તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોકલ ફોર લોકલ:પ્રધાનમંત્રીએ 'મન કી બાત'માં કાશ્મીરી કેસર ખરીદવાની લોકોને અપીલ કરી, તેનાથી બનેલી ચા અને ફિરનીનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલી શકો

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સૌથી પહેલા કેસરને હુંફાળા ગરમ પાણીમાં પલાળી દો. જ્યારે પાણી ઉકળી જાય તો તેમાં ચાની ભૂકી નાખવી. તેને થોડીવાર સુધી ઉકાળો
 • કેસરની ફિરની બનાવવા માટે સૌથી પહેલા દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. હવે ચોખાને નાખીને સતત ચમચીથી હલાવતા રહેવું

પ્રધાનમંત્રીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકોને કાશ્મીરમાં ઉત્પાદન થતું કેસર ખરીદવાની અપીલ કરી છે. કેસરને આ વર્ષે મે મહિનામાં જીઆઈ ટેગ મળ્યો છે. કાશ્મીરી કેસર પુલવામા, બદગામ અને કિશ્તવારમાં ઉગાડવામાં આવે છે. મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં કેસરના ઔષધીય ગુણો પણ જણાવ્યા. તેની સુગંધ, કલર અને લાંબા તાતણા તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.

કેસરથી સ્વાસ્થ્યને થતા ફાયદાઃ
- તેનાથી યાદશક્તિ વધે છે
- હાઈપરટેન્શનને કંટ્રોલ કરવામાં તે મદદ કરે છે
-તે અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન ડિસીઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
- પેટ સંબંધિત બીમારીઓને મટાડવામાં કેસર અસરકારક છે.
- વજન ઓછું કરવા અને હાઈપર પિગમેન્ટેશન નિયંત્રિત કરવામાં તે મદદગાર છે.

જો તેમાંથી બનતી વાનગીઓની વાત કરવામાં આવે તો બિરયાનીથી લઈને ખીરમાં કેસરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ઠંડીની સિઝનમાં કેસરની ચા સ્વાદની સાથે સાથે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ રીતે કેસરની ચા બનાવવીઃ
સામગ્રી

 • પાણી- 4 કપ
 • ચા- 1 નાની ચમચી
 • એલચી પાવડર- 1 નાની ચમચી
 • ખાંડ- ચાર ચમચી
 • કેસરના તાતણા- 8-10

બનાવવાની રીતઃ
-સૌથી પહેલા કેસરને થોડા ગરમ પાણીમાં પલાળી દો. હવે પાણી ઉકળી જાય તો તેમાં ચાની ભૂક્કી નાખો.
-થોડીવાર સુધી ઉકાળો. તેમાં કેસર નાખો અને એક ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારબાદ કપમાં ગાળી લો.

આ રીતે બનાવો કેસરની ફિરની
સામગ્રી

 • ચોખા, ક્રશ કરેલા- 1 કપ
 • દૂધ- 1 લિટર
 • કેસર- 1 ટી સ્પૂન
 • પિસ્તા- 1 ટી સ્પૂન, જીણા સમારેલા
 • કાજૂ- 1 ટી સ્પૂન, જીણા સમારેલા
 • ખાંડ- 100 ગ્રામ
 • એલચી પાવડર-ચપટી
 • ચાંદીનો વર્ક- ગાર્નિશિંગ માટે

બનાવવાની રીત
સૌથી પહેલા દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે ચોખા નાખીને સતત ચમચથી હલાવતા રહેવું.
-ધીમા તાપે તેને ત્યાં સુધી ચઢવા તો જ્યાં સુધી તે એકદમ ઘટ્ટ ન થઈ જાય.
-તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો.
સર્વ કરતા પહેલા ચાંદીનો વર્ક લગાવવો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો