શું તમે જાણો છો?:ડેન્ડ્રફને લીધે પણ પિમ્પલ્સ થાય છે, ડર્મેટોલોજિસ્ટની ટિપ્સ ફોલો કરી આ શિયાળામાં ડેન્ડ્રફ અને ખીલને કહો ગુડબાય

શ્વેતા કુમારી4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓઈલી અને મેંદાની વસ્તુઓથી દૂર રહો
 • એક્સ્પાયર્ડ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ના કરો

શિયાળામાં ડેન્ડ્રફની તકલીફ કોમન છે. ઠંડીને લીધે આપણે ઓછી વખત હેર વોશ કરીએ છીએ અને ડસ્ટને લીધે સ્કેલ્પમાં ગંદકી જામી જાય છે, પરંતુ ડેન્ડ્રફ સિવાય શું તમે ફોરહેડ અને ચહેરા પર ખીલથી પણ ચિંતિત છો? તમને જાણીને નવાઈ લાગશે કે ઘણીવાર ડેન્ડ્રફ અને ખીલનું ડાયરેક્ટ કનેક્શન હોય છે.

ડર્મેટોલોજિસ્ટ ડૉ. ઇપ્શિતા જોહરીએ જણાવ્યું, જ્યારે ચહેરા પર વાળ આવે છે ત્યારે ડેન્ડ્રફ ચહેરા પર જ રહી જાય છે અને ખીલની તકલીફ થઈ શકે છે. ડેન્ડ્રફને લીધે નાના-મોટા ખીલની તકલીફ થાય છે. ઘણીવાર આ ફોરહેડ, ખભા અને કમર પર પણ દેખાય છે, પરંતુ વધારે સમય સુધી ડેન્ડ્રફની અવગણના કરવાથી તે આખા ચહેરા પર ફેલાઈ શકે છે. ટાઇમસર ખોડાનું સોલ્યુશન લાવવું જરૂરી છે.

કયા કારણોસર ખીલ થાય છે?

 • ડેન્ડ્રફ તો એક કારણ છે જ આ ઉપરાંત હોર્મોનલ ઈમ્બેલેન્સને લીધે પણ પિમ્પલ્સની તકલીફ થાય છે.
 • ડાયટમાં વધારે ઓઈલી, ફાસ્ટફૂડ અને મેંદાને લીધે પણ ખીલ થાય છે.
 • ડૉ. જોહરીએ જણાવ્યું, ઘણીવાર વિટામિન ડેફિશિયન્સીને લીધે પણ ચહેરા પર દાણા નીકળે છે.
 • ખોટા પ્રોડક્ટ્સનો ઉપયોગ, એક્સ્પાયર્ડ મેકઅપ પ્રોડક્ટ્સના ઉપયોગથી પણ પિમ્પલ્સ થાય છે.
 • સ્ટ્રેસ ના લેવો. તેની અસર હોર્મોન પર થાય છે અને તે ખીલમાં પરિણમે છે.

આ ટિપ્સથી ખીલને કહો ‘ગુડબાય’

 • ગ્રીન ટીના આઈસ ક્યૂબ બનાવીને દિવસમાં બેથી ત્રણવાર ચહેરા પર 1 મિનિટ સુધી મસાજ કરો.
 • એલોવેરાનું જેલ કાઢીને તેને આઈસ ટ્રેમાં જમા કરી દો. હવે હળવા હાથે ચહેરા પર લગાવો. તેનાથી ફાયદો થશે.
 • ડાયટમાં ફળ-શાકભાજી સામેલ કરો. ઓઈલી અને મેંદાની વસ્તુઓથી દૂર રહો.
 • એક્સ્પાયર્ડ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ના કરો. આ સ્કિનની પ્રોબ્લેમ વધારી શકે છે.
 • ફેસ વેક્સિંગ, બ્લિચ કે ફેશિયલ કરાવતા પહેલાં સ્કિન ટાઈપ જાણી લો.
 • ડેન્ડ્રફ દૂર કરવા યોગ્ય પ્રોડક્ટ્સ વાપરવા, જેથી માથાની તકલીફ ચહેરા સુધી ના પહોંચે.