રિસર્ચ:હાઈ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરતી દવા 'એમપેગ્લીફ્લોઝિન' હાર્ટ અટેકનું જોખમ ઘટાડશે, આ દવાથી હૃદયની કાર્યક્ષમતા વધતી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને 18 દર્દી પર કરેલાં રિસર્ચમાં દાવો કર્યો
  • આ દવાથી હૃદયની કાર્યક્ષમતા વધે છે અને માંસપેશીઓ મજબૂત બને છે
  • આ દવા શરીરની શુગરને લોહીમાં ભળવા દેતી નથી

હવે ડાયાબિટીસની દવાથી હાર્ટ ફેલ્યર રોકી શકાશે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના તાજેતરનાં રિસર્ચ પ્રમાણે, હાઈ બ્લડ શુગરને કન્ટ્રોલ કરનારી દવા 'એમપેગ્લીફ્લોઝિન'થી હાર્ટ ફેલ થતાં બચાવી શકાય છે. આ દવા લીધાના 3 મહિનાની અંદર હૃદયની કાર્યક્ષમતા વધારે છે અને હાર્ટ ફેલ થવાના જોખમને ઘટાડે છે.

વજન ઘટ્યું અને બ્લડ પ્રેશરમાં સુધારો થયો
રિસર્ચ કહે છે કે, જે દર્દીઓને ટ્રાયલમાં સામેલ કરવામાં આવેલા તેમનું વજન ઘટ્યું અને બ્લડ પ્રેશરમાં સુધારો આવ્યો. સંશોધકોનું કહેવું છે કે ટાઈપ-2 ડાયાબિટીસ હૃદય રોગોનું જોખમ ત્રણ ગણું વધારે છે. તો એક તૃતિયાંશ લોકોનું મૃત્યુ હૃદય રોગથી થાય છે.

આ રીતે કામ કરે છે દવા
રિસર્ચર્સનું કહેવું છે કે આ દવા શરીરમાં પહોંચીને વધારાની શુગરને યુરિન મારફતે બહાર કાઢે છે. તે શુગરને લોહીમાં ભળતાં રોકે છે. તેથી ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે છે. આ દવા ડાયાબિટીક પેશન્ટમાં હૃદય રોગનું જોખમ ઓછું કરે છે.

દર 5માંથી 1 દર્દીનું મૃત્યુ હાર્ટ અટેકથી
રિસર્ચ પ્રમાણે, 10 લાખ બ્રિટિશર્સ હૃદય રોગથી પીડિત છે. હૃદય નબળું પડવા લાગે અને બ્લડ પંપ કરવાની ક્ષમતા ઘટવા લાગે તો હાર્ટ અટેક આવે છે. બ્રિટનમાં દર 5માંથી 1 દર્દીનું મૃત્યુ હાર્ટ અટેકથી થાય છે. આવા દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને થાક જેવાં લક્ષણો જણાઈ આવે છે.

લીડ્સ યુનિવર્સિટીનાં નવાં રિસર્ચ પ્રમાણે, ટાઈપ-2 ડાયાબિટીસથી પીડિત 18 લોકોને આ દવા આપવામાં આવી. 12 અઠવાડિયાં સુધી તેમનું મોનિટરિંગ કરવામાં આવ્યું. તેમાંથી કોઈ પણ દર્દીનું હાર્ટ ફેલ થયું નહિ. રિસર્ચની શરૂઆતમાં આ દર્દીઓનું હૃદય નબળું હતું.

હૃદયની બ્લડ પંપ કાર્યક્ષમતા વધી

રિસર્ચમાં સામેલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શર્મેન થિરુનવુકરશુ કહે છે કે, ટ્રાયલ દરમિયાન સામે આવ્યું કે, મોટા ભાગના દર્દીઓ હૃદયની એનર્જીમાં સુધારો થયો. સાથે જ હૃદયની બ્લડ પંપ કાર્યક્ષમતા પણ વધી. ડૉ. શર્મેનના જણાવ્યા પ્રમાણે, આ દવા હૃદયની માંસપેશીઓ પર પણ અસર કરે છે અને તેને મજબૂત બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...