તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ્રધાનમંત્રીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકોને કાશ્મીરમાં ઉત્પાદન થતું કેસર ખરીદવાની અપીલ કરી છે. કેસરને આ વર્ષે મે મહિનામાં જીઆઈ ટેગ મળ્યો છે. કાશ્મીરી કેસર પુલવામા, બદગામ અને કિશ્તવારમાં ઉગાડવામાં આવે છે. મોદીએ પોતાના કાર્યક્રમ મન કી બાતમાં કેસરના ઔષધીય ગુણો પણ જણાવ્યા. તેની સુગંધ, કલર અને લાંબા તાતણા તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.
કેસરથી સ્વાસ્થ્યને થતા ફાયદાઃ
- તેનાથી યાદશક્તિ વધે છે
- હાઈપરટેન્શનને કંટ્રોલ કરવામાં તે મદદ કરે છે
-તે અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન ડિસીઝને કંટ્રોલ કરવામાં મદદ કરે છે
- પેટ સંબંધિત બીમારીઓને મટાડવામાં કેસર અસરકારક છે.
- વજન ઓછું કરવા અને હાઈપર પિગમેન્ટેશન નિયંત્રિત કરવામાં તે મદદગાર છે.
જો તેમાંથી બનતી વાનગીઓની વાત કરવામાં આવે તો બિરયાનીથી લઈને ખીરમાં કેસરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ બમણો થઈ જાય છે. ઠંડીની સિઝનમાં કેસરની ચા સ્વાદની સાથે સાથે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ રીતે કેસરની ચા બનાવવીઃ
સામગ્રી
બનાવવાની રીતઃ
-સૌથી પહેલા કેસરને થોડા ગરમ પાણીમાં પલાળી દો. હવે પાણી ઉકળી જાય તો તેમાં ચાની ભૂક્કી નાખો.
-થોડીવાર સુધી ઉકાળો. તેમાં કેસર નાખો અને એક ઉભરો આવે ત્યારે ગેસ બંધ કરી દો. ત્યારબાદ કપમાં ગાળી લો.
આ રીતે બનાવો કેસરની ફિરની
સામગ્રી
બનાવવાની રીત
સૌથી પહેલા દૂધ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે ચોખા નાખીને સતત ચમચથી હલાવતા રહેવું.
-ધીમા તાપે તેને ત્યાં સુધી ચઢવા તો જ્યાં સુધી તે એકદમ ઘટ્ટ ન થઈ જાય.
-તેમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરો.
સર્વ કરતા પહેલા ચાંદીનો વર્ક લગાવવો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.