામેલ કરવામાં આવ્યા

અમીર લોકોની તુલનામાં ગરીબ લોકોમાં ફેફસાંની બીમારી અને શ્વાસ લેવામાં તકલીફ થવાનું જોખમ ત્રણ ગણું વધારે છે. આ વાત હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચમાં સામે આવી છે. તેમજ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અમીર બાળકોની તુલનામાં અસ્થમાનું જોખમ બમણું છે.

આ રીતે રિસર્ચ કરવામાં આવ્યું
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ 1960થી 2018ની વચ્ચે કરવામાં આવેલા હેલ્થ સર્વેના આંકડાને રિસર્ચમાં સામેલ કર્યા.આ સર્વે અમેરિકાની સ્વાસ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને કર્યો હતો. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સર્વેમાં 6થી 74 વર્ષના 2,15,399 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પરિવારની આવકના આધારે તેમને પાંચ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા.

જાણો રિસર્ચની 3 મોટી વાતો

  • રિસર્ચના અનુસાર, સૌથી ઓછી આવક ધરાવતા 48.8 પુખ્ત વયના લોકોએ શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયાદ કરી હતી. તેમજ વધારે આવક ધરાવતા લોકોમાં આ આંકડો 27.9 ટકા હતો.
  • શ્વાસની તકલીફ પણ અમીર લોકોની તુલનામાં ઓછી આવક ધરાવતા લોકોમાં 3 ગણી વધારે હતી. રિપોર્ટના અનુસાર, 20 ટકા ગરીબ અમેરિકન લોકોમાં જોરથી શ્વાસ લેવામાં તકલીફ થઈ, અમિર લોકોમાં આ તકલીફ માત્ર 10 ટકા જ જોવા મળી.
  • આ અસર બાળકોમાં પણ જોવા મળી છે. સર્વેમાં સામેલ ઓછી આવક ધરાવતા ઘરોના 15 ટકા બાળકોને અસ્થમાની સમસ્યા હતી, તેમજ અમીર ઘરના બાળકોમાં તેના કેસ માત્ર 7 ટકા જ જોવા મળ્યા.

ધનિક લોકોમાં બીમારીના કેસ કેમ ઓછા?
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, વધુ આવક ધરાવતા ઘરોમાં રહેતા લોકો સ્મોકિંગ છોડી રહ્યા છે. આ એક કારણ પણ હોઈ શકે છે કે તેમને ફેફસાં અને શ્વાસની સમસ્યા ઓછી થઈ રહી છે.

1971થી 2018 સુધીના આંકડા દર્શાવે છે કે વધારે આવક ધરાવતા લોકોમાં ધૂમ્રપાન કરવાનો આંકડો 62થી ઘટીને 34 ટકા થઈ ગયો છે. તેમજ ઓછી આવકવાળા લોકોમાં આ સંખ્યા 58થી ઘટીને 56 થઈ ગઈ છે. એટલે કે ધૂમ્રપાન કરનાર લોકોમાં માત્ર 2 ટકાનો જ ઘટાડો થયો છે.

સંશોધકોના અનુસાર, ગરીબ લોકો પ્રદૂષિત હવા અને સ્મોગની વચ્ચે રહે છે, તેમજ ઉચ્ચ આવક ધરાવતા લોકોના ઘરોનું બાંધકામ અને સુવિધાઓ તેનું જોખમ ઘટાડે છે.