તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Play Holi With Family, Avoid Going Out, Avoid Wet Colors And Don't Forget To Wear A Mask, As Corona Cases Are On The Rise.

હોળીની ઉજવણી કરો તો સાવચેતી રાખવી:પરિવારના લોકોની સાથે જ હોળી રમવી, બહાર જવાનું ટાળવું, ભીના કલરથી દૂર રહેવું અને માસ્ક પહેરવાનું ન ભૂલવું, કેમ કે કોરોનાના કેસ વધી રહ્યા છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કેસને કંટ્રોલ કરવા માટે ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે 28 તારીખે હોળી છે અને 29 માર્ચે ધૂળેટી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાના કેસને અટકાવવા માટે આ વર્ષે હોળીમાં ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું.

જોખમ એટલા માટે પણ વધારે છે કેમ કે કોરોનાના નવા સ્ટ્રેનની ઓળખ કરી લેવામાં આવી છે. હોળીમાં એકબીજાને મળો છો, રંગ લગાવો છો અને હાથ મિલાવો છો તો જોખમ વધારે વધી શકે છે.

ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ, નવી દિલ્હીમાં ઈન્ટરનલ મેડિસિન ડિપાર્ટમેન્ટના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. સુરજીત ચેટર્જી પાસેથી જાણો મહામારીની વચ્ચે હોળીની ઉજવણી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું.

હોળીની ઉજવણી કરો તો આ 5 વાતો ધ્યાનમાં રાખવી

  • આ વખતે માત્ર પરિવારની સાથે હોળી મનાવવીઃ આ વર્ષે પરિવારના લોકોની સાથે હોળીની ઉજવણી કરવી. ફેસ્ટિવલ પર યોજાનારા કાર્યક્રમમાં જવાનું ટાળવું. હાથ મિલાવો અને એકબીજાને ગળા લાગવાનું ટાળવું. ભીના રંગનો ઉપયોગ ન કરવો. ગુલાલનું તિલક કરો તો હાથને સેનિટાઈઝ કર્યા બાદ કરો.
  • માસ્ક પહેરવાનો ન ભૂલવોઃ ઘરેથી બહાર જતી વખતે અને લોકો સાથે વાત કરતા સમયે માસ્ક જરૂરથી પહેરવો. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું. બહારથી ઘરે આવ્યા બાદ હાથને સાબુથી જરૂરથી ધોવા. ગુલાલ લગાવતી વખતે પણ માસ્ક પહેરવાનું ન ભૂલવું.
  • વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવુંઃ એવા વૃદ્ધો જેઓ પહેલાથી કોઈના કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને વધારે સાવચેતી રાખવાની જરૂર છે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું. ઠંડા પીણા પીવાનું ટાળવું. ગરમ અને તાજા ખોરાક જ ખાવો.
  • શરદી-તાવના લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જાવઃ શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણ દેખાય તો બહાર નીકળવાનું ટાળવું. આ લક્ષણ સિઝનમાં થતા ફેરફાર અથવા કોરોનાનાં પણ હોઈ શકે છે. લક્ષણ ઓછા ન થાય તો RT-PCR ટેસ્ટ કરાવવો.
  • આવું હોવું જોઈએ ખાવાપીવાનુંઃ ખાવાપીવામાં મોસમી ફળ સામેલ કરો. કાચી વસ્તુઓ ખાવાનું ટાળવું. વધારે તેલ અને મસાલાવાળી વસ્તુઓ ન ખાવી. દરરોજ 8થી 10 ગ્લાસ પાણી જરૂરથી પીવું. ખાવાનું આપતા પહેલા તેને 60 ડિગ્રીથી વધારે તાપમાન પર ગરમ કરવું.