• Gujarati News
  • Lifestyle
  • Health
  • Pig Heart Transplant Patient Dies Two Months Later; The Cause Of Death Was Said To Be A Virus In The Pig's Heart

દર્દીના મૃત્યુનું રહસ્ય:પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દીનું બે મહિના પછી મૃત્યુ; મોતનું કારણ સુઅરના હૃદયમાં વાઈરસ હોવાનું કહેવામાં આવ્યું

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના ડૉક્ટર્સે આ વર્ષ જાન્યુઆરીમાં ઐતિહાસિક પરાક્રમ કરતા જીનેટિકલી મોડિફાઈડ સુઅરના હૃદયને 57 વર્ષના ડેવિડ બેનેટના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જો કે, બે મહિના પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું. હવે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના સંશોધકોએ તેના મૃત્યુનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે સુઅરના હૃદયમાં પોરસીન વાઈરસ હતો, જેના કારણે બેનેટનું મૃત્યુ થયું હોવાની શંકા છે.

સુઅરના હૃદયમાં વાઈરસ હતો
સર્જરી કરનાર ડૉક્ટર્સમાં સામેલ મોહમ્મદ મોહિઉદ્દીનનું કહેવું છે કે 7 જાન્યુઆરીએ કરવામાં આવેલા ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન બેનેટની સ્થિતિ કમજોર થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં થઈ શકે છે કે પિગ સાઈટોમેગાલોવાઈરસ (પોરસીન) નામનો આ વાઈરસ બેનેટના મૃત્યુનું કારણ બની શકે છે.

57 વર્ષના ડેવિડ બેનેટ, વિશ્વના પ્રથમ પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દી હતા.
57 વર્ષના ડેવિડ બેનેટ, વિશ્વના પ્રથમ પિગ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ દર્દી હતા.

ડૉક્ટર્સના અનુસાર, ટ્રાન્સપ્લાન્ટ પછી બેનેટ સાજો થઈ રહ્યો હતો ત્યારે એક દિવસ અચાનક તેની તબિયત ખરાબ થઈ. તેના પછી તેણે વિવિધ પ્રકારની દવાઓ આપવામાં આવી. ટ્રીટમેન્ટ દરમિયાન તેના હૃદયમાં સોજો આવી ગયો અને પાણી ભરાઈ ગયું અને પછી તેનું મૃત્યુ થઈ ગયું.

રિપોર્ટ્સના અનુસાર, જ્યાં બેનેટના શરીરમાં સુઅરનું હૃદય યોગ્ય રીતે ધબકતું હતું, ત્યારે તેમાં કોષો જમા થઈ રહ્યા હતા, જેનાથી હૃદય સંપૂર્ણ રીતે રિલેક્શન ન થઈ શક્યું. એક તપાસમાં હૃદયમાં પોરસીન વાઈરસ પણ જોવા મળ્યો, જેના કારણે વ્યક્તિની શરીરની ઈમ્યુનિટી ઘણી કમજોર થઈ જાય છે. જો કે, વાઈરસે સંક્રમણ ફેલાયું કે નહીં તે હજી સુધી નક્કી થયું નથી.

કેમ લગાવવામાં આવ્યું હતું સુઅરનું હૃદય?

બેનેટ લાંબા સમયથી હાર્ટ પ્રોબ્લમનો સામનો કરી રહ્યો હતો. સમસ્યા વધારે વધવા પર છેલ્લા ઓપ્શન તરીકે સુઅરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો.
બેનેટ લાંબા સમયથી હાર્ટ પ્રોબ્લમનો સામનો કરી રહ્યો હતો. સમસ્યા વધારે વધવા પર છેલ્લા ઓપ્શન તરીકે સુઅરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો.

મેરિલેન્ડમાં રહેતા બેનેટ લાંબા સમયથી હાર્ટ પ્રોબ્લમનો સામનો કરી રહ્યો હતો. સમસ્યા વધારે વધવા પર છેલ્લા ઓપ્શન તરીકે સુઅરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો. જ્યારે બેનેટને આ વિશે જણાવવામાં આવ્યું તો તેનું કહેવું હતું કે મારી સામે બે ઓપ્શન છે- મૃત્યુ અથવા પછી ટ્રાન્સપ્લાન્ટ. તે અંધારામાં તીર ચલાવવા જેવું છે, પરંતુ હું જીવવા માગતો છું.

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, સુઅરનું હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે યોગ્ય છે.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, સુઅરનું હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે યોગ્ય છે.

આખરે સુઅરનું હૃદય જ કેમ?
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે, સુઅરનું હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે યોગ્ય છે, પરંતુ સુઅરના સેલ્સમાં એક અલ્ફા-ગલ સુગર સેલ હોય છે. આ સેલને મનુષ્યના શરીર એક્સેપ્ટ નથી કરી શકતા તેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પહેલા સુઅરને જીનેટિકલી મોડિફાઇડ કરવામાં આવ્યું.