વિશ્વભરમાં પોતાનો ભય ફેલાવનાર કોરોના વાઇરસની તસવીરો જાહેર કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીળા કલરના કોરોના વાઈરસ - Divya Bhaskar
પીળા કલરના કોરોના વાઈરસ
  • વાઇરસ પ્રોટીન લેયરની અંદર DNA અથવા RNAથી બનેલો છે

હેલ્થ ડેસ્કઃ ચીનથી ઉદભવેલા કોરોના વાઇરસના વિશ્વભરમાં 46,000 થી વધુ લોકો ચેપિત બન્યા છે જ્યારે 1300થી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. 24 દેશમાં પોતાનો ભય ફેલાવનાર કોરોના વાઇરસની આધિકારિક તસવીરો અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝની RML (રોકી માઉન્ટેઇન લેબોરેટ્રીસ) દ્વારા જાહેર કરવામાં આવી છે.


આ તસવીરો મુજબ, કદમાં નાનો વાઇરસ પ્રોટીન લેયરની અંદર DNA અથવા RNAથી બનેલો છે. માઈક્રોસ્કોપની અંદર પણ આ વાઈરસ અત્યંત નાના નજરે પડી રહ્યા છે.


COVID-19 અર્થાત કોરોનવાઈરસનો ભોગ બનનાર અમેરિકાના એક દર્દીના સેમ્પલ્સમાંથી આ તસવીરો જાહેર કરવામાં આવી છે. 2 હાઈ રિઝોલ્યુશન માઇક્રોસ્કોપની મદદથી વાઇરસની તસવીરો જાહેર કરવામાં આવી છે.

પીળા કલરના કોરોના વાઈરસ
પીળા કલરના કોરોના વાઈરસ

કોરોના વાઇરસ વર્ષ 2012માં ફાટી નીકળેલા MERS (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) અને વર્ષ 2002,માં ફાટી નીકળેલા SARS (સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) જેવો જ દેખાય છે. (આ તસવીરોમાં અલગથી કલરનો ઉમેરો કરવામાં આવ્યો છે.)