વીગન બ્યુટી:સ્કિન અને વાળને હાનિકારક કેમિકલથી બચાવવા માટે પ્લાન્ટ બેઝ્ડ બ્યુટી રૂટિનનો ક્રેઝ વધ્યો, કોરોના મહામારી પછી લોકોની ચોઈસ બદલાઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 2-3 વર્ષથી વીગન ડાયટનો ક્રેઝ વધી રહ્યો છે
  • વીગન ડાયટ પછી હવે લોકો પ્લાન્ટ બેઝ્ડ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે

વીગન ડાયટ પછી હવે વીગન બ્યુટી રૂટિનનું ચલણ વધી રહ્યું છે. આ બ્યુટી પ્રોડક્ટ્સમાં હાનિકારક કેમિકલ અને એનિમલ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી. વીગન ડાયટની જેમ હવે ઘણા સેલિબ્રિટી પણ વીગન બ્યુટી પ્રોડક્ટ્સને પ્રમોટ કરી રહ્યા છે. આ પ્રોડક્ટ્સમાં હવે ઘણા બધા લોકોનો રસ વધ્યો છે અને તેમણે વાપરવાનું શરૂ પણ કરી દીધું છે.

મહિલાઓમાં જાગૃતતા વધી
ડર્મેટોલોજિસ્ટ ડૉ. રિંકી કપૂરે કહ્યું કે, વિઘ્ન બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ આની પહેલાં પણ કરવામાં આવતો હતો પણ છેલ્લા 2-3 વર્ષમાં તેનો ક્રેઝ વધી રહ્યો છે. તેનું એક મોટું કારણ છે કે, મહિલાઓ હવે બ્યુટી રૂટિનને લઈને ઘણી જાગૃત થઈ છે. સ્કિન કે વાળ પર કોઈ પણ પ્રોડક્ટ લગાવ્યા પહેલાં તે જાણે છે કે આ યોગ્ય છે કે નહીં. વીગન ડાયટ પછી હવે લોકો પ્લાન્ટ બેઝ્ડ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. જે લોકો વીગન ડાયટ પર છે, તેઓ સ્કિન કે હેર કેર માટે પણ એનિમલ બેસ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા નથી. ઘણી સેલિબ્રિટી પણ આ પ્રોડક્ટ્સ પ્રમોટ કરે છે, તેનાથી લોકો વધારે આકર્ષાયા છે.

વીગન પ્રોડક્ટ્સથી એલર્જી થતી નથી
ઘણા લોકોની સ્કિન એલર્જિક હોય છે, આવા લોકો માટે વીગન બ્યુટી પ્રોડક્ટ્સ બેસ્ટ છે. તેમાં કેમિકલનો ઉપયોગ થતી ના હોવાથી એલર્જીની બહુ ઓછી શક્યતા રહે છે. આ ઉપરાંત ટીનેજર્સને પણ વીગન પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાની જ સલાહ આપવામાં આવે છે.

પુરુષો પણ બ્યુટી કોન્શિયસ થઈ રહ્યા છે
​​​​​​​પહેલાંની સરખામણીએ હવે પુરુષો વધારે બ્યુટી કોન્શિયસ થઈ ગયા છે અને સ્કિનને કેમિકલની અસરથી બચાવવા માટે વીગન પ્રોડક્ટ્સને પ્રાયોરિટી આપી રહ્યા છે. રિન્કુ કપૂરે કહ્યું કે, પુરુષો તેમના હેરને લઈને બહુ કોન્શિયસ થઈ ગયા છે. ઘણા પુરુષો માથાના વાળથી લઈને ફેસ, દાઢી, હાથ-પગ માટે નિયમિત રીતે બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદે છે અને ટ્રીટમેન્ટ પણ લે છે.

કોરોના પછી લોકોની જિંદગી બદલાઈ ગઈ
​​​​​​​કોરોના મહામારી પછી દુનિયાભરના લોકોની લાઈફ ચેન્જ થઈ ગઈ છે. હવે લોકો નુકસાન થાય એવા હેલ્થ અને બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદવા ઇચ્છતા નથી. વીગન ડાયટ પછી ફેશન ઇન્ડસ્ટ્રીમાં પ્લાન્ટ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ટ્રેન્ડ વધી રહ્યો છે અને બ્યુટી રૂટિનમાં પણ લોકો એનિમલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા નથી. તેને બદલે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. મહિલાઓ પોતાની સ્કિનને લઈને પહેલાં કરતાં વધારે જાગૃત થઈ ગઈ છે. તેઓ કોઈ પણ પ્રોડક્ટ્સ ખરીદતા પહેલાં તેમાં સામેલ ઇન્ગ્રીડિઅન્ટ્સ જુએ છે. મહિલાઓ વીગન નેલ પોલિશ, લિપસ્ટિક અને આઈશેડોનો ઉપયોગ કરી રહી છે. માત્ર બ્યુટી પ્રોડક્ટ્સ જ નહીં પણ અન્ય પ્રોડક્ટ્સ પ્રત્યે પણ ધ્યાન આપવા લાગી છે. જેમ કે સેનિટરી નેપકિનને બદલે ટેમ્પોન વાપરે છે.